બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Chip maker Micron Technology to set up Rs 22,516 crore plant in Sanand

કરાર સંપન્ન / ગુજરાત સરકારના ઐતિહાસિક MoU: ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી સાણંદમાં 22,516 કરોડનો પ્લાન્ટ સ્થાપશે, 20 હજાર રોજગારીનું સર્જન

Kishor

Last Updated: 08:04 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક MoU-સમજૂતિ કરાર સંપન્ન કર્યા છે. આ કંપની દ્વારા ગુજરાતના સાણંદમાં ર.૭પ બિલિયન યુ.એસ ડોલર-રૂ. રર,પ૧૬ કરોડનો પ્લાન્ટ સ્થાપશે.

  • વડાપ્રધાનની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની સફળ મુલાકાતની ફલશ્રુતિ
  • માઇક્રોન ટેક્નોલોજી ગુજરાતના સાણંદમાં ર.૭પ બિલિયન યુ.એસ ડોલર-રૂ. રર,પ૧૬ કરોડનો પ્લાન્ટ સ્થાપશે 
  • ૧૦ બિલિયન યુ.એસ ડોલરના સેમીક્રોન ઇન્ડીયા પ્રોગ્રામમાં એક નવતર કદમ 

ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ઊંચી ઊડાન ભરાવીને આત્મનિર્ભર ભારત સાકાર કરવા ૧૦ બિલિયન યુ.એસ ડોલરનો સેમીકોન ઇન્ડીયા પ્રોગ્રામ કેન્દ્ર સરકારે જાહેર કરેલો છે. વડાપ્રધાનની તાજેતરની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની મુલાકાત દરમ્યાન યુ.એસ પ્રેસીડેન્ટ જો-બાઇડેન સાથેની બેઠકમાં આ પ્રોગ્રામને વધુ ગતિ આપતાં માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ભારતમાં મહત્વપૂર્ણ મૂડીરોકાણ દ્વારા સેમીકંડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કીંગ અને પેકેજિંગ ATMP ફેસેલિટી સ્થાપવાની જાહેરાત અમેરિકન પ્રમુખે કરી હતી. 

MoU ગાંધીનગરમાં સંપન્ન થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની આ સફળ મુલાકાતની ફલશ્રુતિ રૂપે માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ર.૭પ બિલીયન યુ.એસ. ડોલર એટલે કે રૂ. રર,પ૦૦ કરોડ કરતાં વધુના રોકાણથી ગુજરાતના સાણંદમાં આ ATMP ફેસેલીટી શરૂ કરવામાં આવશે. વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર અને મોટી કંપનીઝમાંની એક એવી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે આ સંદર્ભમાં ઐતિહાસિક MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં આ MoU પર ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ શ્રી વિજય નહેરા અને માઇક્રોનના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ ગુરૂશરણ સિંઘે હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતમાં સુદ્રઢ મેન્યુફેક્ચરીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ-વેપાર માટેનું સાનુકૂળ વાતાવરણ અને રાજ્ય સરકારના શ્રેષ્ઠ સહયોગ ઉપરાંત સુઆયોજિત ટેલેન્ટ પૂલની ઉપલબ્ધિ જેવી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાને રાખીને માઇક્રોને પોતાની આ મેન્યુફેક્ચરીંગ ફેસેલીટી શરૂ કરવા માટે ગુજરાત પર પસંદગી ઉતારી છે. 
   

ર૦ હજાર રોજગારીનું સર્જન થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી-ર૦રર-ર૭ ગત વર્ષ સપ્ટેમ્બર-ર૦રર માં જાહેર કરવામાં આવેલી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળવત્તર બનાવતી આવી પોલિસી ઘડનારૂં ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે. એટલું જ નહિ, રાજ્યમાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ઇકો સિસ્ટમને વેગ આપવા આ પોલિસીમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા અને જરૂરી તમામ સહકાર આપવાના હેતુથી રાજ્ય સરકારે એક ડેડિકેટેડ સંસ્થા ‘ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન (GSEM) ની સ્થાપના કરી છે. આ પ્રોજેક્ટની સ્થાપનાથી ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે મોટો બદલાવ આવશે. પાંચ હજાર પ્રત્યક્ષ અને ૧પ હજાર પરોક્ષ મળી કુલ ર૦ હજાર રોજગારીનું સર્જન થશે. 


ગુજરાત સરકાર અને માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે થયેલા આ MoU દેશ માટે સિમાચિન્હ રૂપ ક્ષણ છે. આ ક્ષેત્રને અનુરૂપ રો-મટિરિયલ અને ફિનીશ્ડ પ્રોડક્ટસ માટેના આનુષાંગિક ઉદ્યોગો પણ ગુજરાતમાં આકર્ષિત થતાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વેગ મળશે.    ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશને રાજ્યમાં પ્લગ એન્ડ પ્લે સુવિધા સાથેની ૪પ,૦૦૦ હેક્ટર જમીન ડેવલપ કરી છે. માઇક્રોને પોતાની નવી ATMP ફેસિલિટી માટે સાણંદ GIDC-II ને પસંદ કરી છે. સાણંદ GIDC હાઇલી ઇન્ડસ્ટ્રીયલાઇઝડ ઝોન છે, અહીં અનેક નામાંકિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે.   

આ અવસરે GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાહુલ ગુપ્તાએ માઇક્રોનને ૯૩ એકર જમીનની ફાળવણી માટેનો ઓફર કમ એલોટમેન્ટ (OCA) લેટર હેન્ડ ઓવર કર્યો હતો. 
માઇક્રોન કંપની સાણંદ GIDC એસ્ટેટની અંદર એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીની સ્થાપના કરશે, કંપની આ ફેસિલિટી ખાતે સેમિકન્ડક્ટર વેફરને બોલ ગ્રીડ એરે (BGA) ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજીસ, મેમરી મોડ્યુલ્સ સોલિડ-સ્ટેટ ડ્રાઈવ્ઝમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.સાણંદ ખાતેનો આ પ્લાન્ટ દેશની સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં કાર્યરત અન્ય ઇન્ડસ્ટ્રીઝને  ગુજરાતમાં આકર્ષિત કરશે. માત્ર એટલું જ નહીં, ગ્લોબલ સેમિકન્ડક્ટર જાયન્ટ્સ- વેશ્વિક મોટા ઉદ્યોગ ગૃહોને પણ ગુજરાતમાં પોતાની હાઇટેક મેન્યુફેક્ચરીંગ ફેસીલીટી સ્થાપવા માટે પ્રેરણા આપશે. 

માઇક્રોનના અમેરિકા, જાપાન, તાઇવાન અને ચીનમાં કુલ મળીને ૧૧ ઉત્પાદન એકમો કાર્યરત

માઇક્રોન ટેક્નોલોજી ઇન્કોર્પોરેશન અમેરિકાની સૌથી મોટી સેમિકન્ડક્ટર મેમરી આઇ.ડી.એમ (ઇન્ટીગ્રેટેડ ડિવાઇસ મેન્યુફેક્ચરીંગ) કંપની છે તે મોબાઇલ, કોમ્પ્યુટર, ડેટા સેન્ટર અને હાઇ પરફોર્મન્સ કમ્પ્યુટીંગ માટેના મેમરી ચીપ ડિવાઇસીસ બનાવવામાં કુશળ છે. અમેરિકાના ઇડાહો સ્ટેટના બોઇઝે શહેરમાં કંપનીનું હેડક્વાર્ટર સ્થિત છે. વર્ષ ર૦રર માં કંપનીની આવક ૩૦.૮ બિલિયન યુ.એસ. ડોલર રહી છે. માઇક્રોનના અમેરિકા, જાપાન, તાઇવાન અને ચીનમાં કુલ મળીને ૧૧ ઉત્પાદન એકમો કાર્યરત છે. 

  • •    વિશ્વની પાંચમી સૌથી મોટી સેમિકન્ડક્ટર કંપની. 
  • •    વર્ષ ર૦રરમાં ફોર્ચ્યુન પ૦૦માં ૧ર૭માં નંબરની કંપની. 
  • •    વર્ષ ર૦રરમાં વિશ્વની સૌથી વધુ નીતિમત્તાથી ચાલતી કંપની તરીકે સ્વિકૃતિ મેળવી છે. 
  • •    એકોવેડીસ સસ્ટેનેબિલીટી પ્લેટીનમ પુરસ્કાર મેડલ દ્વારા પુરસ્કૃત.
  • •    DivHERsity ૨૦૨૩ પુરસ્કાર દ્વારા પુરસ્કૃત. 
  • •    સસ્ટેનેબિલીટી અને ઓપરેશન સંદર્ભના ૯ એવોર્ડ પ્રાપ્ત છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ