બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Cervical cancer symptoms and Modi government declaration of free vaccine for girls
ADVERTISEMENT
આજે સવારે બોલિવૂડ ઈંડસ્ટ્રીમાંથી ચોંકાવનારી ખબર સામે આવી. એક્ટ્રેસ પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરનાં લીધે એકાએક નિધન થયું. મૃત્યુનું કારણ સર્વાઈકલ કેન્સર માનવામાં આવી રહ્યું છે. જો કે આપણાં દેશમાં સર્વાઈકલ કેન્સરનાં કેસ તેજીથી વધી રહ્યાં છે. હાલમાં બજેટ 2024ની રજૂઆત કરતાં નિર્મલા સીતારમણે સર્વાઈકલ કેન્સરને લઈને મોટું એલાન કર્યું છે.

ADVERTISEMENT
સર્વાઈકલ કેન્સરનાં મોટાભાગનાં કેસ મહિલાઓમાં જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં સર્વાઈકલ કેન્સરનાં દરવર્ષે સવા લાખ કેસ સામે આવે છે. આ બીમારીને લીધે દરવર્ષે આશરે 75 હજાર લોકોનું મૃત્યુ થાય છે. આ સ્થિતિને ધ્યાનમાં લેતાં મોદી સરકારે એક ઝૂંબેશ શરૂ કરવાનું એલાન કર્યું છે.
વેક્સિનેશનને લઈને મોટો નિર્ણય
સર્વાઈકલ કેન્સરનાં વધતાં મામલાને જોતાં કેન્દ્ર સરકારે વચગાળાનાં બજેટમાં આ બીમારીને અટકાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે કે દેશમાં 9-14 વર્ષની બાલિકાઓ માટે મફતમાં આ વેક્સિન આપવામાં આવશે. દેશમાં આ ઉંમરની બાલિકાઓની સંખ્યા આશરે 8 કરોડ છે. ટીકાકરણનું આ અભિયાન સ્કૂલોમાં ચલાવવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો: પૂનમ પાંડેનો અંતિમ વીડિયો જોઈ સૌ કોઈ ચોંક્યા, કહ્યું ત્રણ દિવસ પહેલા તો એકદમ ઠીક હતી
વેક્સિનની કિંમત ઓછી હશે
સર્વાઈકલ કેન્સરથી બચવા માટે હાલમાં હ્મૂમન પેપિલોમા વાયરસ વેક્સિન હાજર છે. જો કે તેની કિંમત ઘણી વધારે છે. શક્ય છે કે આવનારા સમયમાં મોટાપાયે વેક્સિનેશન થવાને લીધે તેની કિંમત ઓછી થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.