બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Difference between cardiac arrest and heart-attack

તમારા કામનું / કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ-ઍટેકમાં વધારે જીવલેણ કયું? બંને વચ્ચે શું છે અંતર?

Bijal Vyas

Last Updated: 10:38 AM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી હૃદયને લગતી બીમારીઓ દ્વારા થતા મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અત્યારે નાની ઉંમરના લોકોમાં પણ આ બીમારી જોવા મળી રહી છે.

  • કોરોનાકાળ બાદ કાર્ડિયક અરેસ્ટના કેસમાં વધારો થયો છે
  • હાર્ટને લગતી ગંભીર બીમારીઓનું એક કારણ ખરાબ જીવનશૈલી
  • કાર્ડિયક અરેસ્ટમાં તરત સારવાર ન મળે તો વ્યક્તિનું મોત થઇ શકે છે


તાજેતરમાં જ બોલિવુડ એક્ટર સતીશ કૌશિકની 66 વર્ષની ઉંમરે કાર્ડિયક અરેસ્ટ દ્વારા મોત નીપજ્યુ હતુ. છેલ્લા કેટલાક સમયથી હૃદયને લગતી બીમારીઓ દ્વારા થતા મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. પહેલાના સમયમાં મોટી ઉંમરે જ હૃદયને લગતી બીમારીઓ થવાની શક્યતા રહેતી હતી, જ્યારે અત્યારે નાની ઉંમરના લોકોમાં પણ આ બીમારી જોવા મળી રહી છે. ઉલ્લેખીનય છે કે કોરોનાકાળ બાદ કાર્ડિયક અરેસ્ટના કેસમાં વધારો થયો છે, જેમાં નાની ઉંમરના લોકો શિકાર બની રહ્યાં છે. ડરામણી વાત તો એ છે કે, કાર્ડિયક અરેસ્ટમાં હૃદયની નળીઓ કામ કરવાનું બંધ કરી દે છે અને જો તરત જ સારવાર ન મળે તો વ્યક્તિનું મોત થાય છે.

ઘણા લોકોને હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટ વચ્ચેનો ભેદ ખબર જ નથી, અને પહેલી વખત કાર્ડિયક અરેસ્ટ વિશે સાંભળનાર વ્યક્તિને મનમાં અનેક પ્રશ્નો થાય છે. તો આ આર્ટિકલ દ્વારા કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ એટેક વચ્ચે શું અંતર છે તેના વિશે જાણીએ...

કાર્ડિયક અરેસ્ટ શું છે? 
જ્યારે વ્યક્તિના હૃદયની ધડકન રોકાઇ જાય અને આ નળી શરીરના અન્ય ભાગો સુધી લોહી ન પહોંચાડી શકે તેવી સ્થિતિને કાર્ડિયક અરેસ્ટ કહેવામાં આવે છે. 

કાર્ડિયક અરેસ્ટ આવવા પર શું થાય છે? 
જ્યારે વ્યક્તિ કાર્ડિયક અરેસ્ટ આવે છે ત્યારે મિનિટોમાં જ તે વ્યક્તિ બેભાન થઇ જાય છે. જો તેને તરત જ સારવાર ન મળે તો તેનુ મૃત્યુ પણ થઇ શકે છે.

કાર્ડિયક અરેસ્ટ આવવાનું કારણ?
કાર્ડિયક અરેસ્ટ ક્યારેય કોઇને પણ આવી શકે છે. ઘણી વખત હાર્ટ એટેક પણ તેનું કારણ હોય શકે છે. આ ઉપરાંત હૃદયની માંસપેશિઓ નબળી હોય તો પણ કાર્ડિયક અરેસ્ટનો શિકાર થઇ શકાય છે. 

હાર્ટ એટેક શું છે? 
હાર્ટ એટેક કાર્ડિયક અરેસ્ટથી અલગ છે અને હાર્ટ એટેક કરતા કાર્ડિયક અરેસ્ટ વધુ ખતરનાક છે. જ્યારે વ્યક્તિના હૃદય સુધી લોહી પહોંચાડનારી નળીઓમાં કોઇ અળચણ આવે ત્યારે નળીઓ 100 ટકા બ્લોક થાય છે, તેવી સ્થિતિમાં વ્યક્તિને હાર્ટ એટેક આવે છે. 

હાર્ટ એટેક આવવાનું કારણ? 
હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ ખરાબ લાઇફસ્ટાઇલ હોય શકે છે. જો તમારી જીવનશૈલી ઠીક નથી તો હાર્ટને લગતી ગંભીર બીમારીઓ ઝડપથી તમારી પાસે આવી શકે છે. આજકાલ લોકોનું  ખાનપાન,અપૂરતી ઊંઘ, કસરત ન કરવી વગેરે હાર્ટ એટેક આવવાના સામાન્ય કારણ હોઇ શકે છે. 

કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ એટેકથી બચવાની રીતઃ 

એક્સપર્ટનું કહેવુ છે કે, કાર્ડિયક અરેસ્ટથી બચવા માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ રાખો, યોગ્ય આહારનું સેવન કરો, રોજ કસરત કરો, વજનને કંટ્રોલમાં રાખો, તણાવ મુક્ત રહો, સ્મોકિંગ-આલ્કોહોલનું સેવન ના કરો, નિયમિત ડોક્ટર પાસે રુટિન ચેકઅપ કરાવો વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટને લગતી બીમારીઓથી બચી શકાય છે. 

જો કોઇને કોઇ કોરોનરી આર્ટરી ડિસીઝ અથવા અન્ય કોઇ હૃદયને લગતી બીમારી હોય તો નિયમિત રીતે ડોક્ટર પાસે ચેકઅપ કરાવો. જો કોઇ કાર્ડિયક અરેસ્ટ આવી ચુક્યો છે, તો ઇમ્પ્લાંટેબલ કાર્ડિયોવર્ટર ડિફાઇબ્રિલેટર ઘર પર રાખો જેનાથી બીજો કાર્ડિયક અરેસ્ટનું જોખમ ઘટાડી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ