બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / covid-19 corona active case mask new government alert amid arrival of jn1 variant of corona

સાવધાન / કોરોનાએ ડરાવ્યા: ભારતના આ શહેરમાં માસ્કની વાપસી, દિલ્હીથી લઈને ગાઝીયાબાદ સુધી અલર્ટ, માંડવિયાએ કહ્યું સતર્કતા જરૂરી

Arohi

Last Updated: 11:03 AM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Corona Virus Alert: કોરોનાના નવા વેરિએન્ટને જોતા ચંડીગઢ પ્રશાસને મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ચંડીગઢમાં માસ્કની વાપસી થઈ ગઈ છે. ભારતમાં બુધવારે JN.1 કોવિડ વેરિએન્ટના 21 કેસ સામે આવ્યા છે.

  • ભારતમાં કોરોનાની દસ્તક
  • ચંડીગઢમાં માસ્કની વાપસી
  • નવા વેરિએન્ટને લઈને સરકાર એલર્ટ 

કોરોના વાયરસ સંક્રમણ એક વખત ફરીથી ફેલાતુ જોવા મળી રહ્યું છે. ગોવા, કેરેલા, મહારાષ્ટ્રમાં જ્યાં કોરોનાના નવા સબ વેરિએન્ટ JN.1નું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. તો ત્યાં જ ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદ જિલ્લામાં બુધવારે કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. કોવિડ-19ની 8 મહિના બાદ ગાઝિયાબાદમાં એન્ટ્રી થઈ છે. 

ગાઝિયાબાદમાં બીજેપી પાર્ષદ અમિત ત્યાગી કોરોના સંક્રમિત થયા હતા. દેશભરના અલગ અલગ રાજ્યોમાં કોવિડ સંક્રમણની સતત વધતી સંખ્યાને લઈને એલક્ટની સ્થિતિ છે. એક વખત ફરીથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને આઈસોલેશન જેવા શબ્દ લોકોની વચ્ચે પરત ફરી રહ્યા છે. 

ચંડીગઢમાં થઈ માસ્કરની વાપસી 
કોરોનાના નવા વેરિએન્ટને જોતા ચંડીગઢ પ્રશાસને મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ચંડીગઢમાં માસ્કની વાપસી થઈ ગઈ છે. લોકોને ભીડભાડ વાળા વિસ્તારમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને ભીડ વાળા વિસ્તારમાં જવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. હોસ્પિટલ જતા દર્દી અને તેમના સાદ-સંબંધીઓને માસ્ક પહેરવું જરૂરી કરી દેવામાં આવ્યું છે. 

તાવ શરદી અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણ દેખાય તો તરત ડોક્ટરને બતાવવું પણ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવે તો તરત 7 દિવસ માટે પોતાને આઈસોલેટ કરવું. ચંડીગઢ પ્રશાસને લોકોને આવી સલાહ આપી છે. 

ગાઝિયાબાદમાં 8 મહિના બાદ કોવિડ-10ની ફરી એન્ટ્રી 
કોવિડ-19ની 8 મબિના બાદ ગાઝિયાબાગમાં એન્ટ્રી થઈ છે. ગાઝિયાબાદમાં બીજેપી પાર્ષદ અમિત ત્યાગી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જાણકારી અનુસાર તેમના પરિવારના સદસ્યોએ પણ કોરોનાની તપાસ કરાવી છે. સ્વાસ્થ્ય વિભાગ સેમ્પલ કલેક્ટ કરી જીનોમ સીક્વેંસિંગ માટે મોકલ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પરિવારના સદસ્યની દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી છે. 

દિલ્હીમાં પણ તૈયારી શરૂ, બુધવારે આવ્યા 3 નવા કેસ 
દેશના ઘણા ભાગોમાં કોરોનાના કેસોમાં વૃદ્ધિની વચ્ચે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે બુધવારે જણાવ્યું કે સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં સાર્વજનીક સ્વાસ્થ્ય પ્રાથમીક તપાસની કોરોના સંક્રમણના હેઠળ તૈયારીની સમીક્ષા કરી રહી છે. સૌરભ ભારદ્વાજે દેશમાં મળી આવેલા નવા કોવિડ વેરિએન્ટના રિપોર્ટ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું, "આપણે સતર્ક રહેવું પડશે પરંતુ ગભરાવવું ન જોઈએ."

રાજસ્થાનઃ કોરોનાના બે નવા દર્દી મળ્યા 
ભારતમાં બુધવારે JN.1 કોવિડ સંક્રમણના 21 કેસ સામે આવ્યા છે. કોવિડના વધતા કેસોથી ટેન્શન વધી રહી છે. રાજસ્થાનના જેસલમેરમાં કોરોનાના 2 નવા દર્દી સામે આવ્યા છે. મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે વધતા કેસોથી ડરવાની જગ્યા પર સાવધાની રાખો. 

હરિયાણામાં પણ થશે RT-PCR ટેસ્ટ 
હિરાયાણામાં સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કહ્યું છે કે બાલ પ્રદેશમાં કોવિડના નવા વેરિએન્ટ JN.1નો કોઈ નવો કેસ સામે નથી આવ્યો. અમે ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન સંક્રમણના કેસનું RT-PCR ટેસ્ટ કરાવી રહ્યા છે. અમુક રાજ્યોમાં કોવિડ-19ના કેસોમાં વધારો થયો છે. દેશમાં અત્યાર સુધી JN.1 વેરિએન્ટના 21 કેસ સામે આવી ચુક્યા છે. જેમાં 19 ગોવામાં મળી આવ્યા છે. હરિયાણામાં આવા કેસ અત્યાર સુધી નથી મળી આવ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ