બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Daughter found with double murder killer in Jabalpur Madhya Pradesh

ડબલ મર્ડર / છોકરી પિતા-નાના ભાઈની હત્યા કરીને પ્રેમી સાથે ભાગી, ફ્રિજમાં મૂકી લાશ, મર્ડરની રાતનો વીડિયો

Ajit Jadeja

Last Updated: 03:43 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પ્રદેશના જબલપુરમાં ડબલ મર્ડરમાં નવો વળાંક, વિવિધ સ્થળોએ 800થી વધુ સીસીટીવી કેમેરા પોલીસે તપાસ્યા, પ્રેમી સાથે ફરાર પુત્રી શંકાના દાયરામાં

મધ્યપ્રદેશના જબલપુરમાં ડબલ મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. આ હત્યામાં આરોપી યુવક સાથે મૃતકની પુત્રી પણ સામેલ હોવાનું પોલીસ હવે માની રહી છે. તેણીનું અપહરણ થયું ન હતું, પરંતુ તે પોતે આરોપી સાથે ભાગી ગઈ હતી. વાસ્તવમાં પોલીસને કેટલાક CCTV ફૂટેજ મળ્યા છે જેના કારણે અપહરણની આશંકા લાગતી નથી. કેમેરામાં યુવતી આરોપી સાથે ગેટની બહાર જતી જોવા મળી અને સાથે મરજીથી ફરતી જોવા મળી રહી છે. આ દ્રશ્યો જોઇને અપહરણ કરાયું હોવાનું  નથી લાગી રહ્યું.

પોલીસે 800 સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીઓના દરેક લોકેશનને ફોલો કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ઘટના સ્થળેથી શહેરના વિવિધ સ્થળોએ 800થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનની સાથે ક્રાઈમ બ્રાન્ચની પાંચ જેટલી ટીમો આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે.  ઘટનાના દિવસે એટલે કે 15મી માર્ચે હત્યા બાદ આરોપી મુકુલસિંહ બપોરે 12.20 વાગ્યે સ્કૂટર પર રેલવેની મિલેનિયમ કોલોનીમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. થોડે દૂર ગયા બાદ મૃતક રાજકુમાર વિશ્વકર્માની પુત્રી પણ તેની પાછળ ચાલતી જોવા મળી હતી. પછી તે થોડે દૂર દોડીને એક્ટિવા પર ચડી અને આરોપી મુકુલસિંહ સાથે જતી રહી. આ પછી આરોપી યુવક અને મૃતકની પુત્રી મદન મહેલ સ્ટેશનના કેમેરા તેમજ અન્ય કંટ્રોલ રૂમના કેમેરામાં કેદ થઈ ગયા હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓ ટ્રેન દ્વારા અન્ય કોઈ શહેર જવા રવાના થયા છે.

9વર્ષના બાળકની હત્યા કરી ફ્રિજમાં રાખ્યો

પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ આ હત્યા શુક્રવારે સવારે 3 વાગ્યાથી વહેલી સવાર સુધી કરવામાં આવી હતી. સ્થળ પરથી ગેસ કટર પણ મળી આવ્યું હતું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓ પાછલા દરવાજેથી ઘરમાં ઘૂસ્યા હતા અને પછી રેલવે કર્મચારી રાજકુમાર વિશ્વકર્માની પુત્રી સાથે મળીને હત્યા કરી હતી. રાત્રે 3:00 વાગ્યાથી સવારના 8:00 વાગ્યા સુધી આરોપી અને મૃતકની પુત્રી ફ્લેટમાં હાજર હતા. આ દરમિયાન આરોપીએ 9 વર્ષના બાળકને પણ મારી નાખ્યો પછી તેના ટુકડા કરી ફ્રિજની અંદર રાખ્યા હતા. જ્યારે રાજકુમાર વિશ્વકર્માના મૃતદેહને પોલીથીનમાં લપેટીને રસોડામાં રાખવામાં આવ્યો હતો. આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો છે. 

શું છે સમગ્ર મામલો?

જબલપુરના પોલીસ અધિક્ષક આદિત્ય પ્રતાપસિંહે જણાવ્યું કે આ મામલો સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન સ્થિત રેલવેની મિલેનિયમ કોલોનીનો છે. અહીં રહેતા રેલવે કર્મચારી રાજકુમાર વિશ્વકર્મા અને તેમના 8 વર્ષના પુત્ર તનિષ્કની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે રાજકુમારની દીકરીના ફોન પરથી તેના ભાઈના ફોન પર મેસેજ આવ્યો. તેમાં લખ્યું હતું કે હું મુકુલ છું. મેં રાજકુમાર અને તનિષ્કને મારી નાખ્યા છે. રાજકુમારનો ભાઈ ઈટારસીમાં રહે છે. તેણે તરત જ પોલીસને જાણ કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ કેસની તપાસ ચાલી રહી છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે રાજકુમારની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવતા મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું બહાર આવી રહ્યું છે. બાળકીનું અપહરણ થયું નથી. ઉલટાનું તે પોતે આરોપી સાથે ગઈ હતી. હાલમાં રાજકુમાર વિશ્વકર્માની ગુમ થયેલી પુત્રી સાથે શંકાસ્પદ આરોપી મુકુલસિંહની શોધ ચાલી રહી છે.

વધુ વાંચોઃ વડોદરામાં પ્રેમી સાથે રંગરેલિયા માટે પ્રેમિકાએ 7 વર્ષની બાળકી સાથે કર્યું ચોંકાવનારું કામ

પહેલા પોતે ભાગી ગયો, પછી કેસ નોંધાયો

પોલીસના જણાવ્યા અનુસાર 52 વર્ષીય મૃતક રાજકુમાર વિશ્વકર્મા રેલ્વે વિભાગમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ઓફિસમાં કામ કરતા હતા. ગયા વર્ષે વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન રાજકુમારની પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ 16 વર્ષની પુત્રી અને 8 વર્ષના પુત્ર તનિષ્ક સાથે રેલવેની મિલેનિયમ કોલોનીમાં રહેતો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાજકુમારની પુત્રી તેના પાડોશી 19 વર્ષના મુકુલ સાથે ભાગી ગઈ હતી. પરંતુ બાદમાં યુવતી પોતે પાછી આવી અને મુકુલ સામે અપહરણનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં મુકુલને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટતાની સાથે જ તેણે આ હત્યાને અંજામ આપ્યો છે. પાડોશીઓનું કહેવું છે કે ઘટનાના દિવસે રાજકુમારના ઘરેથી ઘોઘાટ થઇ રહ્યો હતો. અવાર નવાર રાજકુમારના ઘરે ઝઘડા થતા હતા જેને કારણે તેઓએ આ વખતે પણ કોઇ ધ્યાન આપ્યુ ન હતું. પોલીસ દ્વારા આ મામલે તપાસ ચાલી રહી છે. આરોપી મુકુલ અને રાજકુમારની પુત્રીની શોધ ચાલી રહી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ