બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel gave an important order to all the ministers

એક્શન / RTIના નામે તોડબાજી કરનારા શખ્સો સાવધાન! તમામ મંત્રીઓને CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મહત્વનો આદેશ

Vishal Khamar

Last Updated: 03:27 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTI ના નામે તોડબાજી કરતા શખ્સો સામે મુખ્યમંત્રીએ કડક હાથે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. તેમજ તમામ મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી. તેમજ શિક્ષણ વિભાગમાં આરટીઆઈ કરીને તોડબાજી કરતા મહેન્દ્ર પટેલની તાજેતરમાં ધરપકડ કરાઈ છે.

  • RTIના નામે તોડબાજી કરતાં શખ્સો સામે મુખ્યમંત્રીનું કડક વલણ
  • RTIના નામે તોડબાજી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા આપી સૂચના 
  • શિક્ષણ વિભાગમાં RTI કરીને તોડબાજી કરતા મહેન્દ્ર પટેલની તાજેતરમાં કરાઈ છે ધરપકડ

RTI હેઠળ સામાન્ય નાગરિક સરકારના કોઈ પણ વિભાગ પાસેથી સામાન્ય ફોર્મ ભરીને માહિતી મેળવી શકે છે. RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ દ્વારા આરટીઆઈનો દુરઉપયોગ કરી ગાંધીનગરમાં શાળા સંચાકલોને બ્લેક મેઈલ કરી કરી પૈસા પડાવ્યા હોવાનું સામે આવતા આ મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તોડબાજી કરતા શખ્સો સામે મુખ્યમંત્રી દ્વારા કડક વલણ અપનાવ્યું છે. તમામ મંત્રીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે આવા લોકો સામે પોલીસ ફરિયાદ કરવી. તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે કાર્યવાહીની સૂચનાઆપી હતી. 

કોર્ટે 2 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા સીઆઈડી ક્રાઈમે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા.જેમાં મહેન્દ્ર પટેલે 18 શાળાનાં સંચાલકોને ધમકાવી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો ખુલાસો થયો હતો. મહેન્દ્ર પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તા. 2 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

RTI activist Mahendra Patel court has granted remand till February 2

1 કરોડથી વધુની રોકડ રકમ સહિત સોનાના દાગીના અને 400 થી વધુ ફાઈલો મળી
CID ક્રાઈમે દરોડા પાડીને 1 કરોડથી વધુની રોકડ સહિત સોનાના દાગીના અને 400 કરતા વધુ ફાઈલો મળી હતી. જે તમામ મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મહેન્દ્ર પટેલને વર્ષ 1995માં શાળાઓમાં બાળફિલ્મો બતાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જે બાદ તેના શિક્ષણખાતામાં સંપર્કો વધતા તેનો દૂરપયોગ શરૂ કર્યો હતો. જો કે, આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરીને CID ક્રાઈમે રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ હાજર કર્યો. જેમાં 2 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે.

વધુ વાંચોઃ 5 આઈકોનિક રોડ, 100 ઇ-રીક્ષા, રિવરફ્રન્ટ ફેઝ..., AMCનું રૂ. 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

ફરિયાદના આધારે CID ક્રાઈમે કરી ધરપકડ
ગાંધીનગરમાંથી RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે ફરિયાદને લઈ જય અંબે વિદ્યાભવનના ટ્રસ્ટી પ્રવિણ ગજેરાએ પ્રતિક્રિયા આપી હતી. માહિતી આપતા કહ્યું કે, 2012થી 2017 સુધી અનેક શાળાઓને મહેન્દ્ર પટેલે નિશાન બનાવી. સાથે જ કહ્યું કે, થોડા થોડા કરીને મારી પાસેથી પણ 66 લાખ રૂપિયા લીધા. જો કે, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને રજૂઆત કરવામાં આવી. જેના લીધે મદદ મળી.. મહેન્દ્ર પટેલના ષડયંત્રોનો ખુલાસો કરતા પ્રવિણ ગજેરાએ કહ્યું કે, મહેન્દ્ર નવી શાળાની મંજૂરી લઈ આપવાની સંચાલકોને ઓફર કરતો હતો. ત્યાર બાદ તમામ દસ્તાવેજો લઈ કોઈને કોઈ બહાને કામ અટકાવી પૈસા માગતો હતો. રાજ્યમાં સંખ્યાબંધ શાળાના સંચાલકો આ છેતરપિંડીમાં સપડાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ