બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / covid 19 vaccination results herd immunity in israel no death in uk after 10 months

મોટા સમાચાર / કોરોનાની રસીની કમાલ, આ દેશમાં કોરોનાનો ‘અંત’, તો બ્રિટનમાં 10 મહિના બાદ કોઈ મોત નહીં

Dharmishtha

Last Updated: 10:13 AM, 2 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલે હર્ડ ઈમ્યુનિટી મેળવી લીધી છે. બીજી તરફ બ્રિટનમાં લગભગ 10 મહિના બાદ એક પણ મોત નથી થયુ.

  • ઈઝરાયલની આ સ્થિતિ ઘણી ઉત્સાહજનક
  • ઈઝરાયલમાં કોરોનાનો અંત, આવી હર્ડ ઈમ્યુનિટી
  • બ્રિટનમાં 10 મહિના બાદ કોઈ પણ મોત નહીં

ઈઝરાયલની આ સ્થિતિ ઘણી ઉત્સાહજનક

દુનિયા માટે ઈઝરાયલ અને બ્રિટનથી સારા સમાચાર આવી રહ્યા છે. ઈઝરાયલમાં લગભગ 80 ટકા વયસ્કોને કોરોનાની રસી અપાઈ ચૂકી છે.  આની સાથે ઈઝરાયલે હર્ડ ઈમ્યુનિટી મેળવી લીધી છે. બીજી તરફ બ્રિટનમાં ઝડપથી રસીકરણ થયા બાદ ફાયદા જોવા મળી રહ્યા છે. બ્રિટનમાં લગભગ 10 મહિના બાદ પહેલીવાર એવું થયું છે કે મંગળવારે એક પણ મોત નથી થયું. ઈઝરાયલમાં હર્ડ ઈમ્યુનિટી આવ્યા બાદ દર રોજ કોરોના વાયરસના સરેરાશ 15 કેસ આવે છે. એક વર્ષ બાદ આ સૌથી ઓછી સંખ્યા છે. ઈઝરાયલની આ સ્થિતિ ઘણી ઉત્સાહજનક છે.

ઈઝરાયલમાં કોરોનાનો અંત, આવી હર્ડ ઈમ્યુનિટી

ઈઝરાયલમાં મંગળવારે બાકી બચેલા કોરોના વાયરસ પ્રતિબંધોને હટાવી દેવામાં આવી છે. હવે લોકોને રેસ્ટોરન્ટ, રમતગમત કાર્યક્રમો અથવા સિનેમાં હોલમાં જતા પહેલા રસીકરણના પુરાવા આપવા પડતા નથી. ઈઝરાયલમાં સ્કુલો ખોલી દેવાઈ છે. આખા દેશમાં રેલી કે સભા કરી શકાય છે.  હવે માત્ર એક પ્રતિબંધ લાગુ છે કે સાર્વજનિક ઘરોની અંદર માસ્ક પહેરવું જરુરી છે. મનાઈ રહ્યુ છે કે આ પ્રતિબંધ પણ આવનારા અઠવાડિયામાં હટાવી દેવાશે. ઈઝરાયલમાં પ્રવેશ સમયે કેટલીક જવાબદારીઓ લાગુ કરવામાં આવશે. 

પ્રવેશ માટે રસીકરણ પ્રમાણ પત્રની જરુર નહી રહે

ઈઝરાયલમાં સરકારી પ્રતિબંધોને લગભગ સંપૂર્ણ રીતે હટાવી દીધા બાદ તથાકથિત ગ્રીન પાસપોર્ટ હેઠળના નિયમ સમાપ્ત થઈ ગયા છે. આનો મતલબ છે કે ભવિષ્યમાં સાર્વજનિક સંસ્થાન રસીકરણ અને બીન રસીકરણ બન્ને માટે ખુલ્લા રહેશે. પ્રવેશ માટે રસીકરણ પ્રમાણ પત્રની જરુર નહી રહે. આ પહેલા વૈજ્ઞાનિકોએ કહ્યુ હતુ કે હર્ડ ઈમ્યુનિટી સુધી પહોંચવા માટે 70થી 85 ટકા લોકોનું રસીકરણ કરવું જરુરી છે. જો કે ઈઝરાઈલે 60 ટકા વસ્તીનું રસીકરણ કરીને આને મેળવી લીધી છે. જેમાં 80 ટકા વયસ્કો છે. હજુ બાળકોનું રસીકરણ નથી થયું. રવિવારે સૌથી ઓછા મામલા એટલે કે 4 કેસ નોંધાયા છે. જે સૌથી ઓછા છે.

બ્રિટનમાં 10 મહિના બાદ કોઈ પણ મોત નહીં

આ દરમિયાન બ્રિટનમાં પણ કોરોનાથી મરનારાની સંખ્યા મંગળવારે શૂન્ય રહી. લગભગ 10 મહિના બાદ પહેલીવાર આવું બન્યુ છે. જ્યારે બ્રિટનમાં એક દિવસમાં કોઈ વ્યક્તિનું મોત ન થયું હોય. આ દરમિયાન દેશના મુખ્ય વિશેષજ્ઞોએ જાહેરાત કરી કે રસી બ્રિટનમાં કામ કરી રહી છે. જો કે ભારતમાં મળેલા નવા વેરિએન્ટના કારણે અહીં પ્રતિબંધોની છુટમાં મોડુ થઈ રહ્યું છે. બ્રિટનમાં રવિવારે 6 લોકોના, સોમવારે 1 વ્યક્તિ અને મંગળવારે શૂન્ય મોતનો આંક નોંધાયો છે. જો કે હજું પણ સંક્રમણના મામલા આવી રહ્યા છે. 

 

વિશ્વમાં કેસ 17.05 કરોડ થયા 

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં કેસ 17.05 કરોડ થયા છે. જ્યારે 35.4 લાખ લોકોના મોત થયા છે. સૌથી વધારે મામલા અને મોત અમેરિકામાં નોંધાયા છે. તે ક્રમશઃ 33,264,380 અને 594,568 છે. ભારતમાં 28,047,534 કેસ નોંધાતા તે બીજા નંબર પર  છે. સીએસએસઈના આંકડા અનુસાર 30 લાખથી વધારે મામલા વાળા દેશોમાં બ્રાઝિલ 16,545,554, ફ્રાન્સ 5,728,788, તુર્કી 5,249,404, રશિયા 5,013,512,  યૂકે 4,503,224, ઈટલી 4,217,821 છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ