બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Delhi Rouse Avenue Court sent summons to CM Kejriwal, directed to appear on March 16

Delhi Liquor Scam / અરવિંદ કેજરીવાલ હાજીર હો...: EDની અરજી બાદ હવે કોર્ટે દિલ્હીના CMને પાઠવ્યું સમન, હાજર થવા આદેશ

Megha

Last Updated: 11:37 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને નવું સમન્સ મોકલ્યું છે. EDની અપીલ બાદ કોર્ટે 16 માર્ચે હાજર થવા માટે કહ્યું છે. ઈડીએ અત્યાર સુધીમાં અરવિંદ કેજરીવાલને 8 સમન્સ મોકલ્યા છે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ નીતિ કૌભાંડ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને નવું સમન્સ જારી કર્યું છે. કોર્ટે તેને 16 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. વાસ્તવમાં, EDએ એમની સામે ફરી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. EDનું કહેવું છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા અને ED દ્વારા જારી કરાયેલા સમન્સને ધ્યાનમાં લઈ રહ્યા નથી. 

એવામાં હવે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને બીજું સમન્સ મોકલ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અપીલ બાદ કોર્ટે અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલીને 16 માર્ચે હાજર થવા માટે કહ્યું છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે ઈડીએ અત્યાર સુધીમાં અરવિંદ કેજરીવાલને 8 સમન્સ મોકલ્યા છે. હવે આ અંગે કોર્ટમાં 16 માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવશે.

જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને હાલમાં બંને જેલમાં છે.

અગાઉ, કોર્ટમાં કેજરીવાલ વિરુદ્ધ EDની અપીલ પર AAP વડાએ ટ્વીટ કર્યું હતું, "આ ED અને મોદી સરકારનું સત્ય છે. કેવી રીતે લોકો ED દ્વારા પરેશાન થઈને ભાજપમાં જોડાય છે. EDના દરોડા પાડીને પૂછવામાં આવે છે કે તમે ક્યાં જશો - ભાજપ કે જેલ? જેઓ ભાજપમાં જવાની ના પાડે છે, તેઓને જેલમાં મોકલે છે. જો આજે સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ ભાજપમાં જોડાશે તો કાલે તેમને જામીન મળી જશે. એવું નથી કે આ ત્રણેએ કોઈ ગુનો કર્યો છે, તેઓએ બસ ભાજપમાં જોડાવાનો ઈન્કાર કર્યો છે. જો હું આજે ભાજપમાં જોડાઈ જઈશ તો મને પણ ઈડીના સમન્સ મળવાનું પણ બંધ થઈ જશે."

આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રીએ EDને જવાબ મોકલ્યો હતો. એક નિવેદનમાં કેજરીવાલે દાવો કર્યો હતો કે સમન્સ ગેરકાયદેસર છે પરંતુ તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જવાબ આપવા તૈયાર છે. જો કે, તપાસ એજન્સીએ કેજરીવાલને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. EDના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ કરવાની કોઈ જોગવાઈ નથી."

વધુ વાંચો: સમજી વિચારીને નિવેદન આપે રાહુલ ગાંધી: ઈલેક્શન કમિશને કરી ટકોર, જાણો કારણ

કેજરીવાલે અત્યાર સુધીમાં 26 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી, 18 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 2 નવેમ્બર, 22 ડિસેમ્બર અને 4 માર્ચ સહિત અલગ-અલગ તારીખો પર જારી કરાયેલા આઠ સમન્સને ગેરકાયદેસર ગણાવ્યા છે. AAPએ એક નિવેદનમાં કહ્યું કે EDએ આવા સમન્સ મોકલવાનું બંધ કરવું જોઈએ. એ પણ કહ્યું કે ED આ મામલે કોર્ટનો સંપર્ક કરી ચૂકી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ