do these things to be an active planet prediction these planet are involve in laziness
તમારા કામનું /
આ ગ્રહોની સ્થિતિ બનાવે છે વ્યક્તિને આળસુ અને સુસ્ત, એક્ટિવ રહેવા માટે કરો આ ઉપાય
Team VTV07:36 PM, 21 May 22
| Updated: 07:37 PM, 21 May 22
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનો પોતાનો અલગ સ્વભાવ હોય છે. તેની પાછળ વ્યક્તિના ગ્રહો હોય છે. વ્યક્તિની આળસ કે સુસ્તી પણ ગ્રહોના કારણે જ હોય છે. આવો જાણીએ આની પાછળ કયા ગ્રહો જવાબદાર છે.
દરેક વ્યક્તિનો હોય છે અલગ સ્વભાવ
વ્યક્તિની આળસ પાછળ જવાબદાર છે ગ્રહો
જાણો તેને દૂર કરવાના ઉપાય
આપણા જીવનમાં બનતી ઘટનાઓ પાછળ ગ્રહોનો હાથ હોય છે. વ્યક્તિનો સ્વભાવ, ભવિષ્ય અને વ્યક્તિત્વ બધું અમુક ગ્રહો પર નિર્ભર કરે છે. તમે ઘણી વખત જોયું હશે કે વ્યક્તિ શારીરિક રીતે ફિટ હોવા છતાં પણ આળસ અને સુસ્તીથી ભરેલી હોય છે.
આની પાછળ પણ વ્યક્તિની કુંડળીના ગ્રહોની સ્થિતિ જવાબદાર હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના ગ્રહોની કેટલીક ખાસ સ્થિતિ વ્યક્તિને આળસુ બનાવી દે છે. આવો જાણીએ કઈ ગ્રહની દશા વ્યક્તિને આળસુ અને સુસ્ત બનાવે છે.
શનિની સ્થિતિ
બધા ગ્રહોમાં શનિ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે. જે લોકોના જીવનમાં શનિની અશુભ સ્થિતિ હોય છે. તેઓ જીવનમાં આળસુ બની જાય છે. આનો અર્થ એ નથી કે શનિ આળસમાં વધારો કરે છે. શનિદેવ તો વ્યક્તિને શિસ્તબદ્ધ રહેવા અને સખત મહેનત કરવાનું શીખવે છે. પરંતુ શનિ શત્રુના ઘરમાં હોવાને કારણે વ્યક્તિ સુસ્ત થઈ જાય છે.
સૂર્યની સ્થિતિ
આમ તો સૂર્યને ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તો તે વ્યક્તિને ખૂબ જ આળસુ બનાવી દે છે. વ્યક્તિ એટલી હદે આળસુ બની જાય છે કે તેને પથારીમાંથી ઉઠવાનું મન થતું નથી.
રાહુની સ્થિતિ
વ્યક્તિના જન્મપત્રકમાં રાહુ ચડતા ભાવમાં હોય ત્યારે વ્યક્તિ આળસુ બની જાય છે. આવા લોકો કોઈપણ નિર્ણય સરળતાથી લઈ શકતા નથી. અને સાચા અને ખોટા વચ્ચે ભેદ કરી શકતા નથી. આવા લોકોનું મન ખૂબ જ ધીમેથી કામ કરે છે.
ચંદ્રની સ્થિતિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં જો કેન્દ્ર એટલે કે પહેલા, ચોથા, સાતમાં અથવા દસમાં ઘરના સ્વામી હોય. એટલે કે જે લોકોની કુંડળીમાં આ ઘરોની કર્ક રાશિ હોય છે, તેઓ સ્વભાવે ખૂબ જ આળસુ હોય છે. આવા લોકો વિચારોમાં રહે છે અને મહેનત કરવા માંગતા નથી.
ગુરુની સ્થિતિ
જો કુંડળીમાં ગુરુની દશા નબળી હોય તો વ્યક્તિની આળસ વધે છે. ગુરુની કૃપાથી વ્યક્તિને અહેસાસ થવા લાગે છે કે તેણે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી લીધું છે અને તેને હવે કોઈ પણ પ્રકારની મહેનતની જરૂર નથી. તેથી જ આ લોકો ક્યારેય આગળ વધી શકતા નથી.
આળસને આ રીતે દૂર કરો
કોઈપણ રીતે ચંદનનો ઉપયોગ વ્યક્તિની આળસને દૂર કરવામાં મદદ કરે છે.
રાહુના અશુભ પ્રભાવને ઘટાડવા માટે શુક્રવાર અને રવિવારે ભૈરવ બાબાની પૂજા કરો.
રંગોની પણ વ્યક્તિના જીવન પર ખાસ અસર પડે છે. તમારી જાતને સક્રિય રાખવા માટે શક્ય તેટલો નારંગી રંગનો ઉપયોગ કરો.