ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / deaths of young cricketer and two girls students due to silent attack

'He is no more...' / કોઇ ક્રિકેટ રમતા તો કોઇ બેઠાં-બેઠાં જ..., દેશના આ રાજ્યમાં 24 કલાકમાં જ 3 લોકોના રહસ્યમયી મોત

Published By: Vikram Mehta

Last Updated: 01:07 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએ ત્રણ લોકોના રહસ્યમયી મોત થતા હડકંપ મચી ગયો છે. મધ્યપ્રદેશમાં એક યુવા ક્રિકેટરને અચાનક છાતીમાં દુખાવો થતા તેનું મોત થઈ ગયું.

ADVERTISEMENT

એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએ ત્રણ લોકોના રહસ્યમયી મોત થતા હડકંપ મચી ગયો છે. મધ્યપ્રદેશમાં એક યુવા ક્રિકેટરને અચાનક છાતીમાં દુખાવો થતા તેનું મોત થઈ ગયું. ઈન્દોરમાં 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને એકાએક માથામાં દુખાવો થતા તેનું મોત થયું. રાજગઢ સ્કૂલમાં 17 વર્ષની વિદ્યાર્થીનીને એટેક આવતા તેને પણ બચાવી શકાઈ નથી. 

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના ગુના જિલ્લાના બમોરીમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં 30 વર્ષીય દીપક ખાંડેકર મેદાનની બહાર બેટીંગ કરવા માટે રાહ જોઈ રહ્યો હતો. દીપકને એકાએક છાતીમાં દુખાવો થયો અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ત્યાં સુધીમાં દીપકનું મોત થઈ ગયું હતું. ડોકટરોએ જણાવ્યું કે, દીપકને હાર્ટ એટેક આવ્યો હતો, પણ કાર્ડિયાક અરેસ્ટના કારણે તેનું એકાએક મોત થઈ ગયું. 

દીપકના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. મિત્રોએ જણાવ્યું કે, તે એકદમ ફિટ હતો અને ક્રિકેટ પણ સારું રમતો હતો. દીપક એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે ફતેહગઢ આવ્યો હતો. 

રાજગઢ
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની જવાહર નવોદય કેન્દ્રીય સ્કૂલ કચનારિયામાં રવિવારે બપોરે 17 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક રિંકૂ 12માં ઘોરણમાં ભણતી હતી. તે તેની બહેનપણીઓ સાથે બેસીને મકાઈ ખાઈ રહી હતી અને અચાનક જ ઢળી પડી. તેની ફ્રેન્ડ્ર મેટ્રનને લઈને નીચે આવી અને મેનેજરને બોલાવવામાં આવ્યા. ત્યારપછી રિંકૂને સ્કૂલે લઈ ગયા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. 

રવિવારે રજા હોવાથી તમામ વિદ્યાર્થીની તેમના પરિવારજનોને મળી રહી હતી. રિંકૂએ તેની ફ્રેન્ડના પરિવારના મોબાઈલ પરથી તેની બહેન સાથે વાત કરી. રિંકૂએ તેના ઘરમાં કહ્યું હતું કે, તે પાયલટ બનવાનું ફોર્મ ભરી રહી છે. ત્યારપછી તેને હાર્ટ એટેક આવ્યો અને કોઈ કંઈ સમજી શકે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું. રિંકૂની એક મોટી બહેન, એક નાની બહેન અને એક નાનો ભાઈ છે. 

વધુ વાંચો: કોણ છે આ કાશ્મીરી પંડિત મહિલા પ્રોફેસર? જેની ભારતમાં એન્ટ્રી થતા એરપોર્ટથી જ પરત મોકલી દેવાઇ

ઈન્દોર
ઈન્દોરના બાણગંગા વિસ્તારમાં રહેતી 9માં ધોરણમાં ભણતી હેમલતાનું મોત થયું છે. પરિવારે દાવો કર્યો છે કે, તેમની દીકરીને માથામાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. તેને તાત્કાલિક એમવાય હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

silent attack young cricketer death મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ હાર્ટ અટેક કેસ સાયલેન્ટ હાર્ટ અટેક સાયલેન્ટ હાર્ટ અટેકથી મોત હાર્ટ અટેક 'He is no more...'

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ