BIG BREAKING /
14મી ગુજરાત વિધાનસભાનું વિસર્જન, ભૂપેન્દ્ર સરકારના રાજીનામાંનો સ્વીકાર કરી રાજ્યપાલે કરી આ ખાસ અપીલ
Team VTV05:44 PM, 09 Dec 22
| Updated: 05:44 PM, 09 Dec 22
14મી ગુજરાત વિધાનસભાનું વિસર્જન: રાજ્યપાલે વિસર્જનનું નોટીફિકેશન જાહેર કર્યું, 12 તારીખે નવી સરકારના શપથગ્રહણ થશે
14મી ગુજરાત વિધાનસભાનું વિસર્જન
રાજ્યપાલે વિસર્જનનું નોટીફિકેશન કર્યું જાહેર
12 તારીખે નવી સરકારના શપથગ્રહણ થશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક ગઈ છે. ત્યારે આગામી 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. તેમજ 14મી ગુજરાત વિધાનસભાનું વિસર્જન.
14મી ગુજરાત વિધાનસભાનું વિસર્જન
14મી ગુજરાત વિધાનસભાનું વિસર્જન. રાજ્યપાલે વિસર્જનનું નોટીફિકેશન જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, નવી સરકારને લઈ 12મી તારીખે શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યપાલને રાજીનામુ પણ આપી દીધુ છે.
રાજ્યપાલે કરી આ ખાસ અપીલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રીના હોદ્દા પરથી તેમજ મંત્રી મંડળના સાથી સદસ્યોના રાજીનામાનો પત્ર રાજભવન ખાતે સુપ્રત કર્યો હતો. જેનો રાજ્યપાલએ સ્વીકાર કર્યો હતો અને અન્ય વ્યવસ્થા સ્થાપિત ન થાય ત્યાં સુધી તેમને રાજ્યના મુખ્યમંત્રી તરીકે મંત્રીમંડળના સદસ્યો સાથે કાર્યભાર સંભાળવા આગ્રહ કર્યો હતો. ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને લઈ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યપાલની મુલાકાત લઈ રાજીનામું આપી દીધું છે. આ તરફ જે શપથવિધિ માટે દિવસ નક્કી કરવામાં આવે તે જ દિવસે ધારાસભ્ય દળની બેઠક મળશે.
12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ
ભાજપની ભવ્ય જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જીત બાદ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા હતા. જે બાદમાં 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ હતી. જોકે અહી શપથવિધિ કયા યોજાશે તેને લઈને પણ અનેક ચર્ચાઑ હતી. પણ હવે આજે સવારે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહેશે અને 12મીએ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.