બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Darshan and Aarti timings have been changed in Ambaji temple

ફેરફાર / અંબાજી મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર: તા. 23/09થી 29/09/23 સુધી નિયમ લાગુ, જાણો વિગત

Malay

Last Updated: 02:31 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambaji News: શક્તિપીઠ અંબાજીમાં 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી યોજાશે ભાદરવી પૂનમનો મેળો, અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર.

  • ભાદરવી પૂનમના મેળાના આયોજન માટે તૈયારીઓ શરૂ
  • અંબાજીમાં આ મહિને યોજાશે ભાદરવી પૂનમનો મેળો
  • મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

ભાદરવી પૂનમ મહામેળો અંબાજી: યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા કરીને અંબાજી પહોંચતા હોય છે. ત્યારે અંબાજીના ભાદરવી પૂનમના મેળાને લઇ મોટી જાહેરાત કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. 

No description available.

મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ આઠમ તા.23-09-2023થી લઈને ભાદરવા સુદ પૂનમ તા.29-09-2023 સુધી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ અંબાજી મંદિરમાં સવારના 6 વાગ્યે આરતી થશે અને સવારના 6.30થી લઈને 11.30 વાગ્યા સુધી દર્શન થશે. જે બાદ બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે.

રાતના 12 વાગ્યા સુધી ભક્તો કરી શકશે દર્શન
બપોરના 12.30 વાગ્યાથી લઈને સાંજના 5.00 વાગ્યા સુધી દર્શન ચાલું રહેશે. સાંજની આરતી 7 વાગ્યે થશે અને 7.30 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિરના કપાટ ખુલ્લા રહેશે.   

દેશના 51 શક્તિપીઠોમાંથી એક પૌરાણિક મંદિર છે અંબાજી | know the facts of  ambaji temple and history

મહામેળાને લઈને તૈયારીઓ શરૂ
આપને જણાવી દઈએ કે, યાત્રાધામ અંબાજીના મહામેળાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાત જાણે એમ છે કે, આ મહિનામાં એટલે કે 23થી 29 સપ્ટેમ્બર સુધી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે. ત્યારે તંત્ર દ્વારા તાજેતરમાં જ ગબ્બર પર્વત પર પગથિયા રિપેરિંગનું કામ કરાવવામાં આવ્યું છે. ગબ્બર ચઢવાનો એક-એક રસ્તો ક્રમશ 4-4 એટલે કે 8 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હતો. 1થી 4 સપ્ટેમ્બર સુધી ગબ્બર ચઢવાનો રસ્તો બંધ રાખયો હતો. જેથી બીજો રસ્તોથી ચઢવા અને ઉતરવા માટે ચાલું હતો. જે બાદમાં 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન બીજો રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ