બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Do you also have a habit of drinking water standing up? So alert

હેલ્થ / શું તમને પણ ઊભા-ઊભા પાણી પીવાની છે આદત? તો એલર્ટ! શરીરમાં સર્જાઇ શકે છે અનેક સમસ્યા

Pooja Khunti

Last Updated: 10:20 AM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો પોતાની તરસ છીપાવવા ઉભા રહીને પાણી પીવા લાગે છે. ઉભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

  • ઉભા રહીને પાણી પીવાથી યુરિક એસિડની સમસ્યા થઈ શકે છે
  • ઊભા રહીને પાણી પીવાથી ફેફસાં અને હૃદયને ઘણું નુકસાન થાય છે
  • હંમેશા આરામથી બેસીને પાણી પીવું જોઈએ

માનવ શરીરમાં લગભગ 60 થી 70% પાણી હોય છે. આના પરથી તમે કલ્પના કરી શકો છો કે પાણી તમારા શરીર માટે કેટલું જરૂરી છે. તમારું શરીર જીવંત રહેવા માટે સંપૂર્ણપણે પાણી પર નિર્ભર છે. જો શરીરમાં પાણીની થોડી પણ ઉણપ હોય તો તમારા શરીરને ડિહાઇડ્રેશનનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારા શરીર અને તેના અંગો યોગ્ય રીતે કાર્ય કરે તે માટે તમારે દરરોજ 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે પાણી પીવાની સાચી રીત કઈ છે? ઘણા લોકો પોતાની તરસ છીપાવવા ઉભા રહીને પાણી પીવા લાગે છે. ઉભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જાણો કે ઉભા રહીને પાણી પીવાથી તમને કઈ-કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઉભા રહીને પાણી પીવાથી આ સમસ્યાઓ થઈ શકે છે

  • ઊભા રહીને પાણી પીવાથી જ્ઞાનતંતુઓ ખેંચાય છે અને પ્રવાહી પદાર્થોનું સંતુલન ખોરવાય છે. જેનાથી અપચની સમસ્યા વધે છે. 
  • ઉભા રહીને પાણી પીવાથી યુરિક એસિડની સમસ્યા થઈ શકે છે. 
  • ઊભા રહીને પાણી પીવાથી ફેફસાં અને હૃદયને ઘણું નુકસાન થાય છે. 
  • ઊભા રહીને પાણી પીવાથી નર્વસ સિસ્ટમ પર પ્રતિકૂળ અસર થાય છે અને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. 
  • જો તમે બહારથી આવી રહ્યા હોય તો ભૂલથી પણ તરત જ પાણી ન પીવું જોઈએ. આનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

વાંચવા જેવું: જો વજન ઘટાડવા તમે રોજ પી રહ્યાં છો ફ્રૂટ જ્યુસ, તો એલર્ટ! નહીં થાય કોઇ ફાયદો, જાણો કારણ

પાણી પીવાની સાચી રીત 
હંમેશા આરામથી બેસીને પાણી પીવું જોઈએ. પાણી ક્યારેય એક સાથે પીવું જોઈએ નહીં પરંતુ હંમેશા નાના ઘૂંટડે પીવું જોઈએ. જો તમે ઝડપથી પાણી પીશો તો તેનાથી લાભ કરતાં નુકસાન વધુ થશે. ધીમે-ધીમે પાણી પીવાથી શરીરનું ઈલેક્ટ્રોલાઈટ સંતુલન સારું રહે છે અને શરીરને તમામ જરૂરી મિનરલ્સ મળી રહે છે. તેમજ જમતી વખતે પાણી ન પીવું જોઈએ, પરંતુ જમ્યા પછી પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે. 

આ આર્ટિકલ પ્રાપ્ત માહિતીના આધારે છે. પરંતુ એક વાર તેનો અમલ કરતા પહેલા એક વાર તમારે ડોક્ટરની સલાહ લેવી અત્યંત આવશ્યક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ