બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 10:30 AM, 25 November 2023
ADVERTISEMENT
પગમાં દુખાવો મોટાભાગે થાક, કમજોરી, મસલ્સમાં સ્ટ્રેચના કારણે થઈ શકે છે. પરંતુ જો તમને સતત પગમાં દુખાવાનો અનુભવ કરી રહ્યા છો તો આ કોઈ મોટી બીમારીનો સંકેત હોઈ શકે છે. એક્સપર્ટ્સ અનુસાર પગમાં દુખાવો થવાનો સંબંધ હાર્ટની બીમારી સાથે હોઈ શકે છે જેનો સીધો સંબંધ પેરીફેરલ આર્ટરી ડિઝીઝ સાથે છે.
ADVERTISEMENT
પેરીફેરલ આર્ટરી ડિઝીઝના કારણે નસોમાં કોલેસ્ટ્રોલ, ફેટ જામવા લાગે છે અને તે સંકોચાઈ જાય છે. તેનાથી પગો અને હાથમાં બ્લડનો ફ્લો ઓછો થઈ જાય છે. પગ સુધી યોગ્ય પ્રમાણમાં લોહી ન પહોંચવાના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જો પેરિફેરલ આર્ટરી ડિઝીઝની સારવાર ન કરવામાં આવે તો આ શરીરના અન્ય ભાગોમાં એથેરોસ્ક્લેરોસિસનો સંકેત હોઈ શકે છે. તેનાથી હાર્ટે એટેક અને અન્ય હાર્ટથી જોડાયેલી સમસ્યાઓનો ખતરો વધી જાય છે.
શું પગમાં દુખાવો એક ગંભીર સ્થિતિ?
દરેક વખતે તમે પગના દુખાવાને હાર્ટની સમસ્યા સાથે ન જોડી શકો. પરંતુ જો પગમાં દુખાવો થવા લાગે તો ચેક-અપ કરવાની જરૂર છે. આ દુખાવો તમને જણાવે છે કે શરીરમાં કંઈક સમસ્યા છે.
સામાન્ય રીતે જો કોઈ મુશ્કેલી થાય છે તો પગના દુખાવો સમયની સાથે ગંભીર થતો જાય છે. હલકા દુખાવાને જો નજરઅંદાજ કરી દેવામાં આવે તો તે ધીમે ધીમે બ્લડ સર્ક્યુલેશનના કારણે વધી શકે છે.
હાર્ટની સમસ્યાના કારણે પગમાં દુખાવો થઈ શકે?
દુખાવો સૌથી વધારે પગના નીચેના મસલ્સમાં થાય છે. જેમને પિંડલિયોના નામથી જાણવામાં આવે છે. પરંતુ ક્યારેક ક્યારેક આ દુખાવો ખભા સુધી પણ પહોંચી જાય છે. આ દુખાવો ચાલવા, સીડીઓ ચડવા જેવી શારીરિક ગતિવિધીઓના કારણે થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.