બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Politics / Congress' big show of strength in Gujarat at the end of April

જય ભારત સત્યાગ્રહ / લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત, જાણો વિગત

Dinesh

Last Updated: 06:26 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જય ભારત સત્યાગ્રહના બેનર હેઠળ 30 એપ્રિલે કોંગ્રેસ શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ યોજશે, મધ્ય ગુજરાત અથવા ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમ યોજાઈ શકે છે

  • એપ્રિલના અંતમાં કોંગ્રેસનું ગુજરાતમાં મોટું શક્તિ પ્રદર્શન 
  • મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત
  • કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રહશે હાજર 


લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. એપ્રિલના અંતમાં કોંગ્રેસનું ગુજરાતમાં મોટું શક્તિ પ્રદર્શન યોજાશે. જેમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાત આવી શકે છે. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મોટા નેતાઓ જે કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યાતાઓ છે

કોંગ્રેસ શક્તિ પ્રદર્શન યોજશે
કોંગ્રેસ જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમના બેનર હેઠળ શક્તિ પ્રદર્શન યોજાશે જે કાર્યક્રમ આગામી 30 એપ્રિલેના રોજ યાજાશે. આ કાર્યક્રમ મધ્ય ગુજરાત અથવા ઉત્તર ગુજરાતમાં યોજાઈ શકે છે.  રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ સહિતના મુદ્દે કોંગ્રેસનું ગુજરાતમાં મોટું સંમેલન યોજાવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જગદીશ ઠાકોરનું નિવેદન
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, તમામ 33 જિલ્લાઓ અને આઠ મહાનગરોમાં તેમજ મોટા શહેરોમાં અને વિધાનસભા વાઈઝ કોંગ્રેસ પોતાના પરિવારને, કુટુંબને ભેગુ કરીને આવતા દિવસની અંદર રણનિતી શું હશે તે જણાવશે તેમજ 2024ની રણનીતિ શું હશે અને વિધાનસભા પહેલા અને પછીનું ક્યું કામ કરવાનું હતું અને ક્યું કામ બાકી રહી ગયું તેના લેખા જોખા જોવામાં આવશે.

મનિષ દોશીએ શું કહ્યું?
મનિષ દોશીએ કહ્યું કે, રાહુલ ગાંધી સામે કિન્નાખોરી રાખી સંસદમાં ન બોલવા દેવા તેમજ જ્યારે જ્યારે મોંઘવારી તેમજ બેરોજગારીને લઈને પ્રશ્ન કરાયા છે ત્યારે તેના જવાબો નથી અપાતા તેમણે કહ્યું સામાન્ય બાબતે રાહુલ ગાંધીને કાનુની ગુચમાં ફસાવાનો સુનિયોજિત કામ કરાયું છે.
 

મનિષ દોશીનું નિવેદન

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ