બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Corruption in ST recruitment now? Jashu Bhil, a former director of the corporation, has been accused of embezzling money

ભોં માંથી ભ્રષ્ટાચાર / હવે એસ ટીની ભરતીમાં ભ્રષ્ટાચાર ? નિગમના પૂર્વ ડીરેક્ટર જશુ ભીલ પર નાણા પડાવ્યાના આરોપથી ખળભળાટ

Mehul

Last Updated: 11:00 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખનો ભ્રષ્ટાચાર  ખુલ્લો પડતા સનસનાટી વ્યાપી ગઈ છે. આ આખીય ઘટનામાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ પર ભ્રષ્ટાચારનો આરોપ

  • છોટા ઉદેપુર પંથકના નેતા પર ભ્રષ્ટાચારનો આરોપ 
  • એસ.ટી વિભાગની ભરતી માટે નાણા આપ્યાનો આરોપ 
  • લોક ડાઉન સમયમાં વાતચીતનો વિડીયો વાયરલ થતા ચકચાર 

ગુજરાતમાં   ભરતીમાં ભ્રષ્ટાચાર મામલે વધુ એક નેતાનો વિડીયો વાયરલ થતા વિવાદના વમળ પેદા થયા છે. સોશિયલ મીડિયામાં ભાજપના પૂર્વ અગ્રણીનો કથિત વીડિયો વાયરલ થતા જ છોટા ઉદેપુર પંથકમાં ખળભળાટ વ્યાપી ગયો છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખનો ભ્રષ્ટાચાર  ખુલ્લો પડતા સનસનાટી વ્યાપી ગઈ છે. આ આખીય ઘટનામાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો  છે. 

ભાજપનાં પૂર્વ નેતા જશુભાઈ ભીલનાં કથિત ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ થતા ગાંધીનગર સુધી તેના પડઘા પડે તેવી સંભાવનાઓને નકારી શકાતી નથી. જસુભાઈ ભીલ અગાઉ એસ.ટી. નિગમમાં  ડિરેકટર રહી ચૂક્યા છે. તેઓના ડીરેક્ટર પદ વખતે,તેઓએ એસ.ટી બસના કંડકટર ભરતી માટે નાણા પડાવ્યાનો ઉલ્લેખ આ વિડીયોમાં કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના ત્યારે ભાર આવી જ્યારે ભરતીમાં નામ ન આવતા એક ઉમેદવાર નાણા પરત લેવા પહોચ્યો હતો.તો જશુભાઈ ભીલે  ઉમેદવાર પાસેથી લેવાયેલી રકમ  ઉચ્ચ કક્ષાએ આપ્યા હોવાનો કર્યો દાવો કર્યો છે. આ ઉચ્ચ કક્ષા એટલે કોણ ? તેનો ખુલાસો થતા જ કેટલાય મોટા માથાઓ સંડોવાય તેવી આશંકા પ્રવર્તી રહી છે. હવે જોવાનું એ રહે છે કે, જશું ભીલે આ નાણા કોણે -કોણે આપ્યા છે. કેટલી વખત અને કેટલા નાણા આપ્યા છે? તેનો ખુલાસો રાજ્ય સરકાર કરાવી શકે તેમ છે કે કેમ ? તેના પર આધાર રાખે છે. 

 

શી વાતચીત છે ? 

સોશિયલ મીડિયામાં ભાજપના પૂર્વ અગ્રણીનો કથિત વીડિયો વાયરલ થતા જ છોટા ઉદેપુર પંથકમાં ખળભળાટ વ્યાપી ગયો છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખનો ભ્રષ્ટાચાર  ખુલ્લો પડતા સનસનાટી વ્યાપી ગઈ છે. લોકડાઉન દરમિયાન બનાવેલો વીડિયો તાજેતરમાં વાયરલ થતા,વિવાદ હવે ઘેરો બનવા જઈ રહ્યાના એંધાણ છે. આ વાયરલ વિડીયોમાં અરજદાર કાકલૂદી કરતા કહે છે કે, મે વ્યાજે પૈસા લઈને આપ્યા હતા. બે વર્ષ થઇ ગયા, ભરતી પણ થઇ ગઈ.આમ છતાં કઈ થયું નહિ. તમે મારા ફોન પણ નથી ઉંચકતા. જવાબમાં જશુભાઈ કહે છ કે, 'મારે થોડા પૈસા રાખવાના છે.મેતો આપી દીધા છે. હવે તુ મને યાદ કરાવજે.' હું ગાંધીનગર જવાનો છું.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ