બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus in Gujarat ANAND 79 corona positive case reported jayanti ravi on the spot

રેડ અલર્ટ / આણંદ કેમ છે રેડ ઝોનમાં? કેમ આરોગ્ય સચિવ જંયતિ રવિ દોડી ગયા આણંદ!

Gayatri

Last Updated: 04:14 PM, 1 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના સંકટ ટળવાનું નામ નથી લઈ રહ્યુ ઉપરથી વધી રહ્યુ છે ત્યારે અમદાવાદ બાદ હવે સુરત અને વડોદરાનો વારો આવ્યો છે એવામાં આણંદમાં એકાએક કોરોના વિસ્ફોટ સામે આવ્યો છે. જેને પગલે તેણે રાજકોટ અને ભાવનગરને પણ પાછળ છોડી દીધા છે અને એટલું જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રેડઝોન જિલ્લામાં પણ આણંદનું નામ આવ્યું છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ આ સંકટને કારણે આણંદ દોડી ગયા હતા.

  • આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પહોંચ્યા આણંદ
  • આણંદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાથે બેઠક
  • વીડિયો કોન્ફરન્સ મારફતે ખંભાતની સ્થિતીની કરી સમીક્ષા

આણંદ જિલ્લાને હાલ કેન્દ્ર સરકાર દ્વારા રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે. ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે આણંદ જિલ્લાની મુલાકાત લીધી. અને ખંભાત, ઉમરેઠ, પેટલાદ સહિતના આરોગ્ય અધિકારી, પોલીસ અધિકારી અને તાલુકા તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ સાથે વાત કરી. અને માહિતી મેળવી હતી. 

આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીટિંગ કરી અને જરૂરી સૂચનો આપ્યા હતા. આણંદ જિલ્લામાં સૌથી વધુ કેસ ખંભાતમાં 62 નોંધાઇ ચૂક્યા છે. જ્યારે જિલ્લામાં કુલ 79 કેસ નોંધાયા છે. જેને લઇ હાલ આણંદ રેડ ઝોનમાં છે

આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ દાખલ

ખંભાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 62 પહોંચી છે જ્યારે આણંદ જિલ્લામાં કુલ પોઝિટિલ કેસની સંખ્યા 79 થઈ છે.  અત્યાર સુધી આણંદ જિલ્લામાં 4ના મોત, 31 દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના નવાબી નગર ખંભાતમાં કોરોના વિસ્ફોટ થતાં નવાબી નગર હોટસ્પોટ બન્યું છે. 29 એપ્રિલે એક જ દિવસમાં નવાબી નગરમાં કોરોનાના 12 પોઝીટીવ કેસો આવતા કોરોના વિસ્ફોટ થવા પામ્યો છે.

રાજકોટને પણ આણંદે છોડ્યુ પાછળ

કોરોના વાયરસે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાઇ રહ્યા છે. તેવામાં ગુજરાતના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ. જેઓ અત્યાર સુધી કોરોના કેસની સંખ્યામાં સૌથી આગળ રહ્યા છે પરંતુ આણંદ જિલ્લાએ મોટા જિલ્લા રાજકોટ અને ભાવનગરને પણ કોરોનાના કેસની સંખ્યામાં પાછળ રાખી દીધા છે.

આણંદમાં અત્યાર સુધીમાં 31 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા

આણંદમાં 4 કોરોના પોઝિટિવ લોકોના મોત થયા છે. આણંદમાં અત્યાર સુધીમાં 31 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. મહત્વનું છે કે, એક સમયે આણંદ કરતા રાજકોટ અને ભાવનગરમાં કોરોનાના કેસ વધારે હતા

1 અમદાવાદ 3026
2 સુરત 614
3 વડોદરા 289
4 આણંદ 79
5 રાજકોટ 58
6 ભાવનગર 47
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ