બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Dustbins will be provided in 10 thousand big societies in Ahmedabad

સ્વચ્છતા / મિશન ક્લીન અમદાવાદ: મોટી મોટી સોસાયટીઓને ગિફ્ટમાં મળશે આ વસ્તુ, રોજ સવારે કચરો ફેંકવાની માથાકૂટ થશે દૂર

Malay

Last Updated: 04:19 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ક્લીન અમદાવાદ’ હેઠળ દસ હજાર મોટી સોસાયટીઓમાં ચાર-ચાર ડસ્ટબિન ધરાવતી હાથલારી વિનામૂલ્યે આપવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા રૂ.10 કરોડનો ખર્ચ થશે.

 

  • સોસાયટીઓમાં ચાર ડસ્ટબિન ધરાવતી હાથલારી અપાશે
  • ઝોનદીઠ 1500 હાથલારી નિઃશુલ્ક આપવાની વિચારણા 
  • આગામી અઠવાડિયાથી શરૂ કરાશે વિતરણ

આપણા અમદાવાદને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો સતત જહેમત ઉઠાવી રહ્યા છે. શહેરમાં રોજેરોજ સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી હોઈ વધુને વધુ લોકો અને ધંધાર્થીઓને તેમનો રોજેરોજનો કચરો સૂકો અને ભીનો - એમ બે ભાગમાં વિભાજિત કરી તંત્રની કચરાગાડીને આપવા માટે સમજ અપાઈ રહી છે. ઉપરાંત શહેરીજનોને દસ લિટર ક્ષમતાનાં ભૂરા અને લીલા રંગનાં બે ડસ્ટબિન વિનામૂલ્યે અપાઈ રહ્યાં હોઈ આવાં 20 લાખથી વધુ ડસ્ટબિનનું શહેરમાં વિતરણ થઈ ચૂક્યું છે. હવે મ્યુનિ. કોર્પો.ના ભાજપના શાસકો શહેરની મોટી સોસાયટી અને ફ્લેટમાં ચાર-ચાર ડસ્ટબિન ધરાવતી હાથલારી વિનામૂલ્યે આપવા જઈ રહ્યા છે. જો બધું સમુસુતરું પાર ઊતરશે તો આવતા અઠવાડિયાથી કચરાની હાથલારીનું વિતરણ શરૂ થઈ જશે.

Preparation of system to take Ahmedabad city towards Zero Waste City

હજારો ગૃહિણીઓને અપાઈ સમજ
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન અમદાવાદને ઝીરો વેસ્ટ સિટી બનાવવા માટે ભારે પ્રયત્નશીલ છે. તેમના આદેશથી બે મહિના પહેલાં શહેરમાં કચરાનાં સેગ્રિગેશન માટે મોટી ટ્રિગર ઈવેન્ટ પણ યોજાઈ હતી. શહેરમાં સતત ત્રણ દિવસ માટે યોજાયેલી આ ટ્રિગર ઈવેન્ટ હેઠળ હજારો ગૃહિણીઓને સૂકો અને ભીનો કચરો અલગ કરીને કચરાગાડીને આપવાની સમજ અપાઈ હતી. 

નવાં ડસ્ટબિન ખરીદવાની તજવીજ શરૂ
શાસક ભાજપ દ્વારા ઘરે ઘરે ડસ્ટબિન મફત આપવાની જાહેરાત ગયા બજેટમાં કરાઈ હતી તેને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 20 લાખથી વધુ ડસ્ટબિનનો લાભ શહેરીજનોને મળી ચૂક્યો છે. આની પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી રૂ.25 કરોડ ખર્ચાઈ ચૂક્યા હોઈ નવાં ડસ્ટબિન ખરીદવાનાં પણ ચક્રો ગતિમાન થઈ ચૂક્યાં છે.

રૂ.10 કરોડનો થશે ખર્ચ
મોટી સોસાયટી અને ફ્લેટમાં ચાર-ચાર ડસ્ટબિન ધરાવતી હાથલારી વિના મૂલ્યે આપવા માટેની દિશામાં કવાયત હાથ ધરાઈ હોઈ તંત્ર પાસે કુલ 10 હજાર હાથલારી પૈકી 800 હાથલારી આવી ચૂકી છે. અગાઉના એક જૂના ઠરાવ મુજબ મોટી સોસાયટી અને ફ્લેટ વિસ્તારના નાગરિકોને નિઃશુલ્ક હાથલારી પૂરી પાડવા રૂ.10 કરોડ ખર્ચાશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવે છે.

ભૂલથી પણ તુલસીના છોડની આસપાસ ન રાખતા આ 5 ચીજ, નહીંતર થઈ શકે છે અણધાર્યું  નુકસાન! | Do not keep these 5 things near Tulsi plant even by mistake

અમદાવાદને સ્વચ્છ રાખવા ઝુંબેશ અવિરત ચાલું 
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સાત ઝોન હોઈ ઝોનદીઠ 1500 હાથલારી નિઃશુલ્ક આપવાની વિચારણા ચાલતી હોઈ તેનું વિતરણ આગામી અઠવાડિયાથી શરૂ કરાશે. 
બીજી તરફ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનના આદેશ મુજબ શહેરમાં અવિરતપણે સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે, જે હેઠળ દક્ષિણ ઝોનમાં બહેરામપુરા વોર્ડ ખાતેની ચેપીરોગ હોસ્પિટલ રોડ પર ગંદકી ફેલાવતા અને સ્વચ્છતા ન જાળવતા એકમો વિરુદ્ધ તંત્રએ લાલ આંખ કરી હતી તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા પાનના ગલ્લા અને પેપર કપ વાપરતી ચાની કીટલીઓ પર ત્રાટકીને તંત્ર દ્વારા બંધ કરી દેવાઈ હતી. અમદાવાદને સ્વચ્છ રાખવા માટે શહેરમાં આ પ્રકારની ઝુંબેશ અવિરત ચાલુ છે.

સ્વચ્છતા અભિયાન રેલીનું કરાયું હતું આયોજન
સ્વચ્છ ભારત મિશન હેઠળ મધ્ય ઝોનમાં દરરોજ જાહેર રોડ પર સ્વચ્છતા અભિયાન રેલી યોજાઈ રહી છે, જે અંતર્ગત ગઈ કાલે દરિયાપુર વોર્ડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી હલીમની ખડકીથી દિલ્હી ચકલા, કાલુપુર ફ્રૂટ માર્કેટ, દરિયાપુર દરવાજાથી પ્રેમ દરવાજા થઈ દિલ્હી ચકલા સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ચાંદલોડિયા વોર્ડના સિલ્વરસ્ટાર ક્રોસ રોડ ખાતે શહેરની સુંદરતા અકબંધ રાખવા તથા સ્વચ્છતાની સુવિધામાં વધારો કરવાના હેતુથી તંત્રએ ટ્રિગર ડ્રાઇવ કરીને લોકોને ગંદકી ન કરવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તથા કચરાના સેગ્રિગેશન માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. આવા જ પ્રકારની ઝુંબેશ નહેરુનગર વિસ્તારમાં પણ તંત્રએ કરી હતી. શહેરના શાસકો  દ્વારા ઝીરો વેસ્ટ સિટીના ધ્યેયને સાકાર કરવા માટે મોટી સોસાયટી અને ફ્લેટ વિસ્તારમાં ચાર-ચાર ડસ્ટબિન ધરાવતી હાથલારી નિઃશુલ્ક અપાવાની હોઈ તેનાથી કચરાનાં સેગ્રિગેશનની મ્યુનિ. તંત્રની ઝુંબેશને વધુ વેગ મળશે તેવી ચર્ચા ઊઠી છે.

લોકો તેમનાં ડસ્ટબિન તત્કાળ મેળવી લે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું છે કે જે લોકોએ દસ-દસ લિટરનાં બે ડસ્ટબિન હજુ સુધી મેળવ્યાં નથી તો તેઓ તેમના ચેરમેન, સેક્રેટરી પાસેથી યાદી બનાવડાવીને તેને તત્કાળ તંત્ર પાસેથી મેળવી લે અને શહેરને સ્વચ્છ રાખવાના અભિયાનમાં હંમેશની જેમ ઉમળકો દાખવે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ