બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / covid guidelines Ashish Bhatia statement

નિર્ણય / સખત બનશે નિયમો, ગુજરાત સરકારની ગાઇડલાઇનને લઈને પોલીસ વડાનું મોટું નિવેદન

Kavan

Last Updated: 08:39 PM, 28 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્ય સરકારે કોવિડ ગાઈડલાઈન વધુ કડક બનાવી છે. આ મામલે લોકો અસમંજસમાં રહેતા DGP આશિષ ભાટીયાએ નવી ગાઈડલાઈન પર નિવેદન આપ્યું.

  • કોરોનાને પગલે નવા પ્રતિબંધો
  • 28 એપ્રિલથી 5 મે સુધી નવા પ્રતિબંધ
  • વધુ 9 શહેરમાં રાત્રી કર્ફ્યૂ

તેમણે ક્હ્યું કે, હવે 20ની જગ્યાએ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો અમલ 28મી એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે. 
મહાનગરો બાદ અન્ય સ્થળોએ પણ રાત્રિ કર્ફ્યૂ 

અગાઉ 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ હતો. હવે તે શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરના કર્ફ્યુ રહેશે. 

29 શહેરોમાં કેટલાક પ્રતિબંધો જાહેર

આ ઉપરાંત રાજ્યમાં અને 29 શહેરોમાં કેટલાક પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં તમામ APMC બંધ રહેશે, APMCમાં માત્ર શાકભાજી અને ફળનું વેચાણ થશે, પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે દોડશે, અનાજ, કરિયાણાની દુકાન, શાકભાજી, મેડિકલ સ્ટોર ચાલુ રહેશે, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્ય પદાર્થની દુકાનો ચાલુ રહેશે, 29 શહેરમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, સિનેમા હોલ બંધ રહેશે, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, બાગ-બગીચા બંધ રહેશે, સલૂન, સ્પા, બ્યૂટી પાર્લર, એમ્યુઝમેન્ટ પ્રવૃતિ બંધ રહેશે, રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ, લગ્ન પ્રસંગમાં માત્ર 50 વ્યક્તિ હાજર રહી શકશે જ્યારે અંતિમવિધિમાં માત્ર 20 લોકો જ હાજર રહી શકશે.

અમદાવાદ પોલીસે શરૂ કર્યું પેટ્રોલિંગ 

રાજ્ય સરકારની નવી ગાઇડલાઈનનું ચુસ્ત પણે પાલન થાય તે માટે હવે પોલીસ સજ્જ થઈ છે. આજે સવારથી જ શહેર માં અલગ અલગ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઝોન 6ના DCP અશોક મુનીયા દ્વારા મણિનગર, ઇશનપૂર, વટવા GIDC, વટવા, કાગડાપીઠ સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી જનતામાં જાગૃતિ આવે અને લોકો સરકારની ગાઈડલાઈનને સહકાર આપે તે માટે પેટ્રોલિંગમાં નીકળ્યા હતાં. ગાઇડલાઈનનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,120 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 174 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 8,595 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,98,824 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

છેલ્લા 24 કલાકમાં 174 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 174 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6830 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 421 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી 

કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 491 નવા કેસ નોંધાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ