બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Controversy arose when the construction of Balaji temple premises in Patangan of Karan Singhji School started

વિરોધ / બાંધકામ મુદ્દે રાજકોટનું બાલાજી મંદિર વિવાદમાં: કોન્ટ્રાક્ટર-વિરોધ કરનારા વચ્ચે સર્જાયા ઝપાઝપીના દ્રશ્યો, જાણો સમગ્ર વિગત

Malay

Last Updated: 01:56 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની કરણસિંહજી શાળાના પટાંગણમાં બાલાજી મંદિર પરિસરનું બાંધકામ શરૂ કરાતા વિવાદ સર્જાયો છે. આસપાસના સ્થાનિકો મંદિરના નિર્માણકાર્યનો વિરોધ કરી રહ્યા છે.

 

  • બાલાજી મંદિરને લઇ વિવાદ સર્જાયો
  • શાળાના મેદાનમાં મંદિરનું બાંધકામ શરૂ
  • આસપાસના સ્થાનિકોએ કર્યો વિરોધ
  • વકીલ દ્વારા બાંધકામ પર સ્ટે મેળવાયો

રાજકોટમાં બાલાજી મંદિરને લઇને વિવાદ સર્જાયો છે. આજે કરણસિંહજી શાળાના પટાંગણમાં મંદિર પરિસરનું બાંધકામ શરૂ કરાતા સ્થાનિકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન રાજકોટના બાલાજી મંદિરનું નિર્માણ કરનારા કોન્ટ્રાક્ટર અને વિરોધ કરનારા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જેની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે દોડી આવી હતી અને પોલીસે કોન્ટ્રાક્ટરને રિક્ષામાં મોકલ્યા હતા.

ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી રહ્યું છે મંદિરઃ વકીલ
આજે બાલાજી મંદિરમાં ભારે બબાલના દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ મામલે વકીલે જણાવ્યું હતું કે, કરણસિંહજી સ્કૂલના ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર રીતે મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તો મંદિર બનાવવા માટે ગ્રાઉન્ડમાં આવેલો ચબૂતરો પણ તોડી નાખવામાં આવ્યો છે. સાથે જ અન્નક્ષેત્ર પણ બંધ કરાવી દેવામાં આવ્યું છે. તેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. 

મને વિવાદ વિશે ખબર નથીઃ રાધારમણ સ્વામી
આ મામલે રાધારમણ સ્વામીએ જણાવ્યું કે, 'બાલાજી મંદિર કોઈ એક વ્યક્તિનું નથી. બાલાજી મંદિર લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ વડતાલ નીચેની સંસ્થા છે. તેમના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી છે. તમે તેમને મળો તો જ સમગ્ર વિવાદ શું છે તે સામે આવશે. મેં એમનો કોન્ટેક્ટ કર્યો  પરંતુ તેમનો કોન્ટેક્ટ થઈ શક્યો નથી. ભૂપેન્દ્ર મંદિર અને તે મંદિરનો વહિવટ અલગ છે.'

રાધારમણ સ્વામી (કોઠારી સ્વામી, ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર, રાજકોટ)

શું છે સમગ્ર મામલો?
રાજકોટ  શહેરના કરણસિંહજી રોડ ખાતે આવેલી કરણસિંહજી શાળાનું પટાંગણ સ્વામિનારાયણ સંપ્રદાયને સોંપાયું છે. કરણસિંહજી સ્કૂલ ટ્રસ્ટ દ્વારા પટાંગણમાં નાનુ મંદિર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.  સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અહીં મંદિર બનાવવામાં આવી રહ્યું છે.  જોકે, મોટું મંદિર બનાવવાનું શરૂ કરતા વિવાદ સર્જાયો છે.  

બાંધકામ શરૂ કરાતા વિવાદ
શાળાના ગ્રાઉન્ડમાં મંદિર પરિસરનું બાંધકામ શરૂ કરાતા વિવાદ સર્જાયો છે. બાલાજી મંદિરની પહેલા જગ્યા 20 ચોરસ મીટરની હતી. પરંતુ સ્કૂલની જગ્યામાં 13 હજાર ચોરસ મીટરનું બાંધકામ કરાતા વિવાદ થયો છે. નાનું મંદિર બનાવવાની મંજૂરી આપ્યા બાદ મોટું મંદિર બનાવવાનું શરૂ કરતા વિવાદ વધ્યો છે.  આસપાસના સ્થાનિકો મંદિરના નિર્માણકાર્યનો વિરોધ કરી રહ્યા છે. વકીલે બાંધકામ પર સ્ટે મેળવ્યો છે.  પૂર્વ મંજૂરી વગર બાંધકામ ન કરવું તેવી શરતો હોવા છતાં બાંધકામ શરૂ કરાયું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ