બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / Disaster averted due to Cyclone Biporjoy, but the government's ordeal will begin now, know what is the biggest challenge

ગુજરાત / બિપોરજોય વાવાઝોડાના કારણે આફત તો ટળી પણ સરકારની અગ્નિકસોટી હવે થશે શરૂ, જાણો સૌથી મોટો પડકાર શું

Dinesh

Last Updated: 05:08 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

  • આફત તો ટળી પરંતુ સરકારની ખરી અગ્નિકસોટી હવે શરૂ
  • લેન્ડફોલથી થયેલા મોટા નુકસાનથી તંત્રની ચિંતા વધી
  • બિપરજોયની ‘આફ્ટર ઈફેક્ટ’ને લઈને લોકોમાં તણાવ

ગુજરાત પરથી વાવાઝોડું પસાર થયું છે પરંતુ સંકટ હજુ ટળ્યું નથી. વાવાઝોડાની જે ભયાનકતા હતી તે અત્યંત ભારે નુકસાનની હતી પરંતુ સરકારના સમયસરનાં પરફેક્ટ પ્લાનિંગના કારણે રાજ્યને મોટું નુકસાન થતાં બચાવી લેવાયું છે. કોઈ પણ ટીમ સુકાની વિના સફળ થતી નથી. આ વાવાઝોડાની આફતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ મેદાનમાં ઊતર્યા હતા. તેઓ સતત તેમની ટીમ સાથે સીધા અને સતત સંપર્કમાં રહ્યા હતા. અનેકવાર ઇમર્જન્સી બેઠક બોલાવીને પરિસ્થિતિનો તાગ મેળવીને તે પ્રમાણે સાવચેતીનાં પગલાં લેવા સૂચન કરતા હતા. 

વાવાઝોડાએ રચેલી પરીક્ષામાં તેઓ ફુલ્લી પાસ થયા..!
સરકારે પરફેક્ટ પ્લાનિંગ સાથે પ્રધાનો અને અધિકારીઓનો કાફલો મેદાનમાં ઉતાર્યો હતો. તેના કારણે જાનહાનિનું મોટું સંકટ ટાળવામાં સફળતા મળી હતી. એક તરફ મનસુખ માંડવિયા અને પુરષોતમ રૂપાલા જેવા સિનિયર કેન્દ્રીય પ્રધાનો અને બીજી તરફ હર્ષ સંઘવી જેવા તરવરિયા યુવા પ્રધાનના કોમ્બિનેશન અને પ્રશંશનીય કામગીરીને કારણે ગંભીર ચક્રવાત બિપરજોયથી થનારી તબાહીને અટકાવી શકવામાં સરકારને સફળતા મળી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારને આવી સંકટભરી ગંભીર પરિસ્થિતિ સામે લડવાનો અનુભવ નથી પરંતુ તેમના અનુભવ અને ટીમ સાથે સતત સંકલનથી વાવાઝોડાએ રચેલી પરીક્ષામાં તેઓ ફુલ્લી પાસ થયા છે. 

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ચાલુ 
હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે સાથે મોટાભાગનાં સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જોકે ૨૪ કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે. ગુજરાત અને સરકાર માટે હવેનો સમય પણ મુશ્કેલીભર્યો રહેશે લેન્ડફોલ દરમિયાન થયેલા નુકસાનથી વહીવટીતંત્ર અને લોકોની ચિંતા વધી છે, તો બીજી તરફ, બિપરજોયની 'આફ્ટર ઇફેક્ટ'ને લઈને  લોકોમાં તણાવ છે. વાવાઝોડાની અસર અડધી રાત્રે ખતમ થઈ છે પરંતુ તોફાનથી થયેલા નુકસાનનો અંદાજ પણ આજથી જ લગાવી શકાશે. જોકે આજે ચક્રવાતના કારણે ભારે વરસાદની આશંકા છે. જોકે આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ચાલુ રહેશે. 

940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત
વહીવટીતંત્ર અને લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થશે. કારણ કે, વાવાઝોડાને કારણે થયેલા ડિસલોકેશનને રિપેર કરવામાં વધુ સમય લાગશે. આ સાથે વરસાદ દરમિયાન પણ કોઈ જાનહાનિ ન થાય તે સુનિશ્ચિત કરવાનો વહીવટીતંત્ર સામે મોટો પડકાર છે. બિપરજોય તોફાની પવનના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વૃક્ષો અને થાંભલાઓ પડવા લાગ્યા છે. લોકોને લાંબા સમય સુધી વીજળી વિના જીવવું પડશે. બીજી તરફ જેમનાં મકાન ધરાશાયી થયાં છે તેઓએ પણ પોત પોતાનાં સ્થળે જવા માટે વધુ રાહ જોવી પડશે. ત્યાં સુધી તેઓ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા આશ્રયસ્થાનમાં રહેશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. 940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત થતાં વીજપુરવઠો ખોરવાયો છે. વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જ્યારે 23 પશુનાં મોત થયાં છે. પવનના કારણે 524 વૃક્ષ ધરાશાયી થયાં છે

બિપરજોય વાવાઝોડાએ નવ દિવસ અને સોળ કલાક પૂરા કર્યા
ગત 6 જૂનના રોજ સવારે 5.30 વાગે બિપરજોયની ઓળખ થઈ હતી. તેની તીવ્રતા અને ઉત્તર તરફ આગળ વધવાની દિશા સાથે તેને બિપરજોય નામ આપવામાં આવ્યું હતું. આ વાવાઝોડાએ લેન્ડફોલ સમયે નવ દિવસ અને સોળ કલાક પૂરા કર્યા હતા. જે  અરબ સાગરમાં સૌથી લાંબા સમય સુધી રહેલું વાવાઝોડું બની ગયું હતું. 2019માં ચક્રવાતનો જીવનકાળ નવ દિવસ પંદર કલાક હતો. 2018નું અત્યંત તીવ્ર વાવાઝોડું ગાઝા દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં નવ દિવસ અને પંદર કલાક સુધી રહ્યું હતું.

39 ટ્રેનને તેમનાં ગંતવ્ય સ્ટેશન પહેલાં રોકવામાં આવશે
બિપરજોયને લઈને પશ્ચિમ રેલવેએ હજુ આગામી બે દિવસ માટે સાવચેતીનાં પગલાં તરીકે કેટલીક વધુ ટ્રેન રદ કરવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવેનાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે સાવચેતીનાં પગલાં તરીકે કુલ 99 ટ્રેન રદ કરી છે. આ સિવાય ત્રણ ટ્રેનને ગંતવ્ય સ્થાને પહોંચતાં પહેલાં રોકી દેવામાં આવી છે. જ્યારે અન્ય સાત ટ્રેનને તેમનાં નિયત સ્ટેશનને બદલે અન્ય સ્ટેશનથી ચલાવવામાં આવશે. ૩૯ ટ્રેનને તેમનાં ગંતવ્ય સ્ટેશન પહેલાં રોકવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ