બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Assembly election 2023 / ભારત / Defeat of Aam Aadmi Party in states including Madhya Pradesh Chhattisgarh Rajasthan

સુપડા સાફ / ત્રણેય રાજ્યોમાં AAP ઓલઆઉટ: 200 બેઠકો પર લડેલી આપ પાર્ટીનું ખાતું પણ ન ખૂલ્યું, 3 રાજ્યોમાં મળી પછડાટ

Kishor

Last Updated: 04:29 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન સહિતના રાજ્યોની ચૂંટણીના પરિણામો પરથી એ સામે આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીનો બરાબરનો સફાયો થયો છે.

  • મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આપનું ધોવાણ
  • કેજરીવાલ, ભગવત માન સહિતના મોટા નેતાઓના રેલી, રોડ શો ફ્લોપ
  • આમ આદમી પાર્ટીનો બરાબરનો સફાયો

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં મતગણતરી શરૂ છે. સત્તાના એક જંગમાં ક્યાં પક્ષે કયો ગઢ કબ્જે કર્યો તે લગભગ નક્કી છે. જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બીજપીએ શાનદાર પ્રદર્શન કરી જીત પોતાને નામ કરી લીધી હોય તેવી સ્થિતિ છે. બીજી બાજુ તેલંગાણામાં કોંગ્રેસ પહેલીવાર સરકાર બનાવવાની દિશામાં આગળ વધતી હોવાના દ્રશ્યો છે. સાથે જ આ ચૂંટણીમાં દિલ્હી, પંજાબની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટીએ દિવસ રાત એક કરીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છતાં ખાસ છાપ છોડી શકી નથી.

Gujarat Elections 2022: જુઓ તમામ 182 બેઠકોના ઉમેદવારોનું લિસ્ટ, ભાજપ,  કોંગ્રેસ અને આપે કોને આપી ટિકિટ

આપે 200 થી વધુ ઉમેદવાર ચૂંટણીમાં ઉતાર્યા
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીએ દમખમથી ચૂંટણી લડી હતી જેમાં આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા ભગવત માન સહિતના મોટા નેતાઓ રેલીઓ અને રોડ શોમાં જોડાયા હતા. જોકે ચૂંટણીના પરિણામો પરથી એ સામે આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીનો બરાબરનો સફાયો થયો છે. 

PM મોદીની ડિગ્રી મામલે CM કેજરીવાલે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી રિવ્યૂ  પિટિશન, જુઓ શું કહ્યું? | CM Kejriwal filed a review petition in the  Gujarat High Court regarding PM Modis ...

આપના રેલી, રોડ શો ફ્લોપ

દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ કેજરીવાલ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સત્તાનો સીમાડો લંબાવવા માંગતા હતા. જોકે આ પ્રયાસ નિષફળ રહ્યો છે. નોંધનિય છે કે AAPએ મધ્યપ્રદેશની 70, રાજસ્થાનની 88 બેઠકો અને છત્તીસગઢની 57 બેઠકો પર ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા બાદ  કેજરીવાલે મફત વીજળી, પાણી અને શિક્ષણનો દાવો પણ કર્યો હતો. જોકે રેલી, રોડ શો ફ્લોપ ગયા છે.


આપને મળ્યા આટલા વોટ
ખાસ વાત તો એ છે કે 200 થી વધુ ઉમેદવાર ચૂંટણીમાં ઉતાર્યા બાદ પણ આમ આદમી પાર્ટીને એક પણ સીટ પર જીત મળી નથી. એટલું જ નહીં મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ હોય તેવી સ્થિતિ છે. ચૂંટણી આયોગના સતાવારા આંકડા અનુસાર આમ આદમી પાર્ટીને છત્તીસગઢમાં 0.97 ટકા વોટ મળ્યા છે જ્યારે મધ્યપ્રદેશમાં 0.42 ટકા અને રાજસ્થાનમાં 0.37 ટકા વોટ મળી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ