બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / China blocks proposal to declare 26/11 attacks accused Sajid Mir global terrorist

ડ્રેગન પાક.ના સપોર્ટમાં / ભારતના 41 કરોડના ઈનામી આતંકીને ફરી બચાવ્યો ચીને, ન બનવા દીધો ગ્લોબલ ટેરરિસ્ટ, UNમાં વાપર્યો વીટો

Hiralal

Last Updated: 09:06 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26/11ના મુંબઈ હુમલાના વોસ્ટ મોન્ટેડ અને પાકિસ્તાન સ્થિત ભારતના આતંકી સાજિદ મીરને ચીને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થતો અટકાવ્યો છે.

  • ચીને ભારત અને અમેરિકાને આપ્યો ફરી ઝટકો
  • 26/11ના મુંબઈ હુમલાના વોસ્ટ મોન્ટેડને ગ્લોબલ આતંકી જાહેર થતો અટકાવ્યો 
  • ભારત અને અમેરિકાએ યુએનમાં મૂક્યો હતો પ્રસ્તાવ, ચીને વીટો વાપર્યો

ભારતના મોટા આતંકી અને બે બે હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીરને ફરી વાર બચાવી લઈને ચીને પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે. ફરી વાર એક વાર ચીનનો આતંકી સમર્થિત ચહેરો ખુલ્લો પડ્યો છે. મંગળવારે ભારત અને અમેરિકાએ સાજિદ મીરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો જોકે ચીને વીટો વાપરી દેતા તે પ્રસ્તાવ અટકી ગયો હતો. ચીનના આ પગલાંથી સાજિદ મીર હવે વૈશ્વિક આતંકી જાહેર નહીં થાય. ચીને મંગળવારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારત અને અમેરિકા દ્વારા પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને 26/11ના મુંબઇ આતંકવાદી હુમલામાં સંડોવણી માટે વોન્ટેડ જાહેર કરવાના પ્રસ્તાવને અટકાવી દીધો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ચીને સાજિદ મીરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થતા અટકાવ્યો હતો અને હવે બીજી વાર ચીને આવું કર્યું છે. 

સાજિદ મીરના માથે 41 કરોડનું ઈનામ 
સાજિદ મીર ભારત પરના બે મોટા હુમલામાં મોસ્ટ વોન્ટેડ છે. તે 2008ના અને 26-11ના હુમલામાં મોસ્ટ વોન્ટેડ આતંકી છે. અમેરિકાએ તેના માથા પર 5 મિલિયન ડોલર (41 કરોડથી વધુ) નું ઈનામ જાહેર કરી રાખ્યું છે. 

ભૂતકાળમાં ઉડી હતી મોતની અફવા 
જૂનમાં મીરને પાકિસ્તાનની એન્ટી-ટેરરિઝમ કોર્ટે ટેરર-ફાઇનાન્સિંગ કેસમાં 15 વર્ષથી વધુની જેલની સજા સંભળાવી હતી. ભૂતકાળમાં સાજિદ મીરના મોતની ખબર પાકિસ્તાને ફેલાવી હતી જોકે પશ્ચિમના દેશોએ તેના મોતનો પુરાવો આપો તો જ સાચું માનીએ તેવું જણાવ્યું હતું. 

સાજિદ મીર મુંબઈ હુમલાનો આરોપી 
આતંકી સાજિદ મીર 26/11ના મુંબઈ હુમલામાં વોન્ટેડ છે. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (એલઈટી)એ 2008માં આતંકીઓને મુંબઈ મોકલીને આ હુમલા કર્યા હતા. આ દરમિયાન આતંકીઓએ હોટલ, હોસ્પિટલ, કાફે, રેલવે સ્ટેશન સહિત ઘણી જગ્યાઓને નિશાન બનાવી હતી જેમાં 170થી વધુ લોકોના મોત થયા હતા. આ હુમલાઓમાં છ અમેરિકનો પણ માર્યા ગયા હતા. મીર, એક આતંકવાદી, કથિત રીતે આ હુમલાઓનો મુખ્ય આયોજક હતો. તેણે હુમલા દરમિયાન આતંકીઓને સૂચના આપી હતી. 21 એપ્રિલ, 2011ના રોજ મીર પર અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ સહિત અનેક અદાલતોએ આરોપ મૂક્યો હતો. તેના પર વિદેશી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવાનો, આતંકવાદીઓને મદદ કરવાનો, અમેરિકાની બહાર એક નાગરિકની હત્યા કરવાનો અને જાહેર સ્થળોએ બોમ્બ ધડાકા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 22 એપ્રિલ, 2011ના રોજ અમેરિકા દ્વારા મીર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. અમેરિકાએ તેના માથે 41 કરોડનું ઈનામ બહાર પાડી રાખેલું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ