બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / ભારત / nitasha kaul denied entry into india professor university of westminster

રાજનીતિ / કોણ છે આ કાશ્મીરી પંડિત મહિલા પ્રોફેસર? જેની ભારતમાં એન્ટ્રી થતા એરપોર્ટથી જ પરત મોકલી દેવાઇ

Manisha Jogi

Last Updated: 12:17 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રોફેસર નિતાશા કૌલ ભારતમાં એક કાર્યક્રમમાં સ્પીચ માટે બોલાવવામાં આવ્યા હતા, જેથી 12 કલાક ટ્રાવેલ કરીને બેંગ્લોર આવ્યા. નિતાશા કૌલે આરોપ મુક્યો છે કે, તેમણે એરપોર્ટ પરથી જ પરત ફરવું પડ્યું હતું.

લંડનની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિંસ્ટર 200 વર્ષ જૂની યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં પ્રોફેસર નિતાશા કૌલ પોલિટીક્સ અને ઈન્ટરનેશનલ મેટર્સ ભણાવે છે. આ પ્રોફેસરને ભારતમાં એક કાર્યક્રમમાં સ્પીચ માટે બોલાવવામાં આવ્યા હતા, જેથી 12 કલાક ટ્રાવેલ કરીને બેંગ્લોર આવ્યા. નિતાશા કૌલે આરોપ મુક્યો છે કે, તેમણે એરપોર્ટ પરથી જ પરત ફરવું પડ્યું હતું.  

નિતાશાએ જણાવ્યું કે, કર્ણાટક સરકારે ‘ભારતનું સંવિધાન અને એકતા’ વિષય પર આયોજિત સંમેલનમાં તેમની વાત રજૂ કરવા માટે બોલાવ્યા હતા. બેંગ્લોરમાં 24 અને 25 ફેબ્રુઆરીના રોજ એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર નિતાશા કૌલ 23 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોરના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા હતા, પણ તેમને એરપોર્ટની બહાર જવા દીધા નહોતા. 

નિતાશા કૌલ કોણ છે?
46 વર્ષીય નિતાશા કૌલ કાશ્મીરી પંડિત છે અને OCI કાર્ડહોલ્ડર છે. OCI (Overseas Citizen of India) કાર્ડહોલ્ડર ભારતના નાગરિક નથી હોતા પણ ભારતીય મૂળના છે તેવી કેટેગરીમાં ગણવામાં આવે છે. 

નિતાશા કૌલનો જન્મ કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો અને દિલ્હી યુનિવર્સિટની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. 21 વર્ષની ઉંમરે માસ્ટર્સ કરવા માટે બ્રિટનની યોર્કશાયર શહેરની હુલ યુનિવર્સિટી ગઈ હતી. જ્યાંથી ઈકોનોમિક્સમાં ડોક્ટરેટ કર્યું. ત્યારપછી લેખક, કવિ અને પ્રોફેસર તરીકે વેસ્ટમિંસ્ટર યુનિવર્સિટીમાં ભણાવવા લાગી. 

નિતાશા કૌલે શું આરોપ મુક્યો?
નિતાશા કૌલે ટ્વિટ કરીને આરોપ મુક્યો કે, ‘તમામ ડોક્યુમેન્ટ હોવા છતાં ભારત સરકારે ભારતમાં પ્રવેશ આપ્યો ન હતો. ભારત, લોકતાંત્રિક અને સંવૈધાનિક મૂલ્યો પર બોલવા માટે આવી હતી પણ બેંગ્લોર એરપોર્ટ પરથી જ પાછું જવું પડ્યું હતું. કર્ણાટક સરકારનો સત્તાવાર લેટર હોવા છતાં પ્રવેશ આપવામાં ના આવ્યો. ભારત સરકારે આ અંગે કોઈ નોટિસ જાહેર કરી નહોતી અને કોઈ જાણકારી પણ આપી નહોતી કે, તેમને બેંગ્લોરમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.’

નિતાશા કૌલે વધુમાં જણાવ્યું કે, ‘ઈમિગ્રેશનની કોઈપણ જાણકારી આપ્યા વગર મને 24 કલાક સુધી એરપોર્ટ જ રાખવામાં આવી. પ્રતિબંધિત હદ સુધી CCTV કેમેરાની નજર હેઠળ આવવા જવાની મંજૂરી આપવામાં આવી. મને જે જગ્યાએ રાખવામાં આવી ત્યાં ફૂડ અને પાણી પણ સરળતાથી મળી રહેતું નહોતું. એરપોર્ટ પર ધાબળો અને ઓશિકા માટે પણ વારંવાર કોલ કરવા છતાં આપવામાં આવ્યો હતો, ત્યારપછી લંડન પાછી આવી ગઈ હતી.’

ઈમિગ્રેશન અધિકારીઓએ નિતાશા કૌલને જણાવ્યું કે, ‘દિલ્હીથી આદેશ હોવાથી તેઓ કંઈ જ નહીં કરી શકે. અનેક અધિકારીઓએ કહ્યું કે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીકા કરતી હોવાથી આ પ્રકારે થયું હોવાની સંભાવના છે.’ નિતાશા કૌલે જણાવ્યું કે, ‘તેમ છતાં અનેક વાર ભારત આવી છું, પણ આ પ્રકારે પહેલી વાર થયું છે કે, રાજ્ય સરકારની મંજૂરી હોવા છતાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.’

નિતાશા કૌલે સ્પષ્ટતા કરી હતી કે, ‘તમે મારા અગાઉના કામ જોઈ શકો છો કે, ભારત વિરોધી નથી પણ અધિનાયકવાદની વિરોધી છે અને લોકતંત્રની સમર્થક છે.’ નિતાશા કૌલે આ ટ્વિટ કરીને કર્ણાટકના મુખ્યમંત્રી અને વિદેશમંત્રી એસ. જયશંકરને ટેગ કર્યા છે. 

વધુ વાંચો: શું ખરેખર દેશમાં ઘટી રહ્યું છે ગરીબીનું પ્રમાણ? NITI આયોગે આપ્યા ગુડ ન્યુઝ, જુઓ રિપોર્ટ

ભાજપનું નિવેદન
કર્ણાટક ભાજપે આરોપ મુક્યો છે કે, ‘નિતાશા કૌલ પાકિસ્તાન સાથે સહાનુભૂતિ રાખે છે. કોંગ્રેસ પાર્ટી સંવિધાનના નામ પર કાર્યક્રમનું આયોજન કરીને ભારતનું વિભાજન કરવા માંગતા લોકોને આમંત્રણ આ છે. ’

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ