બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Coronavirus Ahmedabad rajkot entry close

કોરોના સંકટ / એક સપ્તાહ સુધી રાજકોટથી અમદાવાદ જતા વાહનો પર પ્રતિબંધ, ગુડ્સ વ્હીકલ અને ઍમ્બ્યુલન્સને છૂટ

Kavan

Last Updated: 06:34 PM, 7 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીએ સમગ્ર રાજ્યને બાનમાં લીધું છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં કોરોના વાયરસના વધારે પ્રમાણમાં કેસ નોંધાયા છે. ત્યારે આજરોજ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને આ મહામારીને કાબૂમાં લેવા માટે એક મોટો નિર્ણય લીધો.

  • રાજ્યમાં કોરોનાને કહેર વધ્યો
  • રાજકોટ કલેક્ટરનો મોટો નિર્ણય
  • રાજકોટથી અમદાવાદ જવા પર લાદ્યો પ્રતિબંધ

કલેક્ટર રેમ્યા મોહનના આદેશ મુજબ રાજકોટથી અમદાવાદ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન માત્ર મેડિકલ સેવા અને સામાન લઈ જતા વાહનોને છૂટ આપવામાં આવી છે. એટલે કે એમ્બ્યુલન્સને ચાલવાની છૂટ આપવામાં આવી છે. જો કે તેમણે એ બાબતે પણ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ પ્રકારનો રોડ બ્લોક કરવામાં આવ્યો નથી પરંતુ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદથી પરમિશન લઈને જો કોઈ રાજકોટ આવશે તો તેમની પ્રોટોકોલ પ્રમાણે તપાસ થશે અને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવશે. આ સાથે સુરતથી પણ આવતા લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

શા માટે લેવાયો નિર્ણય

નોંધનીય છે કે, રાજકોટમાં ખાસ કરીને જંગલેશ્વર વિસ્તારમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ કેટલાક સોશિયલ ટ્રાન્સમિશનના કેસ પણ નોંધાયા છે. આ તમામ સોશિયલ ટ્રાન્સમિશનના કેસની હિસ્ટ્રી તપાસતા દર્દી અમદાવાદથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ આ સમગ્ર વિસ્તારને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે અને દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ તમામ બાબતોને જોતા રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને આજરોજ આ નિર્ણય લીધો હતો. 

અમદાવાદમાં બેકાબૂ બન્યો કોરોના 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. સમગ્ર ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે ગઇકાલે અમદાવાદ મહાનગર પાલિકાએ પણ લૉકડાઉનનો સજ્જડ અમલ કરાવવા માટે 15 મે સુધી શહેરમાં માત્ર દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ