બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / digilocker is government authorised app for documents
Last Updated: 07:04 PM, 24 February 2024
જો તમે ટુ વ્હીલર ચલાવો તો તમારે તમારા તમામ ડોક્યુમેન્ટ્સ તમારી સાથે જ રાખવા પડી શકે છે. જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન, પોલ્યુશન, ઈન્શ્યોરન્સ જેવા ડોક્યુમેન્ટ શામેલ છે. વાહન ચેકિંગ દરમિયાન તમારી પાસે કોઈપણ ડોક્યુમેન્ટ ના હોય તો તમારા ઘરે મેમો આવી શકે છે. અહીંયા અમે તમને એક એવી એપ્લિકેશન વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે તો તમારે આ ડોક્યુમેન્ટની હાર્ડ કોપી તમારી પાસે રાખવાની જરૂર નથી. વાહન ચેકિંગ દરમિયાન તમે ટ્રાફિક પોલીસને તમારા ફોનમાં આ એપ્લિકેશનમાં રહેલ ડોક્યુમેન્ટ બતાવી શકો છો અને તમારો મેમો પણ નહીં ફાટે.
ADVERTISEMENT
DigiLocker
તમારા ડોક્યુમેન્ટ DigiLocker એપ્લિકેશનમાં અપલોડ કરેલા હોવા જોઈએ. સરકારે ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના હેતુસર ડિજિલોકર નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. ભારતનો કોઈપણ નાગરિક DigiLocker એપ્લિકેશનમાં જરૂરી ડોક્યુમેન્ટને સોફ્ટ કોપીમાં રાખી શકે છે. આ એપ્લિકેશનમાં રહેલ તમામ ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી તમામ જગ્યાએ માન્ય ગણવામાં આવે છે.
જો તમે તમારી સાથે ડ્રાઈવિંગ લાયસન્સ રાખવા માંગતા નથી તો તમે તે ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી ડિજિલોકરમાં રાખી શકો છો. તમામ ડોક્યુમેન્ટની ઓરિજિનલ કોપી ઘરે રાખીને તમે આરામથી કાર, બાઈક અથવા સ્કૂટર ચલાવી શકો છો. જો કોઈ પોલીસકર્મી રોકે તો તમે ટ્રાફિક પોલીસને ડિજિલોકરમાં રહેલ લાયસન્સની સોફ્ટ કોપી બતાવી શકો છો. જો તમને આ એપ્લિકેશન વિશે જાણકારી ના હોય તો આ એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરી લેવી.
ADVERTISEMENT
વધુ વાંચો: તૈયાર થઇ જાઓ! હવે Gmailને ટક્કર આપવા આવી રહ્યું છે Xmail, એલન મસ્કે કરી સ્પષ્ટતા
ડિજિલોકરમાં એકાઉન્ટ કેવી રીતે બનાવવું
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.