બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / આરોગ્ય / drinking coffee spike your blood sugar levels and it is harmfull for your health

હેલ્થ ટિપ્સ / મોટા ભાગના લોકો કરે છે આવી ભૂલ! સવારે ઉઠતાંવેંત જ ચા કોફી પીવાની ટેવ હોય તો ચેતજો, ડૉક્ટરે બતાવ્યું કઈ રીતે હેલ્થ માટે છે હાનિકારક

Manisha Jogi

Last Updated: 12:50 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોફી પીધા પછી એનર્જેટીક અને ફ્રેશ ફીલ થાય છે. કોફીમાં કેફીન હોય છે, જે લોહીમાં ભળી જાય તો બ્રેઈનનો થાક દૂર કરીને બ્રેઈન એક્ટીવ કરી દે છે. સવારે ઉઠતાવેંત કોફીનું સેવન ના કરવું જોઈએ.

  • અનેક લોકો એક કપ ગરમ કોફીથી દિવસની શરૂઆત કરે છે
  • સવારે ઉઠતાવેંત કોફીનું સેવન ના કરવું જોઈએ
  • આ પ્રકારે કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે

અનેક લોકો એક કપ ગરમ કોફીથી દિવસની શરૂઆત કરે છે. કોફી પીધા પછી એનર્જેટીક અને ફ્રેશ ફીલ થાય છે. કોફીમાં કેફીન હોય છે, જે લોહીમાં ભળી જાય તો બ્રેઈનનો થાક દૂર કરીને બ્રેઈન એક્ટીવ કરી દે છે. સવારે ઉઠતાવેંત કોફીનું સેવન ના કરવું જોઈએ, નહીંતર બ્લડ શુગર લેવલ વધી શકે છે. જેના કારણે અનેક સમસ્યા થઈ શકે છે, જેમાં ડાયાબિટીસ પણ શામેલ છે.

કેફીન કઈ રીતે કામ કરે છે?
ઉઠતા પહેલા આખા દિવસ માટે શરીરને તૈયાર કરવા માટે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન રિલીઝ થાય છે. કોર્ટિસોલ લેવલ પહેલેથી જ વધી ગયું હોવાની પરિસ્થિતિમાં કોફીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. દૂધ વગરની કોફી પીવાથી પણ આ સમસ્યા થાય છે. નિષ્ણાંતો અનુસાર સવારે ઉઠીએ તેના એક કલાક પછી કોફીનું સેવન કરવું જોઈએ, ત્યાં સુધીમાં કોર્ટિસોલ હોર્મોન લેવલ ઓછું થવા લાગે છે. આ પ્રકારે બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે. ભોજન કર્યા પછી ચાલવાથી પણ બ્લડ શુગર લેવલ ઓછું થઈ શકે છે. ચાલવા માટે મસલ્સ વધારાના શુગરનો ઉપયોગ કરે છે. બ્લડ શુગર કંટ્રોલમાં ના રહે તો ધમનીઓ અને તંત્રિકા તંત્રને નુકસાન થઈ શકે છે. 

ભારતમાં ડાયાબિટીસના દર્દી
ભારતમાં 10 કરોડ લોકો ડાયાબિટીસ, 13.60 કરોડ પ્રી-ડાયાબિટીસના દર્દીઓ, 31.5 કરોડ હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ છે. ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે કે, તેઓ આ બિમારીથી પીડાઈ રહ્યા છે. યૂ.કેમાં સાત મિલિયન પ્રીડાયાબિટીસના દર્દી છે અને તેમને ટાઈપ 2 ડાયાબિટીસ છે. ટાઈપ 2 ડાયાબિટીસ પહેલા માત્ર પ્રીડાયાબિટીસ થાય તો પણ મૃત્યુ થવાનું જોખમ 60 ટકા વધી જાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ