બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Consuming radish leaves also cures the problem of anemia
Last Updated: 11:16 PM, 4 January 2024
ADVERTISEMENT
શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે અને અત્યારે માર્કેટમાં મુળાનું વેચાણ પણ ખુબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. કારણ કે લોકો શિયાળામાં સલાડ, પરાઠા કે ચટણીના રૂપમાં મુળાનું સેવન કરે છે. મુળામાં પ્રોટીન કેલ્શિયમ અને એક્સકાર્બિક એસિડ હોય છે. આ સાથે જ મુળામાં આયરન, વિટામીન કે, વિટામીન સી, ફોલિક એસિડ અને ફોસ્ફોરસ જેવા ખનિજ ભરભૂર માત્રામાં હોય છે. જો શિયાળામાં મુળાનું સેવન કરવામાં આવે તો શરીર સ્વસ્થ રહે છે. પણ ઘણા ઘરોમાં મુળાના પાનને બેકાર ગણીને તેને ફેંકી દેવામાં આવે છે. જો તમે પણ આવી ભુલ કરો છો તો તેનાથી બચવું જોઈએ મુળાના પાન માત્ર ટેસ્ટી જ નહીં પણ તે પાઈલ્સ, કબજિયાત અને એનિમિયા જેવી બિમારીથી પણ આપણને બચાવે છે. ત્યારે આવો જાણીએ મુળાના પાન ખાવાના ફાયદા શું છે?

ADVERTISEMENT
ઈમ્યુનિટી બુસ્ટ
મુળાના પાનનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. મુળાના પાનમાં આયરન અને વિટામિન્સ શરીરની ઈમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ કરે છે. મુળાના પાનનું સેવન કરવાથી હીમોગ્લોબિન લેવલ વધે છે અને એનિમિયાની સમસ્યા પણ ઠીક થઈ જાય છે.
પાચન રાખે મસ્ત
પેટની સમસ્યાઓને દુર કરવા માટે આપણે મુળાના પાનનું સેવન કરવું જોઈએ. મુળાના પાનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે ગૈસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ફંક્શનને સારૂ બનાવીને કબજિયાત અને અપચા જેવી સમસ્યામાંથી પણ રાહત મળે છે.
ADVERTISEMENT
યુરિક એસિડની સમસ્યા
એન્ટીઓક્સીડેંટ્સ અને એન્ટી ઈંફ્લેમેટરી ગુણોથી ભરપૂર મુળાના લીલા પાનનું સેવન કરવાથી યુરિક એસિડની સમસ્યામાંથી રાહત મળી શકે છે. મુળાના પાનનું સેવન કરવાથી લોહી સાફ રહે છે અને યુરિક એસિડની સમસ્યા ઓછી થઈ જાય છે.
પાઈલ્સની સમસ્યાથી મળશે છુટકારો
ફાઈબરથી ભરપૂર મુળાના પાનનું સેવન કરવાથી પાઈલ્સની સમસ્યાથી છુટકારો મળે છે. મુળાના પાનનું સેવન કરવાથી મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે. એક રિસર્ચ અનુસાર મુળાના પાન સોજો અને ઈંફ્લેમેશન જેવી સમસ્યા ઓછી કરી શકે છે. પાઈલ્સના ઘરેલુ ઉપચારમાં પણ તમે મુળા પાનનું ચુરણ કરીને તેનુ સેવન કરી શકો છો. આ સિવાય તે ભાગમાં મુળાના પાનની પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો..
ADVERTISEMENT
ડાયાબિટીસ
ડાયાબિટીસથી પરેશાન લોકોએ દરરોજ તેના ખોરાકમાં મુળાના પાનને સામેલ કરવા જોઈએ. મુળાના પાનનું સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યામાંથી થોડી રાહત મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.