બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Delhi CM Arvind Kejriwal to visit North Gujarat on June 6

રણનીતિ / 6 જૂને કેજરીવાલ ગુજરાતમાં : પાટીદારના ગઢમાં કરશે AAPનું શક્તિપ્રદર્શન

Vishnu

Last Updated: 04:34 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીના એંધાણ વચ્ચે આમ આદમી પાર્ટી પોતાનુ પ્રભુત્વ બનાવા માટે પરિવર્તન યાત્રા કરી રહી છે.

  • દિલ્લીના CM અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ નક્કી
  • AAPના મિશન 2022 અભિયાન અંતર્ગત ગુજરાત આવશે
  • 6 જૂને અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી છે.ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં 6 ઝોનમાં પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. જેના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં દિલ્લીના CM અને આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ હાજર રહેશે. ગુજરાતમાં છેલ્લા 2 મહીનામાં કેજરીવાલનો આ ચોથો પ્રવાસ હશે. ચૂંટણીની વ્યુહરચનાના ભાગ રૂપે AAPના મિશન 2022 અભિયાન અંતર્ગત કેજરીવાલ AAPની પરિવર્તન યાત્રાના સમાપન કાર્યક્રમમાં હાજરી આપશે.6 જૂને કેજરીવાલ ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે આ રણનીતિ પાટીદારો મતોને પ્રભાવિત કરશે. સીએમ કેજરીવાલ અહીં જંગી જાહેરસભાને પણ સંબોધન કરશે.

AAP પરિવર્તન યાત્રા
15 મેથી AAP પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકને આવરી લેવામાં આવી છે. સોમનાથ, દ્વારકા, દાંડી, અબડાસા અને ઉમરગામથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરી ગુજરાતભરમાં પ્રદેશ નેતાઓ આપ પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. 20 દિવસ સુધી ચાલેલી આ યાત્રા મોટા ગામમાં જઈ પ્રભાતફેરી, નુક્કડ નાટકો થકી લોકોને જોડી રહી છે. આપના દાવા અનુસાર ગુજરાતના 10 લાખ લોકો સુધી પરિવર્તન યાત્રા પહોંચી છે. બેરોજગારી, ખેડૂત, શિક્ષણ, મહિલાઓના મુદ્દાઓ લઈ આપ પાર્ટી ગુજરાતમાં પરિવર્તન યાત્રા કાઢી છે જેના સમાપન કાર્યક્રમમાં 6 જૂને કેજરીવાલ પણ હાજર રહેશે. 

કેજરીવાલના ગુજરાત પ્રવાસ

1 એપ્રિલથી 2 દિવસ

  • AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માનનો ગુજરાત પ્રવાસ, કેજરીવાલ અને ભગવંત માન ગાંધી આશ્રમમાં અડધો કલાક જેટલું રોકાયા હતાં. ત્યારબાદ અમદાવાદમાં રોડ શોનુ આયોજન કર્યુ હતુ. જેમાં રાજ્યભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અમદાવાદના નિકોલથી ઠક્કરબાપા નગર સુધી યોજાયેલ તિરંગા યાત્રામાં અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીને એક મોકો આપવા અપીલ પણ કરી હતી. 

1 મે 

  • ભરૂચમાં AAP-BTP ગઠબંધનની મહાસભા યોજી હતી. BTPના અધ્યક્ષ છોટુ વસાવા સાથે ગઠબંધનનું આધિકારિક એલાન કર્યું હતું

6 મે

  • દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત રાજકોટ આવ્યાં હતા જ્યાં તેમણે એક જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ગુજરાતની પ્રજાના વખાણ કર્યા હતા. જનસભાને સંબોધન કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે, પહેલા મને દિલ્હી અને પંજાબની જનતા પ્રેમ કરતી હતી. હવે ગુજરાતના લોકો પણ ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. છેલ્લા 60 દિવસમાં કેજરીવાલનો આ ચોથો ગુજરાત પ્રવાસ છે.આ પરથી જ કહી શકાય છે કેજરીવાલ આ વખતે ગુજરાતની ચૂંટણીને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. બીજી તરફ જોઈએ તો ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાત આવી રહ્યા છે અને ચૂંટણી થકી અલગ અલગ રીતે પ્રચારમા જોતરાઈ ગયા છે. પણ કોંગ્રેસ હજુ વેઇટ એન્ડ વોચ મોડમાં દેખાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ