બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Due to Bullet Train Project, the residents of Shahibaug's Nilambagh Society face more hardships.

સમસ્યા / બુલેટ ટ્રેનના કારણે અમદાવાદના રહીશો મુશ્કેલીમાં, સ્થાનિકોએ કહ્યું 'મરી જઇશું તો વાંધો નહીં પરંતુ જવાબદારી કોની?'

Malay

Last Updated: 01:03 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે શાહીબાગની નિલમબાગ સોસાયટીના રહીશોની વધી મુશ્કેલીઓ, સ્થાનિકોને ઈમારત ધરાશાયી થવાનો સતાવી રહ્યો છે ડર

  • બુલેટ ટ્રેનને કારણે રહીશો મુશ્કેલીમાં મુકાયા 
  • નિલમબાગ સોસાયટીની મુશ્કેલીઓ વધી
  • સુપરફાસ્ટ ટ્રેન નીકળતા ઇમારત ધ્રુજે છેઃ સ્થાનિક
  • દુર્ઘટના બને તો કોણ જવાબદારઃ સ્થાનિક 

Ahmedabad News: અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી દેશની પ્રથમ એવી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને કારણે શાહીબાગની નિલમબાગ સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. સોસાયટીના રહીશોને ડર સતાવી રહ્યો છે કે તેમની સોસાયટી 40 વર્ષ જૂની છે, બુલેટ ટ્રેન માટે જે રીતે પિલરનું કામકાજ ચાલી રહ્યું છે તેનાથી તેમની સોસાયટી વધુ નબળી પડી જશે. જો સાવધાની રાખવામાં નહીં આવે તો તે ધ્વસ્ત પણ થઈ શકે છે.  

નિલમબાગ સોસાયટીના રહીશો ચિંતામાં
શાહીબાગના ગિરધરનગર વિસ્તારની નિલમબાગ સોસાયટીના રહીશો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈ નારાજ છે. શાહીબાગમાં ચંદ્રમણી હોસ્પિટલની પાછળ આવેલી નિલમબાગ સોસાયટીમાં 48 યુનિટ છે અને તે રેલવે ટ્રેકથી માત્ર 1.25 મીટર દૂર છે. આ ઈમારત એટલી જૂની છે કે તે ધ્રુજારી સહન કરી શકે તેમ નથી. સ્થાનિકો જણાવી રહ્યા છે કે, ટ્રેન નીકળતા ઇમારત ધ્રુજે છે.  જો કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર?

'શું અમે અમારી આહુતી આપીએ તેમાં તમને રસ છે'
શ્યામભાઈ શાહ નામના રહીશે જણાવ્યું કે,'અમે આ પ્રોજેક્ટનો વિરોધ નથી કરી રહ્યા, અમે આ પ્રોજેક્ટને આવકારીએ છીએ. અમે નજીકમાં રહીએ છીએ તેના કારણે અમારા મકાનો પડી જાય શું તમે અમારી આહુતી લેવામાં માનો છો, શું અમે અમારી આહુતી આપીએ તેમાં તમને રસ છે.'


 
 સુપરફાસ્ટ ટ્રેન નીકળે તો પણ ધ્રુજારી થાય છેઃ સ્થાનિક 
અન્ય એક રહીશે જણાવ્યું કે, અત્યારે માલગાડી કે સુપરફાસ્ટ ટ્રેન નીકળે તો પણ ધ્રુજારી થાય છે. બુલેટ ટ્રેનવાળા તો કંઈ માનવા તૈયાર જ નથી. તેઓ તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે અમારે તમારી સાથે કોઈ લેવા દેવા જ નથી. અમે અમારું કામ કરીશું તેમાં તમારી સોસાયટીને કઈ નુકસાન નહીં થાય. પરંતુ નુકસાન થશે તો જવાબદારી તમે લેશો, તેનું અમને લેખિતમાં આપો. 

અમારું સાંભળવામાં આવતું નથીઃ સ્થાનિક મહિલા
નિલમબાગ સોસાયટીની મહિલાએ જણાવ્યું કે, અમે નિલમબાગ સોસાયટીના રહીશો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આવકારીએ છીએ. અમે ત્રણ વર્ષથી વારંવાર આજ રજૂઆત લેખિતમાં કરી રહ્યા છીએ, છતાં અમારું કંઈ સાંભળવામાં આવતું નથી.  અમે સ્ટ્રક્ચર રિપોર્ટ પણ રજૂ કર્યો છે, સ્ટ્રક્ચર રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે અહીં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ જ નહીં, અન્ય કોઈ બાંધકામ કરવામાં આવશે તો પણ તમારો ફ્લેટ ધરાશાયી થવાની પૂરેપૂરી સંભાવના છે. અમારો ફ્લેટ રહેવા લાય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ