બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / During menses the daughter-in-law was tied up, starved and then blood collected

શૉકિંગ ન્યૂઝ / માસિક ધર્મ દરમિયાન વહુને બાંધી, ભૂખી રાખી પછી ભેગું કર્યું લોહી... પુણે સાસરી પક્ષનો 'અઘોરી કાંડ'

Priyakant

Last Updated: 08:22 AM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાસરિયાઓએ પુત્રવધૂને 'અઘોરી પૂજા' માટે બાંધી રાખી તેને ભૂખી રાખી બળજબરીથી તેનું માસિક ધર્મનું (પિરિયડનું) લોહી એકઠું કર્યું અને 50,000 રૂપિયામાં વેચી દીધું

  • સાસરિયાઓએ પુત્રવધૂને 'અઘોરી પૂજા' માટે બાંધી રાખી તેને ભૂખી રાખી
  • બળજબરીથી માસિક ધર્મનું (પિરિયડનું) લોહી એકઠું કરી 50,000 રૂપિયામાં વેચ્યું
  • પરિણીતાએ  પતિ સહિત 7 સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી 

મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સાસરિયાઓએ 27 વર્ષની પુત્રવધૂને 'અઘોરી પૂજા' માટે બાંધી રાખી તેને ભૂખી રાખી હતી. જે બાદમાં બળજબરીથી તેનું માસિક ધર્મનું (પિરિયડનું) લોહી એકઠું કર્યું અને 50,000 રૂપિયામાં વેચી દીધું હતું. આ તરફ જ્યારે મહિલા પુણેમાં તેના મામાના ઘરે ગઈ ત્યારે તેણે ફરિયાદ નોંધાવી. સમગ્ર મામલે વિશ્રાંતવાણી પોલીસે મહિલાના પતિ સહિત 7 સાસરિયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ માટે બીડ પોલીસને કેસ ટ્રાન્સફર કર્યો છે.

શું છે સમગ્ર મામલો ? 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો વર્ષ 2019નો છે. મહારાષ્ટ્રના બીડના સૌંદાના ગામની 27 વર્ષીય પરિણીત મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેણીને માસિક ધર્મના સમયગાળા દરમિયાન બાંધવામાં આવી હતી. આ સાથે ત્રણ દિવસના ભૂકી રાખવામાં આવી હતી. આ સાથે તેણીનું માસિક ધર્મનું (પિરિયડનું) લોહી એકત્ર કરવામાં આવ્યું અને તે લોહી આરોપી દિયરે 'અઘોરી પૂજા' માટે રૂ. 50,000માં વેચ્યું હતું. પરણિત મહિલા સાથે તેના સાસરે ગયેલી ક્રૂરતા તેની સહનશક્તિ બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ પરણિત મહિલા બીડ જિલ્લામાં તેના સાસરેથી પુણેમાં તેના મામાના ઘરે પહોંચી અને કેસ દાખલ કર્યો.

કાળા જાદુ એક્ટ હેઠળ કેસ 
હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ અકુદરતી ગુનાઓ, છેડતી અને અઘોરી પ્રથા અને કાળા જાદુ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે, મહિલાનું પિયર પુણેમાં છે, આ ગુનાની ફરિયાદ અહીંના વિશ્રાંતવાણી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પરંતુ આ કેસ બીડ પોલીસને તપાસ માટે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

રાજ્ય મહિલા આયોગે આ મામલાની નોંધ લીધી 
મહત્વનું છે કે, રાજ્ય મહિલા આયોગે પણ આ મામલાની નોંધ લીધી છે. નોંધનીય છે કે, આ પહેલો કિસ્સો નથી, જ્યારે મહારાષ્ટ્રમાં અઘોરી પૂજાને લઈને આવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ પહેલા પણ એક ઘટનામાં પીડિતાએ તેના સાસરિયાઓ પર આરોપ લગાવ્યો હતો કે, તેને બાળક માટે માનવ અને જાનવરના હાડકા ખાવા માટે મજબૂર કરવામાં આવી હતી. પુણેમાં છેલ્લા બે મહિનામાં આ બીજો કિસ્સો છે, જ્યારે તંત્ર-મંત્રની આડમાં પરિણીત મહિલાઓ સાથે બર્બરતાની હદ વટાવી દેવામાં આવી હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ