બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Politics / Chief Minister Arvind Kejriwal appeared in Rouse Avenue Court on Saturday in Delhi's alleged liquor scam case

રાહત / દિલ્હી દારૂ કૌભાંડમાં CM કેજરીવાલને મળી રાહત, કોર્ટે મંજૂર કર્યા જામીન

Ajit Jadeja

Last Updated: 12:49 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂ કૌભાંડમાં CM કેજરીવાલને કોર્ટમાંથી જામીન મળ્યા, 15 હજાર રૂપિયાના બોન્ડ ભરવા પડશે

Delhi News: સીએમ અરવિંદ કેજરીવાલ શનિવારે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર થયા છે.  દારૂ કૌભાંડમાં CM કેજરીવાલને કોર્ટમાંથી જામીન મળ્યા છે, તેમને 15 હજાર રૂપિયાના બોન્ડ ભરવા પડશે. આ કેસની સુનાવણી રાઉઝ એવન્યુના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાની કોર્ટમાં ચાલી રહી છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં શનિવારે કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉસ એવન્યુ કોર્ટે કેજરીવાલની જામીન અરજી સ્વીકારી અને તેમને જામીન આપ્યા છે. કોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. અગાઉ આ જ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી હાજર થવા માટે કેજરીવાલને 8 વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ એક વખત પણ હાજર થયા ન હતા.કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કેજરીવાલ કોર્ટમાંથી બહાર આવ્યા હતા. જોકે ED દ્વારા નોંધાયેલા બે કેસની સુનાવણી ચાલુ રહેશે.

પહેલા આપ્યો હતો ઝટકો, આજે આપ્યા જામીન

અગાઉ શુક્રવારે કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો હતો. કોર્ટે અદાલતના સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને વચગાળાની રાહત માટેની તેમની અરજી પર સ્થગિત કરવાની કેજરીવાલની વિનંતીને ફગાવી દીધી હતી. કોર્ટે અરવિંદ કેજરીવાલને હાજર રહેવામાંથી મુક્તિ માટે નીચલી કોર્ટમાં જવા કહ્યુ હતું.  કેજરીવાલે દારૂ નીતિમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલા EDની ફરિયાદ પર તેમને સમન્સ મોકલવાના મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો હતો.કોર્ટે સમન્સ પર કોઈ સ્ટે મૂક્યો નથી જેમાં તેને  કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.  જેને લઇ આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે કહ્યું કે જો કેજરીવાલ મુક્તિ ઈચ્છે છે, તો તેમણે સમન્સને લઇ હાજર થવું પડશે.  કોર્ટના આદેશનું પાલન કરવા માટે કેજરીવાલે હાજર રહેવું પડશે. કોર્ટે કહ્યું કે જો તેને રુબરુ હાજરીમાંથી મુક્તિ જોઈતી હોય તો સંબંધિત કોર્ટ સમક્ષ રજુઆત કરી શકે છે. આજે કેજરીવાલ હાજર રહેતા તેમને જામીન મળી ગયા છે.

કેજરીવાલે સમન્સને પડકાર્યો હતો

તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં રારૂઝ એવન્યુ કોર્ટ દ્વારા તેમને મોકલેલા સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને 16 માર્ચે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. કેજરીવાલે અરજીમાં કહ્યું હતું કે તેમને 16 માર્ચે હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવે અને તેમના વકીલને તેમનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપવામાં આવે. EDએ કેજરીવાલની આ અરજીનો વિરોધ કર્યો હતો.

વધુ વાંચોઃ જીવ ગુમાવનાર 12 માસુમ બાળકોને મળશે ન્યાય? આટલા દિવસ વીત્યા બાદ કોર્ટમાં રજૂ કરાઈ ચાર્જશીટ

EDએ વિરોધ કર્યો હતો

EDએ કોર્ટમાં અપાયેલા સમન્સ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીએ પોતે કોર્ટને ખાતરી આપી છે કે તેઓ 16 માર્ચે હાજર થશે. ED દ્વારા દાખલ કરવામાં આવેલી બે અલગ-અલગ ફરિયાદો વિરુદ્ધ કેજરીવાલની અરજીની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં થઈ હતી. EDએ આરોપ લગાવ્યો છે કે અનેક સમન્સ છતાં તેઓ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ