બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress leader Kalpesh Patel can leave Congress and join AAP

BIG NEWS / ગુજરાતના રાજકારણમાં સોંપો! જાણીતા પાટીદાર અગ્રણી ભાજપમાં નહીં પણ AAPમાં જોડાય તેવી શક્યતા

Dhruv

Last Updated: 01:36 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણામાં અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ હવે વધુ એક કોંગ્રેસ નેતા અને જાણીતા બિલ્ડર કલ્પેશ પટેલ AAPમાં જોડાઇ શકે છે.

  • વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એકવાર કોંગ્રેસને લાગી શકે છે ઝટકો
  • કોંગ્રેસનાં નેતા અને જાણીતા બિલ્ડર કલ્પેશ પટેલ છોડી શકે છે કોંગ્રેસ
  • કેજરીવાલ સાથે મુલાકાત બાદ AAPમાં જોડાવાની અટકળો તેજ

વિધાનસભા ચૂંટણી પહેલાં એકવાર ફરી કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. એકવાર ફરી વધુ એક કોંગ્રેસ નેતા અને જાણીતા બિલ્ડર કલ્પેશ પટેલ કોંગ્રેસ છોડીને AAPમાં જોડાઇ શકે છે.
મહત્વનું છે કે, ગઇ કાલે મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા યોજાઇ હતી. દરમ્યાન મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ગઇકાલે અરવિંદ કેજરીવાલ સાથે કલ્પેશ પટેલની મુલાકાત થઇ હતી. જ્યાર બાદ કલ્પેશ પટેલની AAPમાં જોડાવાની અટકળો તેજ થઇ ગઇ છે.

હાર્દિક પટેલ સહિત અનેક મોટા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો

નોંધનીય બાબત છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસમાં આયારામ ગયારામ ચાલી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજો કાયમની માફક આ વખતે પણ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપ કે આપમાં જોડાઇ રહ્યાં છે. ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલાં અનેક મોટા ઉલટફેર જોવા મળી રહ્યાં છે. દિવસે ને દિવસે  કોંગ્રેસની હાલત વધારે કથળી રહી છે. કારણ કે ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઇ ગઇ છે. હાર્દિક પટેલ સહિત અનેક મોટા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે.

ગઇકાલે મહેસાણામાં AAPના કાર્યકરો સાથે કેજરીવાલે તિરંગા યાત્રા નીકાળી

ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પક્ષો પોતાની પાર્ટીને મજબૂત બનાવવા માટે મહેનત કરી રહ્યાં છે. જેને લઇને તમામ પાર્ટીઓએ બેઠકો, સભા અને રોડ શો શરૂ કરી દીધા છે. ત્યારે ગઇકાલે સોમવારના રોજ મહેસાણા સિવિલથી તોરણવાળી ચોક સુધી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો યોજાયો.  જેમાં કેજરીવાલની સાથે આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આપ નેતા ઇસુદાન ગઢવી અને રાજકોટ આપ નેતા ઇન્દ્રનિલ રાજ્યગુરૂ રોડ શોમાં જોડાયા હતા. ખૂબ મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને લોકો આ યાત્રામાં જોડાયા હતા.

મહેસાણામાં રોડ શો દરમિયાન કેજરીવાલે સરકાર પર પ્રહાર કર્યા હતા

સાથે તમને જણાવી દઇએ કે, મહેસાણામાં રોડ શો દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં પૂર્વ સૈનિકો ધરણા કરી રહ્યાં છે, પૂર્વ સૈનિકોએ ધણા કરવા એ દુઃખની વાત છે. આખા ગુજરાતમાં, દરેક બૂથ પર આપનું માળખું તૈયાર થઇ રહ્યું છે. તો અરવિંદ કેજરીવાલે સી.આર.પાટીલના મહાઠગ વાળા નિવેદન પર વળતો જવાબ આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ