બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / delhi ied explosion occurred near israel embassy

વિસ્ફોટ / દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અમિત શાહે મોરચો સંભાળ્યો, પશ્ચિમ બંગાળનો પ્રવાસ રદ્દ કરી અડધી રાતે કર્યુ આ કામ

Dharmishtha

Last Updated: 08:17 AM, 30 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં ખેડૂતોનુ પ્રદર્શન ચાલુ છે અને બીજી તરફ શુક્રવારે સાંજે ધમાકો થયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારનો પોતાનો બંગાળ પ્રવાસ રદ્દ કરી નાંખ્યો છે.

 

  • શાહે શનિવારનો પોતાનો બંગાળ પ્રવાસ રદ્દ કરી નાંખ્યો 
  • શાહે એજન્સીઓ સાથે વાત કરી, NIA ની ટીમે હાથ ધરી તપાસ
  • કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી

શાહે શનિવારનો પોતાનો બંગાળ પ્રવાસ રદ્દ કરી નાંખ્યો 

દિલ્હીમાં થયેલા ધમાકા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સુરક્ષા અધિકારઓની સાથે બેઠક કરી .બેઠકમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં દિલ્હી પોલીસે આ મામલામાં જલ્દી પોતાની તપાસ પુરી કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે ગુપ્તચર એજન્સિઓ દરેક શક્ય મદદ દિલ્હી પોલીસને પુરી પાડવાના નિર્દેશ આપ્યા છે. શાહ શનિવારે પણ બેઠક કરી શકે છે.   દિલ્હીમાં ખેડૂતોનુ પ્રદર્શન ચાલુ છે અને શુક્રવારે સાંજે ધમાકો થયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારનો પોતાનો બંગાળ પ્રવાસ રદ્દ કરી નાંખ્યો છે.

શાહે એજન્સીઓ સાથે વાત કરી, NIA ની ટીમે તપાસ આદરી

નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે આ મામલે ઇન્ટેલિજન્સ બ્યૂરો અને દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરી હતી, જો કે NIA ની ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે, ત્યાં જ ઇઝરાયેલના રાજદૂતે કહ્યું હતું કે દૂતાવાસમાં બધા સુરક્ષિત છે અને અમે વિદેશ મંત્રાલય અને દિલ્હી પોલીસનો સહયોગ કરી રહ્યા છીએ. પોલીસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે અમેક કેસ દાખલ કર્યો છે અને સ્પેશિયલ સેલ ઘટનાની તપાસ કરી રહી છે.

કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી

ઉલ્લેખનીય છે કે શુક્રવારે નવી દિલ્હી સ્થિત ઈઝરાઈલના દૂતાવાસની પાસે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી. ઈઝરાઈલ તરફથી આને આંતકી વિસ્ફોટ કરાર કરવામાં આવ્યો તો ભારતે કહ્યું ગુનેગારોને છોડીશું નહીં.  ધમાકા બાદ યુપી અને મહારાષ્ટ્ર સહિત અનેક અન્ય રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

વિસ્ફોટ ફુટપાથની પાસે થયો

ધમાકા બાદ પોલીસની સ્પેશિયલ સેલની ટીમ સૌથી પહેલા સ્થળ પર પહોંચી અને તેમના તરફથી વિસ્ફોટની ખરાઈ કરવામાં આવી  હતી. પોલીસનું કહેવું છે કે વિસ્ફોટ ફુટપાથની પાસે થયો. આ વિસ્ફોટ શુક્રવારે સાંજે 5 વાગીને 5 મિનિટ પર થયો હતો. જેમાં 4થી 5 કારોના કાચ તુટ્યા છે. વિસ્ફોટના કારણે તપાસ શરુ થઈ ગઈ છે અને એનઆઈએની ટીમ પણ તપાસમાં જોડાયી છે.

યોગીએ વિશેષ સતર્કતાના નિર્દેશ આપ્યા 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવી દિલ્હીમાં ઈઝરાઈલી દુતાવાસની પાસે થયેલા બોમ વિસ્ફોટને જોતા વિશેષ સતર્કતાના નિર્દેશ આપ્યા છે.  તેમણે તમામ જિલ્લા અને વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ પોતાના જિલ્લાના મુખ્ય સ્થાનો, ધાર્મિક સ્થળો અને અન્ય સંવેદનશીલ જગ્યાઓ પર સતર્ક દ્રષ્ટિ બનાવી રાખે. 

ભારત અને ઇઝરાયેલ તેમના ડિપ્લોમેટિક સંબંધોની 29મી વર્ષગાંઠ અને

નોંધનીય છે કે 29 જાન્યુઆરીના દિવસે જ 1992માં ભારત અને ઇઝરાયેલના ડિપ્લોમેટિક સંબંધોની શરૂઆત થઈ હતી. શુક્રવારે ભારત અને ઇઝરાયેલ તેમના ડિપ્લોમેટિક સંબંધોની 29મી વર્ષગાંઠ ઉજવી રહ્યા  હતા અને ઇઝરાયેલની એમ્બેસીની બહાર 150 મીટરના આંતરે વિસ્ફોટ થતાં આ ઘટના સૂચક મનાઈ રહી છે, 

શુ કહ્યું નેતન્યાહૂએ...

ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, અમને ભારત પર સંપૂર્ણ ભરોસો છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં મોડી સાંજે બનેલી ઘટના બાદ પ્રધાનમંત્રી નેતન્યાહૂ સમગ્ર ઘટનાક્રમના અપડેટ લઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ