બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Politics / સ્પોર્ટસ / Cricket / Congress leader Tharoor angered by watching Cricket World Cup 2023 program, taunts Ahmedabad in conversation

નિવેદન / ક્રિકેટ વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જોઈને કોંગ્રેસ નેતા થરૂર નારાજ, વાતવાતમાં અમદાવાદને માર્યો ટોણો, જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 02:14 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC ODI World Cup 2023 News: તિરુવનંતપુરમ કેરળનો ભાગ છે અને શશિ થરૂર અહીંથી કોંગ્રેસના સાંસદ, વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર થતાં જ કોંગ્રેસ નેતાએ પ્રતિક્રિયા આપી

  • ICC ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ થઈ ગયું જાહેર 
  • ક્રિકેટ વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જોઈને કોંગ્રેસ નેતા થરૂર નારાજ
  • શું એક-બે મેચ કેરળને ન આપી શકાય ? : શશી થરૂર 

ICC ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ 27 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. શેડ્યૂલ અનુસાર વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને 19 નવેમ્બર સુધી ચાલશે. મતલબ કે આખા 46 દિવસ સુધી દેશ અને દુનિયામાં ક્રિકેટનો જુસ્સો છવાયેલો રહેશે. ક્રિકેટપ્રેમીઓએ વર્લ્ડ કપની મજા માણવાની તૈયારીઓ શરૂ કરી દીધી હશે. પરંતુ કોંગ્રેસના નેતા અને સાંસદ શશિ થરૂર ICC દ્વારા બનાવેલા શેડ્યૂલથી નાખુશ દેખાતા હતા.

વર્લ્ડ કપ ટુર્નામેન્ટનો મુખ્ય ડ્રો 10 શહેરોમાં રમાશે અને કેરળ આ યાદીમાં નથી. તિરુવનંતપુરમ કેરળનો ભાગ છે અને શશિ થરૂર અહીંથી કોંગ્રેસના સાંસદ છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર થતાં જ કોંગ્રેસ નેતાએ પ્રતિક્રિયા આપી હતી. ICC ફિક્સ્ચર લિસ્ટમાં તિરુવનંતપુરમના સ્પોર્ટ્સ હબનો સમાવેશ ન કરવા પર આપત્તિ જાહેર કરી છે. 

શું કહ્યું શશી થરૂરે ? 
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ટ્વિટ કર્યું કે, નિરાશાજનક છે કે તિરુવનંતપુરમ સ્ટેડિયમ, જે ઘણા લોકો કહે છે કે ભારતનું શ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમ છે, તે 2023 વર્લ્ડ કપની ફિક્સ્ચર સૂચિમાંથી ગાયબ છે. અમદાવાદ દેશની નવી ક્રિકેટ રાજધાની બની રહ્યું છે, પરંતુ શું એક-બે મેચ કેરળને ન આપી શકાય? ટ્વીટમાં અમદાવાદનો ઉલ્લેખ કરીને થરૂરે ભારતીય ક્રિકેટમાં ભાજપના વધતા પ્રભાવ તરફ ઈશારો કર્યો છે. ગુજરાત અને કેન્દ્ર સરકારથી માંડીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI, ભાજપના નેતાઓ કે તેની સાથે સંકળાયેલા લોકો નિર્ણય લેવાની હોદ્દા પર છે. 

પ્રેક્ટિસ મેચ તિરુવનંતપુરમમાં યોજાશે
જોકે વર્લ્ડ કપ દરમિયાન પ્રેક્ટિસ માટે કુલ 12 સ્થળો હશે. જેમાં હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલાનો સમાવેશ થાય છે. ચેન્નાઈ, દિલ્હી, પુણે, લખનૌ, મુંબઈ, કોલકાતા, ગુવાહાટી, તિરુવનંતપુરમ અને બેંગલુરુમાં બનેલા સ્ટેડિયમનો સમાવેશ થાય છે. વર્લ્ડ કપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને છેલ્લી રનર અપ ટીમ ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે. આ સાથે ભારતીય ટીમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ