બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / Corona cases once again increase in 8 states of the country

ચિંતા / કોરોના પર કેન્દ્રએ અપનાવ્યું કડક વલણ, આ 8 રાજ્યોને લખી ચિઠ્ઠી, કહ્યું ભૂલો નહીં મહામારી ગઈ નથી..

Kishor

Last Updated: 09:01 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના 8 રાજ્યોમાં કોરોના ફરી એકવાર હાહાકાર માચાવતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઈને તંત્રમાં ચિંતા જન્મી છે.

  • મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દેશના 8 રાજ્યોમા કોરોના કહેર
  • વધતા સંક્રમણથી આરોગ્ય તંત્રમાં પણ ચિંતામાં
  • કેન્દ્ર સરકારે આઠ રાજ્યોને પત્ર પાઠવી સતર્ક રહેવા સૂચના આપી

ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દેશના આઠ રાજ્યોમાં કોરોનાએ રીતસરનો કોહરમ મચાવ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. આ મામલે શુક્રવારે કેન્દ્ર સરકારે આ આઠ રાજ્યોને પત્ર પાઠવી હંગામો મચાવતા કોરોનાને અટકાવવા સતર્ક રહેવા સૂચના આપી છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વર્તમાન પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. જેને લઈને સરકાર પણ એલર્ટ મોડમાં કામ કરી રહી છે.કોરોના વાયરસના કેસને લઈને દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરાયું છે. હાલમાં મોતએ ચિંતાનો વિષય છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં 28 લોકો કોરોના ખપ્પરમાં હોમાયા છે. 

 ગાઈડલાઈનનું પાલન કરવું પણ આવશ્યક
કોરોના કહેરને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે સબંધિત રાજ્યોને પત્ર પાઠવ્યો છે.જેમાં ચેતવણી આપતા કહ્યું છે કે કોરોના હજુ અટક્યો નથી. ઉલટાની ગંભીર સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે કોવિડ-19ની હાલની સ્થિતિ પર નજર રાખવી જરૂરી બની છે. વધુમાં જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓનો આંકડો હાલ રાહતરૂપ છે. પરંતુ અમુક રાજ્યો અને તેમના જિલ્લાઓમાં કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યા છે. જે ચિંતાજનક સ્થિતિ છે. વધુમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પણ આવશ્યક હોવાનું જણાવ્યું હતું.

Double dose of corona cases in last 24 hours in Gujarat, Ahmedabadites need to be alert, see how many positives in which...

કોરોનાથી 28 મોત નોંધાયા 
આ રાજ્યોના જિલ્લાઓમાં પોઝિટિવિટી દર જાણીએ તો, યુપીમાં એક, રાજસ્થાન 6 તમિલનાડુ 11, મહારાષ્ટ્ર 8,  કેરળ 14, હરિયાણા 12 અને દિલ્હીમાં સકારાત્મકતા દર 10 ટકાથી વધુ છે. જે ચિંતા જન્માવી શકે છે. વધુમાં હવામાનમાં ફેરફારને કારણે દેશમાં ઈન્ફલ્યુએન્ઝા ફેલાઈ રહ્યો હોવાથી ઈન્ફલ્યુએન્ઝા જેવી ગંભીર બીમારી પર પણ નજર રાખવાની જરૂર બની છે. શુક્રવારે (તા.21, 4)ના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 11,692 નવા કેસ સામે આવ્યા છે. એક્ટીવ કેસોની સંખ્યા 66,170 પર પહોંચી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે કોરોનાના કેસ કરતા મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. 24 કલાકમાં દેશભરમાં કોરોનાથી 28 મોત નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ