બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Drishyam became the first Indian film to be remade in Korean language, movie has been made in 7 languages

મનોરંજન / કોરિયન ભાષામાં રિમેક થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની 'દ્રશ્યમ', અત્યાર સુધી કુલ 7 ભાષામાં બની છે મૂવી

Megha

Last Updated: 12:42 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમની કોરિયન રિમેક બનવા જઈ રહી છે અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 7 ભાષામાં બની ચૂકી છે.

  • અજય દેવગનની ફિલ્મની કોરિયન રિમેક બનવા જઈ રહી છે
  • કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની જાહેરાત કરવામાં આવી
  • અત્યાર સુધી કુલ 7 ભાષામાં બની છે 'દ્રશ્યમ' 

ફિલ્મ 'દ્રશ્યમ'ના નામમાં વધુ એક સફળતા જોડાઈ છે જણાવી દઈએ કે અજય દેવગનની ફિલ્મની કોરિયન રિમેક બનવા જઈ રહી છે અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. પેનોરમા સ્ટુડિયો અને એન્થોલોજી સ્ટુડિયોએ આ ફિલ્મ માટે ભાગીદારી કરી છે. આ સાથે જ મહત્વની વાત એ છે કે આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય ફિલ્મ કોરિયન ભાષામાં રીમેક થવા જઈ રહી છે. 

અત્યાર સુધી કુલ 7 ભાષામાં બની છે 'દ્રશ્યમ' 
નોંધનીય છે કે 'દ્રશ્યમ' પહેલીવાર મલયાલમ ભાષામાં 2013માં બનાવવામાં આવી હતી, જેમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં હતા. અત્યાર સુધીમાં તેને 7 ભાષાઓમાં બનાવવામાં આવી છે, જેમાંથી ત્રણ વિદેશી ભાષાઓ પણ સામેલ છે. હવે તે 8મી વખત કોરિયન ભાષામાં બનવા જઈ રહી છે.  પેનોરમા સ્ટુડિયો-એન્થોલોજી સ્ટુડિયોએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર જાહેરાત કરી છે. કુમાર મંગત પાઠકના પેનોરમા સ્ટુડિયો અને એન્થોલોજીએ કોરિયામાં દ્રશ્યમ ફ્રેન્ચાઈઝીને રીમેક કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી. આ ફિલ્મમાં 'પેરાસાઇટ' એક્ટર સોંગ કંગ હો એકટર અને નિર્દેશક કિમ જી વૂન હશે.

'દ્રશ્યમ' વર્ષ 2015માં હિન્દીમાં રિલીઝ થઈ હતી
જણાવી દઈએ કે 'દ્રશ્યમ' વર્ષ 2015માં હિન્દીમાં આવી હતી જેમાં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન, ઈશિતા દત્તા અને રિષભ ચઢ્ઢાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેનું નિર્દેશન નિશિકાંત કામતે કર્યું હતું, જેઓ હવે આ દુનિયામાં નથી. ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો તે 38 કરોડમાં બની હતી અને તેણે વિશ્વભરમાં 111 કરોડનું કલેક્શન કર્યું હતું. તેનો બીજો ભાગ વર્ષ 2022માં રિલીઝ થયો હતો.

ચીન, ઇન્ડોનેશિયા પછી કોરિયન રિમેક
ચીનમાં રીમેક થનારી આ પહેલી ભારતીય ફિલ્મ છે. સપ્ટેમ્બર 2021માં ઇન્ડોનેશિયન રિમેકની જાહેરાત કરવામાં આવી હતી. તે ઇન્ડોનેશિયનમાં રીમેક થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની હતી. કોરિયન રિમેકની જાહેરાત મે 2023માં કરવામાં આવી હતી અને તે કોરિયનમાં રિમેક થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.

'દ્રશ્યમ' વર્ષ 2013માં મલયાલમ ભાષામાં બની હતી. આ ક્રાઈમ-થ્રિલર ફિલ્મ જીતુ જોસેફ દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી હતી જેમાં મોહનલાલ અને મીના ઉપરાંત અન્સીબા હાસન, એસ્થર અનિલ, કલાભવન શાજોન, આશા શરથ, સિદ્દીકી, રોશન બસીર અને નીરજ માધવ સહાયક ભૂમિકામાં હતા. આ પછી ફિલ્મ 'દ્રશ્યમ 2'નો બીજો ભાગ વર્ષ 2021માં રીલિઝ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ