બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / NRI News / વિશ્વ / Easiest countries to get work visa Malta Hungary Austria

NRI NEWS / આ 7 દેશોમાં સ્થાયી થવું છે એકદમ સહેલું, જાણો કયા દેશ લિસ્ટમાં છે સામેલ

Vishal Khamar

Last Updated: 04:33 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારે પણ વિદેશ જવું છે, પરંતુ ક્યાં જવું કેવી રીતે જવું એ નથી સમજાતું તો ચિંતા ન કરો. આજે આ આર્ટિકલમાં અમે તમને એવા દેશ વિશે વાત કરીશું, જ્યાં જવું અને સ્થાયી થવું સરળ છે.

Work in abroad: જો તમારે પણ વિદેશ જવું છે, પરંતુ ક્યાં જવું કેવી રીતે જવું એ નથી સમજાતું તો ચિંતા ન કરો. આજે આ આર્ટિકલમાં અમે તમને એવા દેશ વિશે વાત કરીશું, જ્યાં જવું અને સ્થાયી થવું સરળ છે. કારણ કે એક તરફ જ્યારે યુરોપીયન કંટ્રીઝ વિદેશીઓની સંખ્યા પર રોક લગાવી રહ્યા છે, ત્યારે ભારતીયોની નજર અન્ય દેશો તરફ વળી છે. જો તમે યુરોપ જવા ઈચ્છો છો, તો હંગેરી, માલ્ટા અને ઓસ્ટ્રેલિયામાં જવું અને સ્થાયી થવું ખૂબ જ સહેલું છે. આ માહિતી વિલિયમ રસેલના રિપોર્ટમાં આપવામાં આવી છે.

વિલિયમ રસેલના રિપોર્ટ પ્રમાણે હંગેરી જવું વિદેશી નાગરિકો માટે ખૂબ સરળ છે. હંગેરી જવાનો ડિફિકલ્ટી સ્કોર માત્ર 3.85 છે, જે સૌથી ઓછો છે. હંગેરીમાં સેલરીનો બેન્ચમાર્ક પણ 12,982 પાઉન્ડ છે, જ્યારે અહીં જવાની ફીઝ 58 પાઉન્ડ છે. સાથે જ અહીં જવા માટે ભાષાની ટેસ્ટ આપવી પણ ફરજિયાત નથી. માત્ર તમે હંગેરીની સરકાર દ્વારા નક્કી કરેલા રોગોથી વેક્સિનેટેડ હોવા જરૂરી છે.

હંગેરી બાદ બીજા નંબરે આવે છે માલ્ટા. માલ્ટાનો ડિફિકલ્ટી સ્કોર 3.87 છે, એટલે અહીં પણ સ્થાયી થવામાં ઓછા પડકારો નડે છે. માલ્ટામાં ત્રીજા ભાગની વસતી વિદેશથી આવેલા નાગરિકોની છે. માલ્ટા જવા માટે તમે ટીટેનસ અને રેબીઝ જેવા રોગની વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે. બાકી કશું જ ફરજિયાત નથી.

આ જ લિસ્ટમાં ઓસ્ટ્રિયાનો પણ સમાવેશ થાય છે. 3.91ના ડિફિકલ્ટી સ્કોર સાથે ઓસ્ટ્રિયા પણ સ્થાયી થવા માટે સૌથી ઈઝીએસ્ટ કંટ્રી છે. ઓસ્ટ્રિયાની હાલની વસ્તીમાંથી 19.3 ટકા વસ્તી વિદેશથી આવેલા નાગરિકોની જ છે. અહીં કામ કરવા માટે 8 કલાકનો નિયમ છે, જે બીજા દેશોની સરખામણીએ ઓછો છે. આ ઉપરાંત ઈસ્ટોનિયા, જર્મની, લાટેવિયા, ક્રોએશિયા પણ એવા દેશો છે, જે વિદેશથી આવતા નાગરિકો માટે સરળ નિયમો ધરાવે છે.

આ દેશોમાં સ્થાયી થવું અઘરું

વિલિયમ રસેલના રિપોર્ટ પ્રમાણે ભારત, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ જેવા દેશોમાં સ્થાયી થવું સૌથી અઘરું છે. આ દેશોમાં વિદેશીઓની સંખ્યા, જરૂરી વેક્સિનેશન, વર્ક વિઝા ફી, વર્ક વિઝા માટે જરૂરી આવક સહિતના કારણોને લીધે સ્થાયી થવું અઘરું છે. 

આ દેશોમાં વિઝા માટે લાગે છે વધુ સમય

વિદેશ જવા માટે જ્યારે તમે તૈયારી કરો છો, ત્યારે સૌથી અઘરો સમય એપ્લીકેશનનો અને એપ્લીકેશન કર્યા પછી રાહ જોવાનો હોય છે. કેનેડાની સરકારના કહેવા પ્રમાણે જો કોઈ વ્યક્તિ યુકેથી કેનેડા કામ કરવા જવા ઈચ્છે છે, તો તેમણે અરજી કરવાથી લઈ વિઝા મળવા સુધી 41 સપ્તાહની રાહ જોવી પડે છે. આ સમય વધુ ઓછો થઈ શકે છે. 

વધુ વાંચો: UK, કેનેડા, ઓસ્ટ્રેલિયાની બદલાતી નીતિએ વધારી ચિંતા, ભણવા જનારા ભારતીય વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

આ દેશોમાં જવા ભાષાની પરીક્ષા જરૂરી

કેટલાક એવા પણ દેશ છે, જ્યાં જવા માટે તમારે ભાષાની કુશળતા સાબિત કરવી જરૂરી છે. આવા દેશમાં વિઝા અપ્લાય કરવા માટે જ તમારે ભાષાની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. વિલિયમ રસેલના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુકે જેવા દેશમાં જવા માટે અંગ્રેજી ભાષાની પરીક્ષા આપવી ફરજિયાત છે.     તો અન્ય કેટલાક દેશમાં ભલે ભાષાની પરીક્ષા આપવી જરૂરી નથી, પરંતુ અરજીની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો ત્યાંની સ્થાનિક ભાષામાં હોવા જરૂરી છે. જો તમે જે નોકરી માટે અરજી કરી રહ્યા છો, તેમાં કોઈ ભાષા આવડવી જરૂરી છે અને તમને તે ભાષા નથી આવડતી તો તમને વિઝા મળવામાં મુશ્કેલી પડી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ