બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Dhirendra Shastri's Big Statement Before Prana Pratishta of Ram Mandir

પ્રતિક્રિયા / 'હિન્દુ તથા સનાતનીઓ માટે આ સૌથી મોટી જીત', રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 11:13 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અયોધ્યામાં રામ મંદિર અંગે કહ્યું કે, રામ મંદિર તો બની ગયું છે પરંતુ જ્ઞાનવાપી અને મથુરા હજુ બાકી

  • અયોધ્યા રામમંદિરને લઈ બાબા બાગેશ્વરનું નિવેદન 
  • રામ મંદિરના નિર્માણ એ સનાતન ધર્મ અને હિન્દુઓની અત્યાર સુધીની સૌથી મોટી જીત 
  • રામ મંદિર તો બની ગયું છે પરંતુ જ્ઞાનવાપી અને મથુરા હજુ બાકી: બાબા બાગેશ્વર

Ayodhya Ram Mandir : અયોધ્યા રામમંદિરને લઈ હવે બાબા બાગેશ્વરનું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને સનાતન ધર્મ અને હિન્દુઓની અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણાવી છે. 22 જાન્યુઆરીએ તેઓ અયોધ્યા જશે તેની પુષ્ટિ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, માત્ર તે જ વ્યક્તિ કમનસીબ હશે જે આ દિવસની રાહ જોતો નથી. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકો આની રાહ જોઈ રહ્યા છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે, રામ મંદિર તો બની ગયું છે પરંતુ જ્ઞાનવાપી અને મથુરા હજુ બાકી છે.

શું કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રીએ ? 
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, આ અત્યાર સુધીના તમામ સનાતનીઓ અને હિન્દુઓની સૌથી મોટી જીત છે. આ તહેવાર દિવાળી કરતાં પણ વિશેષ છે. ચોક્કસ કોઈ કમનસીબ વ્યક્તિ હશે જે આ દિવસની રાહ જોતો નથી, અમને તો છે, રામ ભક્તોને પણ છે અને માત્ર ભારતીયો જ નહીં, વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકો પણ આ દિવસની રાહ જોઈ રહ્યા છે. આપણે તો એટલું જ કહીએ છીએ કે એ દિવસે દિવાળી ઉજવો, ઉત્સવનો ઉત્સાહ છે. 

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જે લોકો ભગવાન રામનું સન્માન નથી કરી શકતા તેમણે તેમનું અપમાન પણ ન કરવું જોઈએ. શાસ્ત્રીએ કહ્યું, અમે તેમની શ્રદ્ધા, તેમના ભગવાન વિશે કંઈપણ ખરાબ કહ્યું નથી, તેમના ભગવાનની સાબિતી માંગી નથી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, અમે ક્યારેય મક્કા-મદીના તરફ આંગળી ચીંધી નથી, અજમેર તરફ ક્યારેય આંગળી ચીંધી નથી. તેમની લાગણીઓનું આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ.

વાંચો વધુ: હનુમાન દાદાની અનુમતિ લઈને અયોધ્યા જશે PM મોદી: સવારથી રાખશે ઉપવાસ, 40 મિનિટ સુધી થશે પૂજા

સમગ્ર વિશ્વનું મીડિયા કવર કરશે 
આ સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, પહેલીવાર સમગ્ર વિશ્વનું મીડિયા આને કવર કરશે, આ હિન્દુ રાષ્ટ્રની જીત છે. તેમણે કહ્યું કે, આપણા રામ મર્યાદા પુરૂષોત્તમ છે, જાતિવાદથી ઉપર છે, સમગ્ર વિશ્વની એકતામાં માને છે, અનીતિના કૃત્યો કરનારાઓને નિશાન બનાવે છે, રામ જૂઠા ફળો મુક્તપણે ખાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ