બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / country with 90 percent Muslim population has more than one and a half thousand small and big temples

ઈન્ડોનેશિયા / 90 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશમાં સતત થતી રહે છે રામલીલા, દોઢ હજાર જેટલા નાના મોટા મંદિરો અને અનોખી શિવભક્તિ

Megha

Last Updated: 09:37 AM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયા વિશ્વનો ત્રીજો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે છતાં પણ ત્યાં હિંદુ ધર્મમાં માનતા લોકો રહે છે અને તેમની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ  શું ઈન્ડોનેશિયા પહેલા ભારતનો એક ભાગ હતો?

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ASEAN સમિટ માટે ઈન્ડોનેશિયા પહોંચ્યા હતા 
  • ઈન્ડોનેશિયા વિશ્વનો ત્રીજો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે
  • શું ઈન્ડોનેશિયા પહેલા ભારતનો એક ભાગ હતો?
  • તો આ દેશ કેવી રીતે મુસ્લિમ બહુમતી ધરાવતો બન્યો?

G20ની તૈયારીઓ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસિયાન(ASEAN) સમિટ માટે ઈન્ડોનેશિયા પહોંચ્યા હતા અને ત્યાં એમને ફરી એકવાર વસુધૈવ કુટુંબકમના મુદ્દા પર ભાર મૂક્યો છે. નોંધનીય છે કે ગયા વર્ષે, પીએમએ તેમના ઇન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન એક ખાસ મંદિરની મુલાકાત લીધી હતી. બાલીમાં આવેલ ઉલુવાતુ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને એવું કહેવાય છે કે આ મંદિરે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઇન્ડોનેશિયામાં હિંદુ ધર્મને બચાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

ઈન્ડોનેશિયામાં હિંદુઓની વસ્તી કેટલી?
જણાવી દઈએ કે ઈન્ડોનેશિયા વિશ્વનો ત્રીજો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, એમ છતાં પણ ત્યાં હિંદુ ધર્મમાં માનતા લોકો રહે છે અને હકીકતમાં તેની સંખ્યામાં વધારો પણ થયો છે. 2018ની વસ્તી ગણતરી મુજબ દેશમાં સાડા 46 લાખથી વધુ હિન્દુઓ વસે છે, જ્યારે 2010માં માત્ર 40 લાખ જ હતા. 

ઈન્ડોનેશિયામાં કેટલા હિન્દુ મંદિરો છે?
ઇન્ડોનેશિયાની હિન્દુ વસ્તી પર દક્ષિણનો પ્રભાવ જોવા મળે છે. ખાસ કરીને અહીંના મંદિરો આ જ તર્જ પર બનેલા છે. એવું માનવામાં આવે છે કે અહીં નાના-મોટા 1000 થી 1500 મંદિરો બનાવવામાં આવ્યા છે. તેમાંથી બાલી અને સુમાત્રામાં સૌથી વધુ મંદિરો છે. 

શું ઈન્ડોનેશિયા પહેલા ભારતનો એક ભાગ હતો?
ઘણીવખત એ વાત થાય છે કે આપણી સાથે દરિયાઈ સરહદ ધરાવતા આ દેશમાં હિંદુઓ કેવી રીતે પહોંચ્યા, જ્યારે અહીં મુસ્લિમોની વસ્તી વધુ છે. તેની પાછળ ઈતિહાસકારો અલગ અલગ વાત કહે છે. સૌથી મજબૂત દલીલ એ છે કે ઈન્ડોનેશિયામાં એક સમયે હિંદુ રાજાનું શાસન હતું. ચોલ સામ્રાજ્યના રાજાઓએ માત્ર ઈન્ડોનેશિયા જ નહીં પરંતુ શ્રીલંકા, મલેશિયા અને માલદીવ પર પણ શાસન કર્યું હતું. ચોલ વંશના સૌથી શક્તિશાળી શાસક રાજરાજાએ અહીં સૌથી લાંબો સમય શાસન કર્યું. 

તો આ દેશ કેવી રીતે મુસ્લિમ બહુમતી ધરાવતો બન્યો?
તેની શરૂઆત 8મી સદીથી થઈ. આરબ મુસ્લિમ વેપારીઓ મસાલા ખરીદવા ઇન્ડોનેશિયા આવવા લાગ્યા. ધીરે ધીરે નીચલા વર્ગના લોકોએ પોતાનો ધર્મ બદલવાનું શરૂ કર્યું પરંતુ 13મી સદી સુધી આ ખુલ્લેઆમ દેખાતું નહોતું. 13મી સદીમાં જ્યારે ચીની પ્રવાસી માર્કો પોલોએ આ દેશની મુલાકાત લીધી ત્યારે તેણે પરત ફરીને લખ્યું કે દેશના ઘણા શહેરો મુસ્લિમ ધર્મ અપનાવી રહ્યા છે. આ પછી જ મોટા પાયા પર પરિવર્તન જોવા મળ્યું હતું. 

આ રીતે પરિવર્તન આવી રહ્યું હતું
એકંદરે, મુસ્લિમ વેપારીઓએ ઇન્ડોનેશિયાની વસ્તીને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 14મી સદી સુધીમાં આસપાસના ઘણા ટાપુ દેશોની મોટી વસ્તીએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. ટાપુની ભવ્યતા જોઈને 18મી સદીમાં ડચ લોકો પણ આવ્યા હતા. તે અહીં ખ્રિસ્તી ધર્મના પ્રચારમાં જોડાયા પરંતુ તેની વિપરીત અસર થઈ. મુસ્લિમો તેમના ધર્મ વિશે વધુ કટ્ટર બનવા લાગ્યા. 

પહેલા લોકો કોઈ દેવી-દેવતામાં માનતા ન હતા
આ દેશની એક રસપ્રદ વાત એ છે કે એક સમયે અહીં કોઈ ધર્મનું પાલન થતું ન હતું. પરંતુ આનો અર્થ એ નથી કે ઇન્ડોનેશિયનો નાસ્તિક હતા. તેઓ એનિમિઝમ એટલે કે જીવવાદમાં માનતા હતા. આમાં તે તમામ પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો, છોડ, વીજળી અને પાણીની પણ પૂજા કરતાં હતા. આ હિંદુ ધર્મના રીતિ-રિવાજો અને પરંપરાઓ સાથે ઘણું સામ્ય હતું. આ જ કારણ છે કે હિંદુઓની લોકોની સંખ્યા વધવાથી અંહી કોઈ સંઘર્ષ જેવી સ્થિતિ સર્જાઈ નથી. 

કેવું છે ઉલુવાતુ મંદિર
આ મંદિર ત્યારે બનાવવામાં આવ્યું હતું જ્યારે દેશમાં મુસ્લિમ ધર્મ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં હિન્દુ વસ્તીએ તેમના પ્રતીકો અને માન્યતાઓને બચાવવા માટે ઘણા મંદિરો બનાવ્યા જેમાં ઉલુવાતુ મંદિર મુખ્ય ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે ઈન્ડોનેશિયામાં હિંદુઓ પર ઈસ્લામ સ્વીકારવાનું દબાણ હતું, ત્યારે ઘણા હિંદુઓએ ઉલુવાતુ મંદિરમાં આશરો લીધો હતો અને બાલીમાં હિંદુ ધર્મ જાળવી રાખ્યો હતો. આ મંદિરના દરેક ખૂણામાં પ્રાચીનકાળની સુંદરતા જોવા મળે છે. દરરોજ અહીં રામલીલા પર આધારિત નૃત્ય કરવામાં આવે છે. ટાપુના દક્ષિણ ભાગમાં બનેલા આ મંદિરનું સ્થાન તેને વધુ ભવ્ય બનાવે છે. આ મંદિર બાલીના સૌથી વધુ જોવાલાયક સ્થળોમાંનું એક છે. 

દરેક જગ્યા પર રામ-સીતાની છાપ
હિન્દુ ધર્મમાં અહીં સૌથી વધુ માનવામાં આવતા દેવતા છે શ્રી રામ. રામ-સીતાની છાપ અહીં દરેક જગ્યાએ જોવા મળશે. દેશના ઘણા વિસ્તારોમાં રામાયણના અવશેષો અને રામકથાના ચિત્રો પણ પથ્થરની કોતરણી પર જોવા મળે છે. યોગ્યકાર્તા શહેરમાં રામાયણ નૃત્યનાટિકા પણ છે. આ એક પ્રકારનું નૃત્ય નાટક છે, જે રામાયણ પર આધારિત છે. જો કે ભારતમાં લોકપ્રિય રામાયણમાંથી પાત્રોના નામ બદલાયા છે, પરંતુ રામ-સીતાની અસર યથાવત છે. વર્ષ 1971માં રામાયણ નૃત્યનાટિકા શરૂ થઈ જે હજુ પણ ચાલુ છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેનો સમાવેશ વિશ્વમાં સૌથી લાંબો સમય ચાલનાર ડાન્સ ડ્રામા તરીકે થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ