બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / સ્પોર્ટસ / Cricket / During the PAK vs AUS match, the fans raised slogans of 'Pakistan Zindabad', police stopped them, VIDEO went viral

ક્રિકેટ / PAK vs AUS મેચ દરમિયાન ચાહકોએ લગાવ્યા 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા, પોલીસે રોક્યા તો મચાવ્યો હંગામો, VIDEO વાયરલ

Megha

Last Updated: 09:50 AM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન મેચ દરમિયાન એક ફેન 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવી રહ્યો હતો.જ્યારે એક પોલીસકર્મીએ તેને આમ કરતા અટકાવ્યો, હાલ આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023 ની 18મી મેચ રમાઈ હતી
  • આ મેચ દરમિયાન એક દર્શકે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા 
  • 'ભારત માતા કી જય'ના નારા લગાવી શકો તો 'પાકિસ્તાન ઝિંદાબાદ' કેમ નહીં?

શુક્રવારે રાત્રે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023 ની 18મી મેચ રમાઈ હતી.આ મેચમાં ઘણા રન થયા હતા અને 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે 62 રને શાનદાર જીત નોંધાવી હતી. આ મેચ દરમિયાન પાકિસ્તાન હાર્યું હતું પરંતુ તેના એક પ્રશંસકે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી છે.

મેચ દરમિયાન એક દર્શકે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા 
વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન મેચ દરમિયાન એક ફેન 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવી રહ્યો હતો.જ્યારે એક પોલીસકર્મીએ તેને આમ કરતા અટકાવ્યો ત્યારે હોબાળો મચી ગયો હતો.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 43 સેકન્ડના વીડિયોમાં પાકિસ્તાની જર્સી પહેરેલ એક વ્યક્તિ પોલીસ અધિકારી સાથે દલીલ કરતો જોઈ શકાય છે. ચાહકે કહ્યું, 'હું પાકિસ્તાનથી છું, જો હું 'પાકિસ્તાન ઝિંદાબાદ' નહીં બોલું તો શું બોલીશ?'

'ભારત માતા કી જય'ના નારા લગાવી શકો તો 'પાકિસ્તાન ઝિંદાબાદ' કેમ નહીં?
ચાહકે એમ પણ પૂછ્યું કે જ્યારે લોકો 'ભારત માતા કી જય'ના નારા લગાવી રહ્યા છે તો પછી તેઓ 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા કેમ નથી લગાવી શકતા?જવાબમાં અધિકારી કહે છે કે 'ઝિંદાબાદ નહીં' બોલવાનું. ચાહક પછી પોલીસ અધિકારી એ વાક્યનું પુનરાવર્તન કરવા કહે છે કારણ કે તે તેને તેના ફોન પર રેકોર્ડ કરવાનો પ્રયાસ કરે છે.

કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા પોલીસકર્મીઓએ લીધા કડક પગલાં 
સોશિયલ મીડિયા પર ફેન્સ આ ઘટના પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરંતુ હવે આ ઘટનાનું સમગ્ર સત્ય સામે આવ્યું છે. હકીકતમાં, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ મેચ દરમિયાન, શુક્રવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ સંકુલમાં તૈનાત પોલીસકર્મીઓએ કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે ચાહકોને નિયંત્રિત કરવા માટે કેટલાક કડક પગલાં લીધા હતા.પોલીસે ચાહકોને વિરોધ રૂપે કાળા કપડાં ન પહેરવાની સલાહ આપી હતી.જો કે આ સ્ટેડિયમમાં પ્રવેશતી વખતે તેમને ચોક્કસ રંગ અથવા ટીમની જર્સી પહેરવાથી નહતા રોકવામાં આવ્યા. 

પોલીસે ચાહકોને ઉશ્કેરણીજનક સૂત્રો સાથે પ્લેકાર્ડનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.સ્ટેડિયમની સુરક્ષા સંભાળતા અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમને સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલા ચાહકોના પ્લેકાર્ડ અને બેનરો તપાસવાની સૂચના આપવામાં આવી હતી, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને.'

કેવી રહી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન મેચ?
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતથી જ પાકિસ્તાનીઓ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી.ડેવિડ વોર્નર (163) અને મિશેલ માર્શ (121)ની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 259 રનની ભાગીદારી કરી હતી.આ દરમિયાન બંને બેટ્સમેનોએ સદી ફટકારી હતી.જો કે આ પછી ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન લાંબો સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહોતો પરંતુ કાંગારૂ ટીમ 367ના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.

શાહીન આફ્રિદીએ આ સમયગાળા દરમિયાન પાકિસ્તાન માટે પોતાનો પંજો ખોલ્યો હતો.આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમને પણ તેના ઓપનિંગ બેટ્સમેનોએ સારી શરૂઆત આપી હતી અને પ્રથમ વિકેટ માટે 134 રન જોડ્યા હતા, પરંતુ નબળા મિડલ ઓર્ડરને કારણે ટીમ 45.3 ઓવરમાં 302 રન પર સમેટાઈ ગઈ હતી.ઓપનર સિવાય કોઈ પાકિસ્તાની બેટ્સમેન 50 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો.ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ