બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Common University Entrance Test (CUET)-PG will be conducted from June 5-12

શૈક્ષણિક / CUET-PGના ઉમેદવારો માટે મોટી ખબર, NTAએ જાહેર કરી પરીક્ષાની તારીખ, 5 મે સુધી કરી શકાશે અરજી

Hiralal

Last Updated: 04:07 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ 2023ના વર્ષની CUET-PG પરીક્ષાની તારીખની જાહેરાત કરી છે જે અનુસાર 5 થી 12 જુન 2023ની વચ્ચે આ પરીક્ષા લેવાશે.

  • 2023ના વર્ષની CUET-PG પરીક્ષાની જાહેરાત
  • 5 થી 12 જુન 2023ના દિવસે લેવાશે પરીક્ષા
  • નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાશે એક્ઝામ
  • યુનિવર્સિટીઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રવેશ માટે લેવાય છે CUET-PG

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે લેવાતી કોમન યુનિવર્સિટી એન્ટ્રાસ ટેસ્ટ (પોસ્ટ ગ્રેજ્યુએટ)ની તારીખ જાહેર કરી છે. યુજીસીના ચેરમેન એમ.જગદેશ કુમારે પણ ટેસ્ટને લઈને એક ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે 5 થી 12 જુન 2023ની વચ્ચે એક આખું અઠવાડીયામાં આ પરીક્ષા લેવામાં આવશે. 

ઉમેદવારો 5મે સુધી કરી શકશે પરીક્ષા માટે અરજી 
કોમન યુનિવર્સિટી એન્ટ્રાસ ટેસ્ટ માટે ઉમેદવારો 5મે સુધી પરીક્ષા માટે અરજી કરી શકે છે. પરીક્ષાની તારીખ જાહેર કરતાં એનટીએ કહ્યું કે ઉમેદવારોને પરીક્ષા સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે નિયમિતપણે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન 
-ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ cuet.nta.nic.in ઓપન કરવી 
- હોમપેજ પર CUET રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો
- આ પછી, ઉમેદવારોએ પોતાનું નામ, ઇમેઇલ સરનામું અને ફોન નંબર દાખલ કરવો 
- પછી ઉમેદવારોએ એપ્લિકેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરવું 
- હવે એપ્લિકેશન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- આ પછી ઉમેદવારે ફોર્મ જાળવી રાખવું
- હવે ઉમેદવારોએ અરજી ફી ચુકવવી 
- પછી ઉમેદવારે ફોર્મ જમા કરાવવું જોઈએ
- આ પછી, ઉમેદવારે ફોર્મ ડાઉનલોડ કરવું જોઈએ
-અંતે ઉમેદવારોએ ફોર્મની પ્રિન્ટ આઉટ લેવી
 

શું છે કોમન યુનિવર્સિટી એન્ટ્રાસ ટેસ્ટ
ભારતની 45 મુખ્ય યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ, ઈન્ટીગ્રેટેડ, પોસ્ટગ્રેજ્યુએટ, ડિપ્લોમા કોર્ષમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવામાં આવતી પરીક્ષા જેને કોમન યુનિવર્સિટી એન્ટ્રાસ ટેસ્ટ કહેવાય છે. 

પરીક્ષા 13 ભાષાઓમાં હશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા બહાર પાડવામાં આવેલી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) 13 ભાષાઓમાં લેવામાં આવશે. આ તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, ગુજરાતી, ઉડિયા, બંગાળી, આસામી, પંજાબી, અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ સહિત 13 ભાષાઓમાં યોજાશે. કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ પાસે ધોરણ 10ની માર્કશીટ, 12ની માર્કશીટ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, વિદ્યાર્થીની સહી, આધાર કાર્ડ જેવા ફોટો આઈડી પ્રૂફ, ડ્રાઈવિંગ લાયસન્સ સાથે દસ્તાવેજો હોવા જોઈએ. આ સાથે કેટેગરીનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

વિદ્યાર્થીઓ સ્થાનિક ભાષામાં આપી શકશે યુનિવર્સિટીની પરીક્ષા 
UGC કોલેજ કે યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપી છે. યુજીસીએ તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓને તેમની સ્થાનિક ભાષામાં પેપર આપવા દેવાની મંજૂરી આપવાનો આદેશ આપ્યો છે. UGCના ચેરમેન જગદેશ કુમારે જણાવ્યું હતું કે, એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓને સ્થાનિક/પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા આપવાની મંજૂરી આપવા જણાવ્યું છે, પછી ભલેને આ કોર્સ અંગ્રેજી માધ્યમમાં આપવામાં આવે. સ્થાનિક ભાષાઓમાં અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ