બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / UK Canada Australia policy change for foreign students creating tension in Indian students.

ભણવા ક્યાં જવું? / UK, કેનેડા, ઓસ્ટ્રેલિયાની બદલાતી નીતિએ વધારી ચિંતા, ભણવા જનારા ભારતીય વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

Bhavin Rawal

Last Updated: 04:11 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પોતાની સ્ટુડન્ટ વિઝા પોલિસીમાં ઘણા ફેરફાર કર્યા છે, અને આ ફેરફારો ભારતીય વિદ્યાર્થીઓ માટે માથાનો દુઃખાવો બની ગયા છે. સરળ શબ્દોમાં કહીએ તો હવે આ દેશોમાં ભણવા જવું અઘરું બનવાનું છે.

Study Abroad: વિદેશ ભણવા જવાનો વિચાર કરતા હો, તો એકવાર આ આર્ટિકલ જરૂર વાંચી લેજો. જો તમારી આસપાસ કોઈ એવું હોય, જે યુકે, ઓસ્ટ્રેલિયા કે કેનેડા જવાનું આયોજન કરી રહ્યું હોય, તો આ આર્ટિકલ એમને ફોરવર્ડ કરી દેજો. વિદેશ ભણવા જવાનો ક્રેઝ આજના દરેક યુવાનમાં જોવા મળે છે.  મોટા ભાગે યુવાનો પશ્ચિમી દેશો જેમ કે યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા જતા હોય છે. પરંતુ, હવે આ દેશોમાં સમસ્યા શરૂ થઈ રહી છે.

યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશો જે ભારતીય વિદ્યાર્થીઓમાં હોટ ફેવરિટ ગણાય છે, પરંતુ આ દેશો હવે પોતાને ત્યાં આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાને કંટ્રોલ કરી રહ્યા છે. યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પોતાની સ્ટુડન્ટ વિઝા પોલિસીમાં ઘણા ફેરફાર કર્યા છે, અને આ ફેરફારો ભારતીય વિદ્યાર્થીઓ માટે માથાનો દુઃખાવો બની ગયા છે. સરળ શબ્દોમાં કહીએ તો હવે આ દેશોમાં ભણવા જવું અઘરું બનવાનું છે. 

iDPના એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની એજ્યુકેશન સંસ્થાઓમાં એડમિશન લેતા પહેલા ભારતીય વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવે છે. આઈડીપીએ  ધ વોઈસ ઓફ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ નામનો સર્વે જાન્યુઆરી 2024માં 67 દેશમાં વસતા 2,500થી વધારે વિદ્યાર્થીઓ પર કર્યો છે. આ સર્વેમાં વિદ્યાર્થીઓને જુદા જુદા દેશમાં અભ્યાસ કરવાની તક સહિતના મુદ્દે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

આ સર્વેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓ હવે યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાને છોડીને અમેરિાકને પ્રાધાન્ય આપતા થયા છે. ખાસ કરીને કેનેડા સાથે ભારતના રાજકીય સંબંધો વણસ્યા બાદ અને કેનેડામાં નોકરી તેમજ રહેઠાણની તંગી સર્જાયા બાદ, કેનેડાની ડિમાન્ડ ઘટી ગઈ છે. 2023ના અંત સુધીમાં વિદ્યાર્થીઓનો વિદેશ અભ્યાસ માટે અમેરિકા તરફ ઝોક વધ્યો છે. આ સર્વેમાં ભાગ લેનારા 50 ટકા વિદ્યાર્થીઓનું કહેવું છે કે પહેલા તેમનું આયોજન યુકે જવાનું હતું, પરંતુ પોલિસી બદલાતા તેઓ નવા રસ્તા શોધી રહ્યા છે.

યુકેની નવી પોલિસી પ્રમાણે અહીં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ પોતાના પરિવારને યુકે નથી લાવી શક્તા. આ ઉપરાંત યુકેની યુનિવર્સિટીઝે ફીમાં પણ વધારો કર્યો છે. બીજી તરફ કેનેડા અને ઓસ્ટ્રેલિયા પણ જુદા જુદા નિયમો કડક કરી રહ્યા છે. આ બંને દેશોમાં તો રહેઠાણની પણ અછત સર્જાઈ રહી છે, અને રહેઠાણ મળે છે તો મોંઘા મળે છે. એક સમયે કેનેડા ભારતીય વિદ્યાર્થીઓનું ફેવરિટ હતું, પરંતુ હવે તેનો ક્રેઝ ઘટ્યો છે.

વધુ વાંચો: જો વિદેશમાં ભણવા જવું છે, તો 5 બાબતોને અચૂક ફોલો કરો

નિષ્ણાતોનું માનવું છે કે કેનેડામાં હાલ નોકરીની તકો ખૂબ જ ઘટી છે અને રહેવાનો ખર્ચ વધ્યો છે. એટલે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા જવા ઈચ્છી રહ્યા છે. ફેબ્રુઆરી 2023થી જાન્યુઆરી 2024 દરમિયાન ભારતમાંથી કેનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકા જેટલો જબરજસ્ત ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ યુકેમાં પણ પોલિસી બદલાઈ રહી છે.

આ બધા જ કારણોસર ભારતીય વિદ્યાર્થીઓ યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાને છોડીને અન્ય દેશો પર નજર ઠેરવી રહ્યા છે. મોટા ભાગે વિદ્યાર્થીઓ હવે ઈટાલી, જર્મની, ન્યૂઝીલેન્ડ જવાનું પસંદ કરી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

nri news
Bhavin Rawal

Bhavin Rawal

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ