બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / delhi cm arvind kejriwal delhi police crime branch team reached kejriwal house to give notice

દિલ્હી / હવે કેજરીવાલના ઘરે ક્રાઈમ બ્રાન્ચના ધામા, ધારાસભ્યોની તોડજોડના આરોપનો છે મામલો

Dinesh

Last Updated: 11:09 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi news: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી, ધારાસભ્યોને ખરીદવાના આરોપના સંદર્ભમાં નોટિસ પાઠવી

  • ક્રાઈમ બ્રાંચની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી
  • ધારાસભ્યોને ખરીદવાના આરોપોનો કેસ
  • સાત ધારાસભ્યોનો સંપર્કનો પણ આક્ષેપ


દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપના સંદર્ભમાં ક્રાઈમ બ્રાંચના ACP કેજરીવાલને નોટિસ આપવા તેમના ઘરે પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલે કહ્યું કે તેમના 21 ધારાસભ્યોને તોડવાની યોજના છે. જેમાંથી સાત ધારાસભ્યોનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. 

કેજરીવાલને નોટિસ પર નોટિસ" હાજર ન થતાં ત્રીજી વાર દારૂનીતિ કૌભાંડમાં EDએ  મોકલ્યું સમન, AAPએ કહ્યું વિપશ્યનામાં છે' | delhi ncr ed summons third time  aap leader ...

આતિશીએ શું કહ્યું ?
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. તેમના સાત ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આતિશીએ કહ્યું હતું કે યોગ્ય સમય આવશે ત્યારે તે ઓડિયો ક્લિપ રિલીઝ કરશે. સૂત્રો પાપ્ત વિગતો મુજબ આ મામલે દિલ્હી પોલીસે ક્રાઈમ બ્રાન્ચ આતિશીને પણ નોટિસ મોકલી શકે છે. 

કેજરીવાલને EDનું પાંચમું સમન્સ
આમ આદમી પાર્ટીના આરોપો પર ભાજપે પ્રતિક્રિયા આપી છે કે, આમ આદમી પાર્ટીને કથિત રીતે ભાજપ દ્વારા સંપર્ક કરાયેલા ધારાસભ્યોના નામ જાહેર કરે. દિલ્હી બીજેપી સેક્રેટરી હરીશ ખુરાનાએ આતિશીને પડકાર ફેંક્યો છે કે તે ધારાસભ્યોના નામ જાહેર કરે જેમનો ભાજપે સંપર્ક કર્યો હતો. ભાજપનું કહેવું છે કે હકીકતમાં AAP પાર્ટી આવા વાહિયાત આરોપો કરીને વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને EDનું પાંચમું સમન્સ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે પાંચમી વખત સમન્સ મોકલ્યા છે. 

વાંચવા જેવું: પૂનમ પાડેને થયેલું સર્વાઈકલ કેન્સર છે શું? મોદી સરકારે બજેટમાં પણ કરી છે મોટી જાહેરાત, દુખાવો પહેલું લક્ષણ

કજરીવાલને EDના સમન્સનો મામલો
આ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે EDના સમન્સને બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું હતું. અગાઉ EDએ 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ મોકલ્યા હતા.  ED દ્વારા સતત સમન્સ જારી કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ તમામ પ્રક્રિયા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે. ED તેને પૂછપરછના બહાને બોલાવીને તેની ધરપકડ કરવા માંગે છે. AAPનું કહેવું છે કે જો ED પૂછપરછ કરવા માંગે છે, તો તે તેના પ્રશ્નો લખીને કેજરીવાલને આપી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ