બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / China and Russia became the biggest obstacle in the G20 summit, know on which issues there is no consensus

G20 Summit 2023 / G20 સમિટમાં સૌથી મોટી બાધા બન્યા ચીન અને રશિયા, જાણો કયા મુદ્દા પર નથી બની રહી સહમતી

Megha

Last Updated: 11:46 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 નેતાઓના પ્રતિનિધિઓ યુક્રેન પર રશિયાના હુમલા અંગે ચર્ચા કરવા માટે એકઠા થયા પરંતુ એક નિવેદન પર સહમત થયા ન હતા. આ બધામાં ચીન મુખ્ય અવરોધ તરીકે ઉભરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે

  • આજથી G20 Summit ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે
  • નેતાઓની જાહેરાતના ડ્રાફ્ટ પર હજુ સુધી સર્વસંમતિ સધાઈ નથી
  • યુક્રેન પર રશિયાના હુમલા અંગે ચર્ચાની બેઠક અનિર્ણિત
  • ચીન મુખ્ય અવરોધ તરીકે ઉભરી રહ્યું હોય તેવું લાગે છે

G20 Summit: આજથી G20 Summit ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. ભારત G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આજે એટલે કે શનિવાર G20 Summit ના પ્રથમ દિવસે વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર મંથન કરશે, પરંતુ નેતાઓની જાહેરાતના ડ્રાફ્ટ પર હજુ સુધી સર્વસંમતિ સધાઈ નથી. 

યુક્રેન પર રશિયાના હુમલા અંગે ચર્ચાની બેઠક અનિર્ણિત
એક અહેવાલ મુજબ G20 નેતાઓના પ્રતિનિધિઓ શુક્રવાર 8 સપ્ટેમ્બરના રોજ, યુક્રેન પર રશિયાના હુમલા અંગે ચર્ચા કરવા માટે દિલ્હી નજીક માનેસરમાં એક રિસોર્ટમાં મળ્યા હતા. સભ્ય દેશોના વાટાઘાટકારો આ મુદ્દા પર ચર્ચા કરવા માટે એકઠા થયા હતા પરંતુ એક સામાન્ય નિવેદન પર સહમત થઈ શક્યા ન હતા. બેઠક ફરી એકવાર અનિર્ણિત રહી હતી. આ બાબત સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે મડાગાંઠ તોડવા માટે નેતાઓએ અંતિમ પ્રયાસ કરવા પડશે.

ચીન મુખ્ય અવરોધ તરીકે ઉભરી રહ્યું હોય તેવું લાગે છે
G20 સમિટના એક દિવસ પહેલા સુધી તે સ્પષ્ટ નહતું કે યુક્રેન કટોકટી નેતાઓના ઘોષણાપત્રમાં હશે કે કેમ. મહત્વનું છે કે ચીન આ વિવાદાસ્પદ મુદ્દા પર તેમજ જળવાયુ પરિવર્તન સહિત અન્ય કેટલાક પ્રસ્તાવો પર સર્વસંમતિ સુધી પહોંચવામાં મુખ્ય અવરોધ તરીકે ઉભરી રહ્યું હોય તેવું લાગે છે.

રશિયા અને ચીનને વાંધો
રશિયા અને ચીન બંનેએ અત્યાર સુધી યુક્રેન સંઘર્ષને લઈને ગયા વર્ષે G20 સમિટ દરમિયાન જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં વપરાયેલી ભાષાને સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. રશિયા દલીલ કરે છે કે જમીન પર પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, જ્યારે ચીને ભારપૂર્વક કહ્યું છે કે G20 એક આર્થિક મંચ છે જેમાં ભૌગોલિક-રાજકીય મુદ્દાઓ ઉઠાવવા જોઈએ નહીં.

કેટલાક દેશો યુક્રેનને ભૌગોલિક-રાજકીય મુદ્દો ગણાવીને ચર્ચાથી દૂર રાખવા સાથે સહમત નથી. તેમાં જાપાન પણ સામેલ છે. જાપાનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "યુક્રેન પર ચર્ચા કરવી જોઈએ કારણ કે તે ખાદ્યપદાર્થો અને ઊર્જાના વધતા ભાવ સહિત ઘણા મુદ્દાઓને અસર કરે છે." તેનું મૂળ કારણ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન છે. 

સર્વસંમતિ બનાવવાના પ્રયાસો ચાલુ છે
સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે વિવાદાસ્પદ મુદ્દા પર કોઈ નક્કર સર્વસંમતિ સધાઈ નથી. હાલ તમામ વિકટ મુદ્દાઓ પર વાટાઘાટો ચાલુ છે અને સકારાત્મક પરિણામોની અપેક્ષા છે. આગળ સૂત્રોએ જણાવ્યું હતું કે G-7 દેશો યુક્રેન યુદ્ધ તેમજ અન્ય જટિલ મુદ્દાઓના સંદર્ભ વિના કોઈપણ નેતાની ઘોષણા સાથે સંમત નથી.

રશિયા અને ચીન પીછેહઠ કરે છે
G20 સર્વસંમતિના સિદ્ધાંત હેઠળ કામ કરે છે અને એવી આશંકા છે કે સર્વસંમતિના અભાવે સંયુક્ત નેતાઓની જાહેરાત વિના સમિટ સમાપ્ત થઈ શકે છે. રશિયા અને ચીન બંને ગયા વર્ષે બાલી ઘોષણાપત્રમાં યુક્રેન સંઘર્ષ અંગેના બે ફકરાઓ બહાર પાડવા માટે સંમત થયા હતા, પરંતુ આ વર્ષે તેઓ પીછેહઠ કરી, જેનાથી ભારત મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. નાણા અને વિદેશ મંત્રીઓ સહિત ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ યોજાયેલી લગભગ તમામ મોટી બેઠકો રશિયા અને ચીનના વિરોધને કારણે યુક્રેન સંઘર્ષ સંબંધિત કોઈપણ વિષય પર સર્વસંમતિ દસ્તાવેજો જારી કરી શકી નથી.

યુક્રેન ઉપરાંત અન્ય મુદ્દાઓ પણ
રશિયા-યુક્રેન ઉપરાંત, અશ્મિભૂત ઇંધણને તબક્કાવાર બંધ કરવા અથવા ઘટાડવા અને દેવાના પુનર્ગઠન જેવા મુદ્દાઓ પર સભ્ય દેશો વચ્ચે મતભેદ છે. જો કે, આ બાબતથી વાકેફ લોકો કહે છે કે સમિટ શરૂ થાય ત્યાં સુધીમાં આ ઉકેલાઈ જવાની અપેક્ષા છે. સભ્ય દેશના પ્રતિનિધિએ કહ્યું કે, કેટલાક અન્ય મુદ્દાઓ પણ છે, પરંતુ તે એવા નથી કે તેનો ઉકેલ ન આવે. ઘણા બધા વિચારો આવી રહ્યા છે અને આ મુદ્દાઓ ઉકેલાય તેવી શક્યતા છે, પરંતુ યુક્રેનના મુદ્દા પર હજુ પણ વસ્તુઓ અટવાયેલી છે. ' સાથે જ આ ક્ષણે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગત વર્ષે ઇન્ડોનેશિયામાં સમિટ દરમિયાન થયું હતું તેમ મડાગાંઠને તોડવા માટે G20 નેતાઓના હસ્તક્ષેપની જરૂર પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ