બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Damage to agricultural crops due to rain in Gir Somnath, Junagadh, Kheda district

તાતને કુદરતનો માર / ખેતરો 1 મહિનાથી બેટમાં ફેરવાયા, આ જિલ્લાઓમાં ઉભા પાકોનો સોથ વળી ગયો, વરસાદે જુઓ કેવો વેર્યો વિનાશ

Dinesh

Last Updated: 06:40 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદે તબાહી મચાવી છે જેના પગલે ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ મગફળી અને કપાસના વાવેતર પાછળ લાખોનો ખર્ચ કર્યો હતો પરંતુ વરસાદે એવી તબાહી મચાવી કે ખેડૂતોને તેનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી

  • ગીર સોમનાથ વરસાદે વેર્યો વિનાશ 
  • ખેતરો 1 મહિનાથી તરબતર
  • લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ


ગીર સોમનાથ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. અવિતર વરસેલા વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. જેને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને હવે ખેડૂતો લીલો દુકાળ જાહેર કરવાની માગ કરી રહ્યાં છે. 

પાકમાં ભારે નુકસાન 
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડા બાદ જુલાઈ મહિનાની શરૂઆતમાં જ વરસાદ ખાબક્યો હતો જે પાક માટે અમૃત સમાન હતો. ખેતરમાં મુરઝાતા પાકને જીવનદાન મળ્યું હતું. 18 જુલાઈએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી 24 કલાકમાં 15થી 24 ઈંચ જેટલો ખાબક્યો ત્યારે તે મેઘકહેર સમાન બની ગયો હતો. હાલમાં ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. ખેડૂતનો કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાકમાં ભારે નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સતત એક મહિનાથી વરસી રહેલા અનારાધાર વરસાદે હજારો ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરી દીધા છે. માંગરોળના ઢેલાણા, રૂદલપુર, માનખેત્રા ગોરજ સહિતના ગામડાઓમાં હજારો એકર મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. સતત વરસાદના પગલે સુર્યના તાપનો અભાવ અને ખેતરોમાં પાણી ભરાવાથી તેલીબિયાં, અનાજ સહિત કઠોળના પાક પીળા પડી ગયા છે. ખેડૂતોએ મોઘા બિયારણ, દવાઓ અને ખાતર માટે ધિરાણ લઇ વાવેલો પાક નિષ્ફળ જતાં માંગરોળના હજારો ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. તો અનેક ખેડૂતોની ફળદ્રુપ જમીનો જ ધસમસતા પ્રવાહમાં ધોવાઇ ગઇ છે. તેવામાં ખેડૂતો સરકાર પાસે પાક ધિરાણનું પેકેજ માફ કરવાની માગ કરી રહ્યા છે. ખેડૂતોએ સમગ્ર પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ કરી છે. ખેડૂતોએ જણાવ્યું કે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે.

ખેડામાં 200 હેક્ટરમાં બાજરીનો પાક નિષ્ફળ
ખેડામાં સતત વરસી રહેલો વરસાદે ખેડૂતો માટે હવે આફત બની રહ્યો છે. ખેડા જિલ્લામાં છેલ્લા પખવાડિયાથી પડી રહેલા વરસાદ બાદ સેંકડો હેક્ટરમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદ બાદ ખાસ કરીને બાજરીનો પાક ધોવાઇ ગયો છે. ખેડાના 200 હેક્ટરમાં બાજરીનો પાક ધોવાઇ જતાં ખેડૂતોનો બિયારણ, જંતુનાશક સહિત ખાતરનો ખર્ચો પાણીમાં ગયો છે. ખેડાના અનેક ખેડૂતોના પાકમાં પાણીના ભરાવા અને જમીન ધોવાણને કારણે બાજરીનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોને એકરદીઠ 2500 રૂપિયાનું થયું છે. તેવામાં ખેડૂતોએ સરકાર દ્વારા સરવે કરી યોગ્ય વળતર ચૂકવવાની માગ કરી રહ્યાં છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ