બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અમદાવાદ / Congress strategy for Gujarat Assembly elections 2022, Organizing My Booth My Pride campaign

મેનેજમેન્ટ / વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ કમળના રસ્તે, બનાવ્યો ભાજપ જેવો જ માસ્ટર પ્લાન, હવે બુથમાં બરાબરીની ટક્કર

Vishnu

Last Updated: 10:19 PM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસની બેઠક બાદ સી.જે.ચાવડાનું નિવેદન, ગુજરાતમાં 182 બેઠકના ચાર ઝોન પાડ્યા, 'મારૂ બુથ મારુ ગૌરવ'નું કામ ચાલુ છે

  • મિશન ગુજરાત 2022
  • કોંગ્રેસ 182 બેઠકો કબ્જે કરવા સક્રિય
  • 'મારું બુથ મારું ગૌરવ' અભિયાનનું આયોજન

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે.આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાની શક્યતા સેવાઈ રહી છે.ત્યારે કોંગ્રેસે પણ પાયો મજબૂત કરવા ખાસ રણનીતિ અપનાવી છે..આ રણનીતિના ભાગરૂપે આજે ઉત્તર ઝોનની બેઠક યોજાઈ હતી.ઉત્તર ગુજરાતની 53 બેઠકો પર 'મારું બુથ મારું ગૌરવ' અભિયાન માટે બેઠક યોજાઈ હતી. મહત્વનું છે કે ગુજરાત ભાજપની બુથ મેનેજમેન્ટ અને પેજ સમિતિની રચના દેશભરની પાર્ટીઓ અપનાવી રહી છે. ભાજપ એક તરફ મારુ બુથ મજબૂત નામે કેમ્પેઇન ચલાવે છે તો કોંગ્રેસ એ જ રસ્તે મારું બુથ મારું ગૌરવ નામે અભિયાન ઉપાડવા જઈ રહી છે.

કોંગ્રેસનો એકશન પ્લાન શું?

  • ગુજરાતમાં 182 બેઠકના ચાર ઝોન પાડ્યા
  • આજે ઉત્તર ઝોનની ચર્ચા થઇ 
  • ઇલેક્શન મોડમાં કોંગ્રેસ પાર્ટી કામ કરી રહી છે
  • વિધાનસભા પ્રમાણે નિરીક્ષકોની ટીમ બનાવી છે
  • 'મારૂ બુથ મારુ ગૌરવ'નું કામ ચાલુ છે
  • સંગઠનની બેઠકમાં 53 બેઠકોના નિરીક્ષક ટીમ સાથે ચર્ચા
  • નિરીક્ષકો વિધાનસભા વિસ્તારમાં બુથ મજબુત કરવાના કામે લાગશે
  • બુથ પર અધિકારીઓને દબાણમાં રાખવાના પ્રયાસ થાય છે
  • અમે બુથ પર વિશ્વાસુ કાર્યકર્તાઓને રાખવાના છીએ-ચાવડા
  • બુથ મુજબના એજન્ટની યાદી ચૂંટણીપંચને આપીશું-ચાવડા
  • બુથ પ્રમાણે 25 કાર્યકોરોની યાદી તૈયાર કરાશે
  • 24 જૂને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક સોમનાથ ખાતે મળશે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો સક્રિય બન્યા છે તેવામાં કોંગ્રેસ પણ ચૂંટણી સંદર્ભે કમર કસી છે. મિશન 2022 અંતર્ગત કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વની બેઠક મળી. ઉત્તર ગુજરાતની ૫૩ બેઠકો પર 'મારું બુથ મારું ગૈરવ' અભિયાન માટે આજે જવાબદારીની વહેચણી સંદર્ભે બેઠક યોજાઇ. બુથ મેનેજમેન્ટ અને આગામી કાર્યક્રમો માટે આજે ઉત્તર ઝોનના હોદેદારો બેઠક મળી રહી છે. ત્યારે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ દાવો કર્યો છે કે કોગ્રેસ ૧૨૫ બેઠકો જીતશે. ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં કોંગ્રેસના લીડર કાર્યકરોને મળવા વિધાનસભાના પ્રવાસ કરશે.આ બેઠકમાં ઉત્તર ગુજરાતના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ અને પ્રભારી, ઉપરાંત તાલુકા પ્રમુખ અને પ્રભારી પણ બેઠકમાં હાજર રહ્યા છે. 

આ સિવાય વિધાનસભા બેઠકના નિરીક્ષકો પણ બેઠકમાં હાજર છે. મારું બુથ મારું ગૌરવ અભિયાન હેઠળ એક વ્યક્તિ ગુજરાત બહારથી, એક ગુજરાતના અને એક જે તે બેઠકની વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને જવાબદારી સંદર્ભે આ બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે કોંગ્રેસ બુથ મેનેજમેન્ટ પર ભાર મૂકી રહ્યું છે. આગામી સમયે કોંગ્રેસ જનતા વચ્ચે જઈ ચૂંટણી મેનીફેસ્ટો તૈયાર કરશે. જે કોંગ્રેસની સરકાર બન્યા બાદ વાયદાઓ પૂર્ણ કરાશે.જ્યારે ભાજપ તો ચૂંટણી વચનો કચરાપેટી માં નાખી દે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ