બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / આરોગ્ય / Chewing gum, coke etc has high level of aspartame, can cause cancer says WHO

ચેતી જજો! / ચ્યુઈંગ ગમ, ડાયટ કોકા-કોલા... આ ટેસ્ટી વસ્તુઓ ખાવાથી વધે છે કેન્સરનો ખતરો, WHOએ લિસ્ટ જાહેર કરી આપી વોર્નિંગ

Vaidehi

Last Updated: 06:43 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHOએ ચેતવણી આપી છે કે ખાણી-પીણીની ચીજોમાં ઉમેરાતી કૃત્રિમ મીઠાશ કેન્સર જેવી બીમારીઓને આમંત્રિત કરી શકે છે. જાણો કઈ ફૂડ આઈટમ્સ છે UNSAFE?

  • WHOએ એસ્પાર્ટેમ અંગે જારી કરી ચેતવણી
  • આર્ટિફિશિયલ સ્વીટર કેન્સરને આમંત્રિત કરી શકે છે
  • ખાણી-પીણીની અનેક ચીજોમાં હોય છે આ જોખમી તત્વ

જો તમે પોતાની ચા માંથી શુગરની સાઈડ ઈફેક્ટને દૂર કરવા માટે આર્ટીફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરો છો તો WHOએ આપેલી આ ચેતવણી વિશે જાણી લેજો. WHO કહે છે કે ખાણી-પીણીની ચીજો બનાવતી કંપનીઓ પોતાની આઈટમ્સમાં શુગરની જગ્યાએ આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે જેમાં સૌથી વધુ એસ્પાર્ટેમ હોય છે.

aspartame

એસ્પાર્ટેમમાં ઝીરો કેલેરી હોય છે
એસ્પાર્ટેમમાં કોઈ કેલેરી નથી હોતી. તે સામાન્ય શુગરની સરખામણીએ 200 ગણી વધારે મીઠાશ ધરાવે છે. સોફ્ટ ડ્રિંકમાં લગભગ 95% પ્રમાણમાં એસ્પાર્ટેમ હોય છે. WHOએ ચેતવણી આપી છે કે ખાણી-પીણીની ચીજોમાં આ કૃત્રિમ મીઠાશ કેન્સર જેવી બીમારીઓને આમંત્રિત કરી શકે છે. ડાયટ કોક કે ચ્યૂઈંગ ગમ આર્ટીફિશિયલ સ્વીટરનરથી ભરપૂર હોય છે. તેવામાં જીવલેણ રોગથી બચવા માટે એ જાણવું જરૂરી છે કે કઈ ચીજોમાં આર્ટીફિશિયલ સ્વીટનર એસ્પાર્ટેમનો ઉપયોગ સૌથી વધુ માત્રામાં કરવામાં આવે છે.

કેન્સરનો રિસ્ક વધે છે
ગતવર્ષે ફ્રાંસમાં એસ્પાર્ટેમની અસરને લઈને એક લાખથી વધારે લોકો પર રિસર્ચ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું કે જે લોકો આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે તેમનામાં કેન્સરનો રિસ્ક સૌથી વધારે રહે છે.

આ ચીજો ખાવાથી કેન્સરનો રિસ્ક વધી શકે છે :
ખાણી-પીણીની આ વસ્તુઓમાં આર્ટીફિશિયલ સ્વીટનર એસ્પાર્ટેમનું પ્રમાણ સૌથી વધારે હોય છે.

  • ડાયટ કોકા-કોલા
  • ટ્રાઈડેંટ શુગર-ફ્રી પેપરમિંટ ગમ
  • સ્નેપલ ઝીરો શુગર ચા અને જ્યૂસ
  • એક્સ્ટ્રા શુગર ફ્રી માર્સ ચ્યુઈંગ ગમ
  • જેલ-ઓ શુગર ફ્રી જિલેટિન ડેજર્ટ મિક્સ
  • શુગર ટ્વિન 1 સ્વીટનર પેકેટ
  • ઈકલલ ઝીરો કેલેરી સ્વીટનર
aspartame sweetner

કાર્સિનોજન શું હોય છે?
એસ્પાર્ટેમ એક લોકપ્રિય કૃત્રિમ સ્વીટનર છે જેને WHO દ્વારા સંભવિત કેન્સરજન્ય ઘોષિત કરવામાં આવ્યું છે. એસ્પાર્ટેમનો ઉપયોગ શુગરનાં વિકલ્પનાં રૂપમાં કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર એસ્પાર્ટેમને કાર્સિનોજેન જેવું જણાવવામાં આવ્યું છે એટલે કે તેનાથી સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ પેદા થઈ શકે છે. કાર્સિનોજેન એવો પદાર્થ છે જે મનુષ્યોમાં કેન્સરનું કારણ બની શકે છે.

કેટલી માત્રામાં એસ્પાર્ટેમનું સેવન હિતાવહ?
FDAએ એસ્પાર્ટેમનાં ડેઈલી ઈન્ટેકની લિમિટ પ્રતિદિન શરીરનાં વજનનનાં 50 મિલીગ્રામ પ્રતિ કિગ્રા નક્કી કર્યું છે જ્યારે યૂરોપિયન યૂનિયને પ્રતિદિન 40 મિલીગ્રામ પ્રતિ કિગ્રાની લિમીટ સેટ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ