બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni has met one of his 88 year old fans pictures going viral on social media.

ક્રિકેટ / 'હીરો બનતા નથી, તેઓ જન્મે છે અને ધોનીએ તે સાબિત કર્યું', માહી એ પૂરું કર્યું 88 વર્ષની મહિલાનું સપનું

Megha

Last Updated: 04:31 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં અભિનેત્રી ખુશ્બુ સુંદરે એક ટ્વીટ શેર  કર્યું છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં લખ્યું છે કે હીરો બનતા નથી, તેઓ જન્મે છે અને ધોનીએ તેને સાચું સાબિત કર્યું,

  • ધોની એક 88 વર્ષની મહિલા ફેનને મળ્યો હતો
  • દરેક લોકો ધોનીની પ્રસંશા કરી રહ્યા છે
  • અભિનેત્રી ખુશ્બુ સુંદરે એક ટ્વીટ શેર કર્યું છે

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. એવામાં ઘણા ચાહકો તેને ભગવાન માને છે અને આ વાતનો નમૂનો સોશિયલ મીડિયા પર ઘણી વાર હોવા પણ મળ્યો છે. આ સાથે જ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ધોનીના ફેન્સ તેને મળવા માટે સ્ટેડિયમમાં દોડી આવે છે અને મહેન્દ્ર સિંહ ધોની પોતાની આદતોથી કોઈનું પણ દિલ જીતી લે છે. એવામાં હાલમાં જ ધોની એક 88 વર્ષની મહિલા ફેનને મળ્યો હતો અને એ કારણે દરેક લોકો ધોનીની પ્રસંશા કરી રહ્યા છે.  

વાત એમ છે કે તાજેતરમાં અભિનેત્રી ખુશ્બુ સુંદરે એક ટ્વીટ શેર  કર્યું છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં લખ્યું છે કે હીરો બનતા નથી, તેઓ જન્મે છે અને ધોનીએ તેને સાચું સાબિત કર્યું, ધોની આજે મારી 88 વર્ષની સાસુને મળ્યા અને મારી પાસે આ માટે શબ્દો નથી. મારા સાસુને ધોની સિવાય કોઈ દેખાતું નથી અને માહીએ તમની સાથે મુલાકાત કરીને તેની ઉંમરમાં સારા સ્વાસ્થ્ય અને ખુશીના થોડા વર્ષો ઉમેર્યા છે.

જણાવી દઈએ કે ખુશ્બુ સુંદરે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને હાલમાં તે રાજકારણમાં ઘણી એક્ટિવ છે. હાલ આઈપીએલ ચાલી રહ્યો છે અને ચાહકોને આ ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જો કે આ ટ્વિટમાં લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે અને ફોટોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 88 વર્ષની મહિલા મહેન્દ્ર સિંહ ધોનીને મળીને ઘણી ખુશ છે. આ સાથે જ વાયરલ થયેલ આ ફોટોમાં જોવા મળે છે કે 88 વર્ષની મહિલા માહીને ગાલ પર કિસ કરી રહી છે. 

ધોનીએ IPL 2023ની ચાર મેચોની ત્રણ ઇનિંગ્સમાં 58ની એવરેજ અને 215ની આસપાસના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે અને સર્વોચ્ચ સ્કોર 32 રન હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ