બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Earthquake shock was felt in Kutch today at 1.51 pm

BIG BREAKING / ફરીવાર ધ્રુજી કચ્છની ધરા: 3.7ની તીવ્રતાનો આંચકો આવતા મચી દોડધામ

Malay

Last Updated: 03:13 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતબાદ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોરે 1.51 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7ની માપવામાં આવી છે.

  • આજે ફરી કચ્છની ધરા ધ્રુજી ઉઠતા સ્થાનિકોમાં ફફડાટ 
  • બપોરે 1.51 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો 
  • રિક્ટર સ્કેલ પર માપવામાં આવી 3.7ની તીવ્રતા

કચ્છની ધરતી સતત ભૂકંપના હળવા આંચકાથી ધ્રુજતી રહે છે, ત્યારે આજે ફરી કચ્છની ધરા ધ્રુજી ઉઠતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છમાં આજે બપોરે 1.51 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

3.7ની માપવામાં આવી તીવ્રતા
આજે બપોરે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7ની માપવામાં આવી છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 25 કિલોમીટર દૂર નોંધાયું છે. મહત્વનું છે કે, ગઈકાલે મોડી રાત્રે સુરતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

કચ્છમાં 3.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, રાપરથી 13 km દૂર  કેન્દ્રબિંદુ | An earthquake of magnitude 3.6 was felt in Kutch

સુરતમાં અનુભવાયો હતો 3.8નો આંચકો
આ પહેલા સુરતમાં ગઈકાલે મોડી રાત્રે 3.8ની તિવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાત્રે 1 વાગ્યે સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાતે ભૂકંપનો આંચકો અનુભવાતા ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. 

રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા માપવામાં આવી
સુરતમાં આવેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા માપવામાં આવી હતી. જ્યારે કેન્દ્રબિંદુ સુરતથી 27 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયું હતું. આપને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા કચ્છમાં ભૂકંપનો આંચકા અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે દુધઈથી 19 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું. 

અમરેલીમાં અનુભવાયો હતો ભૂકંપનો આંચકો
આ પહેલા 5 ફેબ્રુઆરીએ મોડી રાત્રે અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી જિલ્લાના મિતિયાળા, સાવરકુંડલા, બાઢડા, સૂરજવડીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.  રાત્રિના 9.10 મિનિટે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મિતિયાળા બાદ અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. 

4 ફેબ્રુઆરીએ પણ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા
અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં 4 ફેબ્રુઆરીએ પણ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. જેમાં પહેલો આંચકો સવારે 7.51 કલાકે, બીજો આંચકો સવારે 7.53 કલાકે અને ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું હતું. 

કચ્છમાં વધુ એક મોટા ભૂકંપની શકયતા,રાજકોટ-અમદાવાદ સુધી અસર કરશે,સિસ્મોલોજીએ  કર્યો દાવો | Possibility of another major earthquake in Kutch

બે અઠવાડિયા પહેલા તપાસ માટે પહોંચી હતી ટીમ
અત્રે ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયા પહેલા મીતીયાળા ગામે સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ તપાસ માટે પહોંચી હતી. તેમણે મીતીયાળા વાસીઓ સાથે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં 6400 કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના-નાના આંચકાઓ આવે છે. 

ભૂકંપ આવે તો શું કરવું ?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ